Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૭ઉં
પચસહ-પાંચ કાર્ડ તે અસગિના ભવમાંથી અન્ય સઘળા અસંરિ જીથી શીઘ મરીને નરકમાં ઉત્પન્ન થાય ત્યાં શીધ્ર સઘળી પર્યાપ્તિએ પયાપ્ત થાય. સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત તે નારકીને નરકગતિને જઘન્ય પ્રદેશોદય થાય છે.
પર્યાપ્ત જીવને ઘણું પ્રકૃતિઓને વિપાકેદય થાય છે. વિપકેદ પ્રાપ્ત પ્રકતિઓ તિબુકસંક્રમ વડે અન્યત્ર સંમતી નથી માટે અન્ય પ્રકૃતિના દલિક સ્તિબુકસંક્રમ વડે સંક્રમતા નથી તેથી ઉદયપ્રાપ્ત નરકગતિને જઘન્ય પ્રદેશદય ઘટી શકે છે.
તથા ચારે આનુપૂધિઓને જઘન્ય પ્રદેશોદય પિતાપિતાની ગતિની જેમ સમજો એટલે કે જેવી રીતે ગતિના જઘન્ય પ્રદેશદયની ભાવના-વિચારણા કરી છે તેમ ચારે આનુપૂર્વિની ભાવના પણ કરી લેવી. માત્ર ભાવના પ્રથમ સમયે તેઓને જઘન્ય પ્રદેશોદય કહે. કારણ કે વિહાગતિમાં જ તેને ઉદય હોય છે અને તે પણ ત્રણ સમય સુધી જ હોય છે. તેમાં પણ ત્રીજે સમયે જેની બંધાવલિકા વ્યતીત થઈ છે તેવી અન્ય લતા પણ ઉદયમાં આવે છે તેથી જઘન્ય પ્રદેશદય થતું નથી માટે ભાવ પ્રથમ સમયનું ગ્રહણ કર્યું છે. ૧૨૯–૧૩૦
देवगई ओहिसमा नवरं उजोयवेयगो जाहे । चिरसंजमिणो अन्ते आहारे तस्स उदयम्मि ॥१३॥
૧ અનતાનુબંધિની વિસાજના કરનાર આત્મા અન્ય પ્રકૃતિઓની જેમ નરકગતિના પણ ઘણા પુદગલ દુર કરે છે માટે અહિં અનંતાનુબંધિની વિસાજના લીધી છે. જધન્ય આયુવાળુ દેવપણું પ્રાપ્ત કરવાનું કારણ એમ જણાય છે કે જઘન્ય આયુવાળા દેવ અંતર્મુહૂર્તના આયુવાળા એકેન્દ્રિચમાં ઉત્પન્ન થતા હવે જોઈએ. દીર્ધ આયુવાળું એકેન્દ્રિયપણું નહિ લેવાનું કારણ અન્ય બંધોગ્ય નામકની પ્રકૃતિઓ પણ બંધ વડે પુષ્ટ ન કરે તે છે. અન્ય પ્રકૃતિને જે પુષ્ટ કરે તે અગ્નિમાં નરગતિ બાંધતા તે પ્રકૃતિઓના લિકે સંક્રમે અને નરકગતિ પુર્ણ થાય તેથી જધન્ય પ્રદેશેાદય ન થાય અને દેવ ઓછામાં ઓછા પક્ષીપ્ત અતિમુંના આયુવાળા એકનિષમાં જ ઉત્પન્ન થાય તેટલી રિસ્થતિ તે ગ્રહણ કર્યા વિના શ્ય જ નથી. એકેન્દ્રિયમાંથી અસંનિમાં જઈ ત્યાં ઘણીવાર નરગતિ શ્રાવ બંધ ન કરે માટે જલદી મરી નરકમાં જાય એમ કહ્યું છે. નરકમાં પણ અપર્યાપ્તાવસ્થામાં જધન્ય ઉદય ન કહ્યો. કારણ કે અપર્યાપ્તાવસ્થામાં ઘણી પ્રકૃતિઓને વિપાકેાદય નહિ હોવાથી સ્તિબુસંક્રમ વધારે થાય તેથી પર્યાપ્તાવસ્થા લીધી છે. વળી નરકગતિમાં નરકગતિને બંધ થતું નથી પરંતુ ઉદય ઉદીરણા વડે આછા કરે છે માટે પણ પર્યાપ્તાવસ્થા લીધી છે. સંક્ષિથી અસત્તિને વેગ અલ્પ હોય તેથી ઓછા દલિકે ગ્રહણ કરે માટે અત્તિ વધે છે.
અહિં એમ શંકા થાય કે નારકીને પિતાના આયુના ચરમસમયે નરકગતિને જધન્ય પ્રદેશેાદયા થથ એમ કેમ ન કહ્યું? ચરમસમયે થાય એમ કહેવું જોઈએ. કારણ કે ઉદય ઉદીરણા વડે ઘણું દલિત ભગવાઈ જવાથી એાછા થાય, વળી બંધાતી મનુષ્ય તિર્યંચગતિમા સંકમી જવાથી પણ ઓછા થાવ વળી ઉપર ઉપરના સ્થાનકમાં નિષેક રચના ૫ કમ કમ છે તેથી પિતાનો આયુના ચરમસમયે જઘન્ય પ્રદેશદય લેવો જોઈએ. કેમ ન લીધે તે બહુકૃત પાસેથી જાણી લેવું