Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૨૬
પંચસંગ્રહ–પાંચમું દ્વાર એકેન્દ્રિયને અંતમુહૂર્ત પર્યત થાય છે. ત્યારપછી તે જ જીવને અધ્યવસાયનું પરાવર્તન થવાથી જ્યારે મંદપરિણામ થાય ત્યારે અજઘન્ય સ્થિતિબંધ થાય છે. ફરી પણ કાળાંતરે કે અન્ય ભવમાં વિશુદ્ધ પરિણામ થાય ત્યારે જઘન્ય સ્થિતિબંધ થાય છે. આ પ્રમાણે વારાફરતી થતા હોવાથી તે બંને સાદિ સાંત ભાંગે છે.
અને ઉત્ક્રા, અતુટ સ્થિતિબંધ સંશિ મિથ્યાષ્ટિને કમપૂર્વક થાય છે. સર્વ સંકિલષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ થાય અને મધ્યમ પરિણામે અનુહૂર્ણ થાય માટે તે બને સાદિ સાંત ભાંગે છે.
જે પ્રકૃતિને જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પહેલે ગુણઠાણે થતો હોય તેના અજઘન્ય અને અનુલ્ક સ્થિતિબંધમાં તે બંને વારાફરતી થતા હોવાથી સાદિ અને સાંત એ બે જ ભાંગા ઘટે છે.
જે પ્રકૃતિઓને જઘન્ય અથવા ઉત્કૃષ્ટ બંધ ઉપરના ગુણઠાણે થતો હોય તેના અજઘન્ય કે અનુત્કૃષ્ટ ઉપર ચાર ભાંગા ઘટે છે, કારણ કે ઉ૫રના ગુણઠાણે નહિ ચડેલા, નહિ ચડનાશ અને ચડીને પડનારા જ હોય છે. આ નિયમને અનુસરી ભાંગ ઘટાવી લેવાના છે.
શેષ અવબંધિ પ્રકૃતિએના ચારે વિકલ્પ તેઓને બંધ જ અધુવ હેવાથી સાદિ સાંત ભાંગે જાણવા. ૬૧
હવે પૂર્વોક્ત ગાથામાં કહેલ જઘન્યાદિ ભાંગાને મંદ બુદ્ધિવાળા શિષ્યના ઉપકાર માટે વિશેષ વિચાર કરે છે–
अटारसण्ह खवगो बायरएगिदि सेसधुवियाणं । पज्जो कुण जहन्नं साईअधुवो अओ एसो ॥१॥ अष्टादशानां आपको वादरैकेन्द्रियः शेषधुववन्धिनीनाम् । पर्याप्तः करोति जघन्यं साधध्रुवोऽत एषः ॥६॥
અર્થ-જ્ઞાનાવરણીયાદિ અઢાર પ્રકૃતિને જઘન્ય સ્થિતિબંધ સપક કરે છે અને શેષ ધવબંધિની પ્રકૃતિએને પર્યાપ્ત આદર એકેન્દ્રિય કરે છે. આ હેતુથી એ સાદિ સાંત ભાંગે છે.
કાનું–જ્ઞાનાવરણ પચક, અંતરાય પંચક, દર્શનાવરણ ચતુષ્ક અને સંતવલન ચતુષ્ક, એ પૂર્વોક્ત આહાર પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિબંધ ક્ષપક તે તે પ્રકૃતિઓના અંધવિચ્છેદ સમયે કરે છે. તેમાં સંજવલનચતુષ્કો અનિવૃત્તિ બાદર ગુણસ્થાનકે અને શેષ પ્રકૃતિઓને સૂકમપરાય ગુણસ્થાનકે કરે છે. કારણ કે આ સઘળી પ્રકૃતિઓ અશુભ છે, અશુભ પ્રકૃતિએને જઘન્ય સ્થિતિબંધ વિશુદ્ધ પરિણામ હોય ત્યારે