Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસહ-પાંચમું કાર આરંભી ત્રીજી ઈન્દ્રિય પર્યાપ્તિ જે સમયે પૂર્ણ થાય ત્યાં સુધી–તેટલા કાળ પર્યત પાંચ નિદ્રાઓની તથાસ્વભાવે ઉદીરણા થતી નથી માત્ર ઉદય જ પ્રવર્તે છે.
શેષ જ્ઞાનાવરણપંચક, દર્શનાવરણચતુષ્ક, અંતરાયપંચક, સંજવલન લે, ત્રણ વેદ, સમ્યકત્રમેહનીય, મિથ્યાત્વમોહનીય. નરકાસુ, તિર્યગાયુ અને દેવાયુ એ ત્રેવીસ પ્રકૃતિઓને છેલ્લી આવલિકામાં કેવળ ઉદય જ હોય છે ઉદીરણા હોતી નથી. તે આ પ્રમાણે
જ્ઞાનાવરણીયપંચક, દર્શનાવરણીયચતુષ્ક અને અંતરાયપંચક એ ચૌદ પ્રકૃતિએને. ક્ષીણ કષાય ગુણસ્થાનકની પર્યત આવલિકામાં કેવળ ઉદય જ પ્રવર્તે છે ઉદીરણ થતી નથી. કારણ કે તે વખતે તે સઘળી પ્રકૃતિએની છેલ્લી એક ઉદયાવલિકા જ શેષ રહી. છે. ઉદયાવલિકા ઉઘર કંઈપણ દલિક રહ્યું નથી અને ઉદયાવલિકામાં તે કોઈ કરણ પ્રવર્તતું જ નથી.
એ પ્રમાણે ક્ષેપકોણમાં સુમસં૫રાય ગુણસ્થાનકની પર્યત આવલિકામાં સંવલન લોભને કેવળ ઉદય હોય છે. મિથ્યાત્વ, સ્ત્રીવેદ, પુરૂષવેદ અને નપુંસકવેદ એ પ્રકૃતિઓને અંતકરણ કર્યા પછી પ્રથમ સ્થિતિની જ્યારે આવલિકા શેષ રહે ત્યારે કેવળ ઉદય જે પ્રવર્તે છે. ક્ષાયિક સમ્યક્ત્વ ઉપાર્જન કરતા સમ્યકત્વમોહનીય ક્ષય કરતાં કરતાં જ્યારે છેલ્લી એક આવલિકા શેષ રહે ત્યારે સમ્યકત્વાહનીયને પણ કેવળ ઉદય જ પ્રવર્તે છે ઉદીરણા થતી નથી.
નારકાયુ, તિગાયુ અને દેવાયુ એ ત્રણ આયુને પોતપોતાના ભવની છેલ્લી આવલિકામાં કેવળ ઉદય જ પ્રવર્તે છે, ઉદીરણા થતી નથી. કારણ કે ઉદયાવલિકાની અંતર્ગત સઘળા કર્મો ઉદીરણાને અયોગ્ય છે.
અહિં મનુષ્પાયુને ઉદીરણા વિના પણ કેવળ ઉદયકાળ દેશના પૂર્વકેટી પ્રમાણ પહેલા કહ્યો છે. માટે મિશ્રાદષ્ટિ આદિ ગુણસ્થાનકવાળાઓને મનુષ્પાયુને તેની છેલ્લી આવલિકામાં ઉદીરણાના અભાવે જે આવલિકામાત્ર ઉદયકાળ છે તે જુદે કહ્યો નથી પરંતુ તેની અંતર્ગત તેને પણ સમજી લેવાનો છે, કારણ કે પૂર્વકેટિનું જ્યારે કથન કરે ત્યારે આવલિકા માત્ર કાળ તે તેના એક અતિ નાના ભાગરૂપ છે તેથી પૃથફ ન કહ્યું હોય છતાં સામર્થ્યથી જ સમજી લેવાનું હોય છે.
આ પ્રમાણે ઉક્ત એકતાલીસ પ્રકૃતિઓ સિવાય શેષ પ્રકૃતિને જ્યાં સુધી ઉદય હોય છે ત્યાં સુધી ઉદીરણા હેય છે અને જ્યાં સુધી ઉદીરણા હોય છે ત્યાં સુધી ઉદય હોય છે અને સાથે જ શરૂ થાય છે સાથે જ નાશ પામે છે. ૯-૧૦૦
આ પ્રમાણે પ્રકૃત્યુદયમાં ઉદીરણાથી જે વિશેષ છે તે બતાવ્યો, હવે સાવાદિ પ્રરૂપણ કરવી જોઈએ, તે મૂળ પ્રકૃતિ વિષયક અને ઉત્તરપ્રકૃતિ વિષયક એમ બે પ્રકારે છે. તે બંને વિષયક પ્રરૂપણા કરવા ઈચ્છતા કહે છે