Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
એચસંગ્રહ-પાંચમું દ્વાર
અસંખ્યાતા કાકાશના જેટલા પ્રદેશ થાય તેટલા સમય પ્રમાણ હોય. એ પ્રમાણે -વાયુકાર્ય માટે પણ સમજવું?”
વૈક્રિયદ્રિક અને દેવદ્ધિક જઘન્ય એક સમય બંધાય. કારણ કે તે પરાવર્તન માન પ્રકૃતિએ છે, બીજે સમયે તથા પ્રકારના અધ્યવસાયના ચોગે તેની વિધિની પ્રકૃતિએ બંધાઈ શકે છે. ઉત્કૃષ્ટથી ત્રણ પાપમ પત બંધાય છે. કારણ કે અસંખ્ય વર્ષના આયુવાળા તિય અને મનુષ્ય જન્મથી આરંભી મરણપર્યત એ જ પ્રકૃતિઓ બાંધે છે. તે યુગલિક ઉત્કૃષ્ટથી ત્રણ પાપમના આયુવાળા જ હોય છે માટે તેને ઉત્કૃષ્ટથી તેટલે નિરંતર અંધકાળ કહો છે.
ચારે આયુ ઉત્કૃષ્ટથી નિરંતર અંતમુહૂર્ત સુધી જ બંધાય છે અધિક કાળ બંધાતા નથી. તેમાં કારણ તથા પ્રકાર જીવસ્વભાવ જ છે. ૯૩
देसूणपुवकोडी सायं तह असंखपोग्गला उरलं । परघाउस्सासतसचउपणिदि पणसिय अयरसयं ॥९॥ देशोना पूर्वकोटौं सातं तथासंख्यपुद्गलानुरलम् । पराधातोच्छ्वासत्रसचतुष्कपश्चन्द्रियाणि पश्चाशीतमतरशतम् ॥९॥
અર્થ–સાતવેદનીય ઉત્કૃષ્ટથી દેશના પૂર્વટિ પર્યત ઔદારિકશરીર નામર્મ અસંખ્યાતા પુદગલ પરાવર્તન પર્યત અને પરાઘાત, ઉચ્છવાસ, ત્રસચતુષ્ક અને પંચે"ન્દ્રિયજાતિ નામકર્મ એકસે પચાશી સાગરોપમ પર્યત નિરંતર બંધાય છે.
ટીકાનુ–સાતવેદનીયકર્મ જઘન્યથી એક સમય બંધાય છે. કારણ કે પરાવર્તમાન પ્રકૃતિ હોવાથી બીજે સમયે તથા પ્રકારના અધ્યવસાયરૂપે સામેથીનો વશથી તેની ‘વિધિ પ્રકૃતિને બંધ થઈ શકે છે, તેથી સાતવેદનીયને જઘન્ય એક સમયમાત્ર અધકાળ ઘટે છે. પરાવર્તમાન પ્રકૃતિને જઘન્યથી એક સમયમાત્ર અંધકાળ હવામાં આગળ પણ આ જ કારણ સમજવું. ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ કેટિ પત નિરંતર બંધાય છે. કારણ કે ઉત્કૃષથી સગિકેવળી ગુણસ્થાનકને એટલો કાળ છે અને ત્યાં એકલી 'સાતાને જ બંધ થાય છે, અસાતાને થતું નથી.
૧ તેરમા ગુણસ્થાનકને દેશોનપૂર્વકેટીકાળ હેવાથી સાતાને ઉત્કૃષ્ટ બધકાળ તેટલો ઘટે છે. અન્યત્ર તે અંતર આત પરાવર્તમાન પ્રકૃતિ હોવાથી પલટાયા કરે છે. આ પ્રમાણે દરેક પરાવતમાન પ્રકૃતિ માટે સમજવું જયાં જયાં જે જે પરાવર્તમાન પ્રકૃતિએને નિરંતર ત્રણ પાપમાદિ બધકાળ કહ્યું હોય ત્યાં ત્યાં તેની વિધિની પ્રકૃતિએ ગુણ પ્રત્યયે કે ભવ પ્રત્યયે બધાની નથી માટે કહ્યો છે. જ્યાં જવાં વિધી પ્રકૃતિએ બધાતી હોય ત્યાં ત્યાં તે અતિ ઉત્કૃષ્ટ નિરતર બંધકાળ સમજવો વન્ય સર્વત્ર સમય સમજ.