Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
६७८
આહારકતિક મૂળ આઠે કમને અને દેવગતિ પ્રાયોગ્ય એકત્રીશ પ્રકૃતિને અંધક જઘન્યાગે વર્તમાન અપ્રમત્ત સયત જઘન્ય પ્રદેશબંધને સ્વામિ છે.
દેવદ્રિક, વેકિયકિ અને તીર્થકર નામકર્મ એ પાંચ પ્રકૃતિએના ભવ પ્રથમ સમયે વર્તમાન જઘન્ય ચાગિ અવિરતિ સમ્યગ્દષ્ટિ, જઘન્ય પ્રદેશબંધને સ્વામિ છે.
તેમાં તીર્થંકર નામકર્મને બંધક દેવ અથવા નારકી અનુક્રમે દેવભવમાંથી અથવા નરકભવમાંથી ચ્યવને મનુષ્યભવમાં ઉત્પન્ન થતે ઉ૫ત્તિના પ્રથમ સમયે વર્તમાન મનુષ્ય દેવગતિપ્રાગ્ય તીર્થકર નામકર્મ સહિત એગણત્રીશ પ્રકૃતિ આધતે, જઘન્ય ગિ, વૈક્રિયદ્રિક અને દેવદ્રિકને જઘન્ય પ્રદેશબંધ કરે છે.
અહિં એમ શંકા થાય કે ઉક્ત ચાર પ્રકૃતિઓનો અસંગ્નિમાં શા માટે જઘન્ય પ્રદેશબંધ ન થાય? કારણ કે સંથિી અસંગ્નિમાં યોગ અલ્મ છે. તેના ઉત્તરમાં કહે છે કે--અહિં અસંસિ બે પ્રકાર છે. તે આ પ્રમાણે-૧ પર્યાપ્ત, ૨ અપર્યાપ્ત. તેમાં અપર્યાપ્તાને તે દેવગતિ પ્રાયોગ્ય કે નરકગતિ પ્રાથ બંધ જ થતું નથી પર્યાપ્તાને જ થાય છે અને પર્યાપ્ત અસંસિને અપર્યાપ્ત સંરિના ચાણસ્થાનકથી અસં. ખ્યાતગુણ રોગ હોય છે. - શતકર્ણિકાર કહે છે કે-“સંસિ અપર્યાપ્તાના યોગથી અસશિ પર્યાપ્તાને ચગ અસંખ્યાતગુણ હોય છે.
માટે અસંશિમાં જઘન્ય પ્રદેશબંધ ઘટી શકતું નથી. તેથી ભવના પ્રથમ સમયે વર્તમાન અવિરતિ સમ્યગ્દષ્ટિ મનુષ્ય એ ચાર પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશબંધને સ્વામિ કહ્યો છે.
આ કહેવા વડે કઈ એમ કહે છે કે હીનબળવાળા અસંગ્નિમાં કિયષકને જઘન્ય પ્રદેશબંધ થાય છે તેનું ખંડન કર્યું છે એમ સમજવું.
તીર્થંકરનામકને તીર્થકરનામકર્મને બાંધનાર મનુષ્ય કાળ કરીને દેવમાં ઉત્પન્ન થાય ત્યાં ભવના પ્રથમ સમયે જઘન્ય યોગસ્થાનકે વર્તતે તીર્થકર નામકમ સહિત મનુષ્યબાય ત્રીશ પ્રકૃતિ બાંધનાર દેવ જઘન્ય પ્રદેશબંધ કરે છે. પૂર્વાચાર્યોએ તેમ જ પ્રતિપાદન કરેલું હોવાથી અન્યત્ર તેને જઘન્ય પ્રદેશબંધ થતું નથી. - શતકર્ણિમાં કહ્યું છે કે-તીર્થકરનામકમને બંધક મનુષ્ય કાળ કરીને દેવમાં ઉત્પન્ન થાય તેને પ્રથમ સમયે મનુષ્યગતિ ચોગ્ય તીર્થંકરનામકર્મ સહિત ત્રીશ પ્રકૃતિ બાંધતા સર્વ જઘન્ય ગે વર્તતાં તીર્થકરનામકમને જઘન્ય પ્રદેશબંધ થાય અન્યત્ર ન થાય.”
૧ અહિં અન્યત્ર ન થાય એમ કહ્યું છે માટે તીર્થકરના મકમ બાંધી નરકમાં જનારને તી. કરનામકર્મ સાથે મનુષ્ય પ્રાપ્ય ત્રીશ પ્રકૃતિ બાંધતા તીર્થંકરનામકર્મને જન્ય પ્રદેશધ ન થાય એમ સમજવું હેતુ એ જણાવે છે કે દેવથી નરકમાં ભવના પ્રથમસમયે પણ વેગ વધારે હવે જોઈએ.