Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસગ્રહ-પાંચમું દ્વાર
૭૭
બાંધે. ત્યારપછી સમ્યકત્વ પ્રાપ્ત કરે તે સમ્યકત્વનું એકસે બત્રીસ સાગરોપમ પર્યત પાલન કરીને અને તે સમ્યકત્વના પ્રભાવ પડે અનતાનુબંધિ કષાયના ઘણા પુદ્ગલો પ્રદેશસંક્રમ વડે ખપાવી ફરી મિથ્યાત્વે જાય, ત્યાં મિથ્યાત્વ નિમિત્તે અનતાનુબંધિ બાંધે. તે બંધાવલિકાના ચરમસમયે પૂર્વે બંધાયેલા અનતાનુબંધિ કષાયને જઘન્ય પ્રદેશદય કરે છે.
બંધાવલિકા પૂર્ણ થયા પછીના સમયે પહેલા સમયના બંધાયેલા દહિકેને પણું ઉદીરણા વડે ઉદય થાય છે. માટે જઘન્ય પ્રદેશોદય ઘટતા નથી તેથી બંધાવલિકાને ચરમસમય ગ્રહણ કર્યો છે.
તથા સંસારમાં એક જીવને ચાર વાર જ માહનીય કમને સર્વોપશમ થાય છે, વધારે વાર થતું નથી માટે ચાર વાર મોહનીયને ઉપશમ કરે એમ કહ્યું છે.
અહિં એમ શંકા થાય કે મેહનીચના ઉપશમનું જ અહિં શુ પ્રજન છે? તે કહે છે કે- મેહને ઉપશમાવતે આત્મા પ્રત્યાખાનાદિ કષાયેના ઘણા દલિકને અન્ય પ્રકૃતિઓમાં ગુણસંક્રમ વડે સંક્રમાવે છે. તેથી ક્ષીણપ્રાય થયેલા તેઓના દલિક ચાર વાર મોહનીયને ઉપશમાવી મિથ્યા આવ્યા બાદ મિથ્યાત્વ નિમિત્ત અંતમુહૂર્ત પર્યત જે અનંતાનુબંધિ બાંધે છે તેમાં ઘણા જ થોડા સંક્રમે માટે ચાર વાર મહિના ઉપશમનું ગ્રહણ કર્યું છે.
અંતમુહૂર્ત પર્યત બાંધી એક બત્રીસ સાગરોપમ પર્યત સમ્યકત્વના કાળમાં તેના ઘણા દલિકે દૂર છે તેથી મિથ્યાત્વે આવ્યા બાદ બંધાવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશદય સંભવે છે. ૧૨૬
थीए संजमभवे सवनिरुद्धंमि गंतु मिच्छं तो । देवी लहु जिठिई उव्वद्विय आवलीअंते ॥१२७॥ खियः संयमभवे सर्वनिरुद्ध गत्वा मिथ्यात्वं ततः । देवी लघु ज्येष्ठस्थितिमुद्वयं आवलिकान्ते ॥१२७॥
અર્થકઈ રી સંયમના ભવમાં અંતમુહૂર્ત આયુ શેષ રહે ત્યારે મિથ્યાત્વે જાય, ત્યાં કાળધર્મ પામી દેવીપણે ઉત્પન્ન થાય. તે દેવીના ભવમાં શીવ્ર પર્યાપ્તિઓ પૂર્ણ કરી સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અને સત્તાગત સ્થિતિની ઉદ્વર્તન કરે. તેને અંધાવલિકાના ચરમસમયે સ્ત્રીને જઘન્ય પ્રદેશદય થાય.
ટીકાનુ–સંયમ વડે ઓળખાતે જે ભવ તે સંયમભવ એટલે કે જે ભવમાં પિતે ચારિત્રનું પાલન કર્યું છે તે ભવ અંતમુહૂર્ત શેષ રહે ત્યારે કોઈ સ્ત્રી મિથ્યાત્વે જાય, ત્યાં કાળધર્મ પામી પછીના ભવમાં દેવીપણે ઉત્પન્ન થાય, તે દેવીપણામાં જેમ