Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
|
*
*
પંચસંગ્રહ-પાંચમું. દ્વાર તેને ત્રણ હજાર વરસને અબાધાકાળ હોય છે. પરંતુ સંપૂર્ણ મતિજ્ઞાનાવરણીય હોતો નથી કેમકે પૂર્વે અંધાયેલ મતિજ્ઞાનાવરણીય કે જેને અખાધાકાળ વીતી ગયા છે તેની દલરચના તે વિવક્ષિત સમયે બંધાયેલ મતિજ્ઞાનાવરણીયના અખાધાકાળમાં પણ હોય છે. તેથી જ જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે બંધાવલિકા પૂર્ણ થયા આદ તેની પછીના સ્થિતિસ્થાનકને વિપાકેદય વડે અનુભવ કરતે આત્મા તે સમયથી આરંભી ઉદયાવલિકા ઉપરના સઘળા સ્થિતિસ્થાનકની ઉદીરણ કરે છે અને ઉદીરીને અનુભવે છે. એટલે કે ઉત્કૃષ્ટ સ્થિતિનો જે સમયે બંધ થાય તે સમયથી આરંભી અંધાવલિકા જે સમયે પૂર્ણ થાય તેની પછીના સ્થાનકને રદયે અનુભવતે ઉદયાવલિકા ઉપરના 'બંધાવલિકા *ઉદયાવલિકા હીન ઉત્કૃષ્ટ સ્થિતિના જેટલા સમયે થાય તે તમામ સ્થિતિસ્થાનકમાં રહેલા દલિકને ચાગના પ્રમાણમાં ખેંચી તેને ઉદયાવલિકાના. દલિકે સાથે મેળવી અનુભવે છે.
આ પ્રમાણે હેવાથી ઉદયાવલિકા હીન શેષ સઘળી સ્થિતિની ઉદય અને ઉદીરણ તુલ્ય છે. કેમકે જેટલા સ્થિતિસ્થાનમાંથી દૃલિકે ખેંચ્યા તે દરેકને અનુભવ તે થવાનું જ છે તેથી તે સ્થાનકોની અપેક્ષાએ ઉદય ઉદીરણા તુલ્ય છે. માત્ર ઉદયમાં એક સ્થાનક વધારે છે. કેમકે જે સ્થિતિસ્થાનને અનુભવતે ઉદયાવલિકા ઉપરના સ્થાન, કેની ઉદીરણ કરે છે. તે સ્થાનક ઉદયાવલિકા અંતર્ગત હેવાથી તેની ઉદીરણા થતી. નથી તેમાં તે માત્ર ઉદય જ પ્રવર્તે છે તેથી ઉત્કૃષ્ટ સ્થિતિની ઉદીરણાથી ઉત્કૃષ્ટ સ્થિતિને ઉદય વેદ્યમાન સમયમાત્ર સ્થિતિ વડે અધિક છે.
એક સમય જ અધિક કહેવાનું કારણ આત્મા પ્રતિસમય ઉદયાવલિકામાંના એક એક સ્થાનકને જ અનુભવે તે છે. કેઈ કાળે આંબી ઉદયાવલિકાના સ્થાને એક સાથે અનુભવ નથી. બંધાવેલિકા-ઉર્દયાવલિકાં હીન ઉત્કૃષ્ટ સ્થિતિને ઉદય ઉદયભ્રષ્ટા છયાસી પ્રકૃતિને સમજ. શેષ પ્રકૃતિઓને તે સત્તાગત સ્થિતિને અનુસરીને સમજ, તેમાં પણ ઉક્ત ન્યાયે ઉદયપ્રાપ્ત એક સ્થિતિસ્થાનક વડે વધારે સમજવો.
૧ બંધાવલિકા એટલે જે સમયે બંધ થાય તે સમયથી આરંભી આવલિકા જેટલો જે કાળ છે.
૨ ઉદયાવલિકા એટલે ઉદય સમયથી આરંભી એક આવલિકા પ્રમાણ કાળમાં ભગવાય એવી જે દળરચના છે. જે સમયે કર્મ બંધાય તે સમયથી આરંભી એક આવલિકા પંત તે બધાયેલ કમમાં કઈ કારણ પ્રવર્તતું નથી. તેમ જ ઉદય સમયથી આરંભી એક આવલિકાકાળમા ભગવા ચોગ્ય કર્મદામા પણ કે કરણ લાગતું નથી.
૩ ઉદય સંક્રમેણા-મનુષ્યગતિ વગેરે ત્રીજા દ્વારની ૬૨ મી ગાથામાં જણાવેલ ત્રીશ પ્રકૃતિઓમાંથી સમ્યક્ત્વ મેહનીય સિવાયની ઓગણત્રીશ પ્રકૃતિઓની તિપિતાના ઉદયકાલે અન્ય પ્રકૃતિઓના સમથી એક આવલિકા ન્યૂત પિતાના મૂળકની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસતા થાય છે. અને તે આવલિકા ન્યૂન થયેલ ઉત્કૃષ્ટ સ્થિતિસતામાંથી સાકમાવલિકા વ્યતીત થયા બાદ ઉદવાવલિકાની ઉપરનાં સર્વ સ્થિતિસ્થાને ગત દલિ ઉદીરણાગ્ય હોવાથી ત્રણ આવલિકા ન્યૂન પિતાના મૂળક- ' અને ઉત્કટ સ્થિતિ પ્રમાણ ઉત્કૃષ્ટ ઉદીરણ ગ્ય સ્થિતિઓ હેય છે.