Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૧૪
પંચસગ્રહ-પાંચમું દ્વાર પહેલાના સમયે કાળધર્મ પામી દેવપણને પ્રાપ્ત થાય તે આત્મા વેકિયસપ્તક અને દેવંકિ એ નવ પ્રકૃતિને ઉત્કૃષ્ટ પ્રદેશદય કરે છે. ૧૧૨ - તિષિતુલાળ નિઝરમરથી નિકીf I ___ अपजत्तस्स य जोगे दुतिगुणसेढीण सीसाणं ॥११३॥
तिर्यगेकान्तोदयानां मिथ्यात्वानमिश्रस्त्यानीनाम् । ' अपर्याप्तस्य च योगे द्वितीयतृतीयगुगश्रेणिशिरसोः ॥११॥
અર્થ–તિર્યંચગતિમાં જ એકાંતે જેઓને ઉદય હોય છે તે પ્રકૃતિને તથા મિથ્યાત્વ, મિશ્ર, અનંતાનુબંધિ અને થીણુદ્વિત્રિકને તથા અપર્યાપ્તનામકમને, બીજી અને ત્રીજી ગુણશ્રેણિને જ્યાં યોગ થાય ત્યાં વત્તતા મિથ્યાષ્ટિને ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. ' ‘ટીકા--જે કર્મપ્રકૃતિઓને ઉદય કેવળ તિયામાં જ હોય છે તે એકેન્દ્રિય, બેઈકિય, તેઈન્દ્રિય અને ચૌરિન્દ્રિય જાતિ, સ્થાવર, સૂક્ષમ અને સાધારણ નામકર્મ તથા મિથ્યાત્વમેહનીય, અનંતાનુબંધિ ચતુષ્ક મિશ્રમોહનીય, થીણુદ્વિત્રિક અને અપર્યાપ્ત નામકર્મ, સઘળી મળી સત્તર પ્રવૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશોદય બીજી અને ત્રીજી ગુણ છેણિના શિરને વેગ જે સમયમાં થતું હોય તે સમયમાં વર્તમાન મિથ્યાષ્ટિને થાય છે. માત્ર તે સમયે તે તે પ્રકૃતિને ઉદય હો જોઈએ. તેને તાત્પર્યાથ આ પ્રમાણે
કેઈ એક આત્માએ દેશવિરતિ પ્રાપ્ત કરી દેશવિરતિ નિમિત્તે થતી ગુણશ્રેણિ કરી, ત્યારપછી સંયમ પ્રાપ્ત કરી સંયમ નિમિત્તે થતી ગુણશ્રેણિ કરી ત્યારપછી તે આત્મા સમ્યકત્વાદિ ગુણેથી પડી મિથ્યાત્વે ગયો અને ત્યાંથી અપ્રશસ્ત મરણ વડે મરણ પામી તિયચમાં ઉત્પન્ન થયે. તે ગુણિતકમાંશ તિય"ચને જે સમયે દેશવિરતિ અને સર્વવિરતિ નિમિત્તે થયેલી અને ગુણશ્રેણિના શિરભાગને રોગ થાય–એકત્ર મળે
૧ દેશવિરત અને સર્વવિરતિને શિરબાગ કયે લે? તેમ જ તે બંનેના ચાગનો કયા સમય લે તે સંબંધમાં મને આ પ્રમાણે લાગે છે. જે સમયે દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત કરે તે સમયથી અંત પર્યત અવશ્ય પ્રવાહમાન પરિણામવાળે આત્મા રહેતા હોવાથી ગુણૌણિ પણ તેવી જ કરે છે. તેમાં દેશવિરતિના પહેલા સમયે જે દલિકે ઉતાર્યા અને જેટલા સમયમાં તે દલિને ગાવ્યા તેમાને છે કે સમય તેને જ દેશવિરતિની ગુણએણિના શિર તરીકે લે અને સવવિરતિ ચારિત્ર જે સમયે પ્રાપ્ત કરે તે સમયે જેટલા સમયમાં રચના કરે તેના છેલા સમયને સર્વવિરતિની ગુણએણિના શિર તરીકે છે. હવે તે બનેના શિરભાગ એવી રીતે મળી શકે દેશવિરતિની ગુણશ્રેણિ છતાં સર્વવિરતિ પ્રાપ્ત કરે. પરંતુ તે તેટલા કાળે પ્રાપ્ત કરે કે સર્વવિરતિના પહેલા સમયે જેટલા સ્થાનમાં દારચના થાય છે તેટલા જ સમયો શેષ છે. દાખલા તરીકે દેશવિરતિના પહેલા સમયે પંદરસો સમયમાં ગુણશ્રેણિ થાય છે અને સર્વવિરતિના પહેલા સમયે પીચસો સમયમાં થાય છે તે પંદરસે સમયમાંના પહેલા હજાર સમય દેશવિરતિ ગુણકાણે ગાળી સર્વવિરતિ ગુણકાણે જાય. આ