Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસંગ્રહ-પાંચમું દ્વાર
૬૭
પચ્ચીસાદે પ્રકૃતિના અંધકને ઘણા ભાગ થતા રહેવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થતું નથી. કેવળજ્ઞાની મહારાજે તેમ જ દેખેલ છે. ત્યારપછી સમયાતરે અનુત્યુષ્ટ થાય વળી ફરી કાળાન્તરે ઉત્કૃષ્ટ થાય. આ પ્રમાણે ક્રમશઃ થતું હોવાથી તે બંને સાદિ સાંત છે.
જઘન્ય-અજઘન્ય પ્રદેશબંધ ગાથાની શરૂઆતમાં જેમ ત્રીશ પ્રકૃતિ આશ્રયી -ઘટાવ્યા તેમ અહિં પણ ઘટાવી લેવા.
તથા અધુવબંધિની સઘળી પ્રકૃતિઓના ઉત્કૃષ્ટાદિ ચારે વિકલ્પ તેઓને મધ જ અધુર હોવાથી સાદિ સાત ભાગે જાણવા.
આ પ્રમાણે સાવાદિ ભંગની પ્રરૂપણા કરી. હવે સ્વામિત્વને વિચાર કરો. જોઈએ. તે બે પ્રકારે છે– ઉત્કૃષ્ટ પ્રદેશવિષયક. ૨ જઘન્ય પ્રદેશવિષયક. વળી તે એક એક બેબે પ્રકારે છે-૧ મૂળ પ્રકૃતિ વિષયક, ૨ ઉત્તરપ્રકૃતિ વિષયક તેમાં પહેલા મૂળ અને ઉત્તર પ્રકૃતિવિષયક ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિત્વને વિચાર કરે છે–
ના હું વંતો વહેરો તાગ તવ यासां यत्र वन्धान्त उत्कृष्टस्तासां तत्रैव ॥८९॥
અર્થ–જે પ્રકૃતિઓના બંધને જ્યાં અન્ત થાય ત્યાં પ્રાયઃ તે પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સમજ.
ટીકાનુ–જે પ્રકૃતિઓને જે સ્થાને બંધવિચ્છેદ થાય છે તે પ્રકૃતિને પ્રાયઃ ત્યાં જ ઉત્કૃષ્ટ પ્રદેશમાં ધ સમજે. તાત્પર્ય એ કે-જે સ્થાને અંધવિચ્છેદ થાય છે તે સ્થાનને પ્રાપ્ત થયેલા ઉત્કૃષ્ટ યોગસ્થાનકે વર્તતા આત્માઓ તે પ્રકૃતિએના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિ જાણવા.
અતિ સંક્ષેપમાં કહેલી ઉપરોકત હકીકતને સવિશેષતઃ વિચાર કરે છે. તેમાં ‘પણ મૂળ પ્રકૃતિ વિષયક ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિત્વને વિચાર કરે છે.
આયુકર્મના મિથ્યાષ્ટિ, અવિરતિ સભ્યદષ્ટિ, દેશવિરતિ, પ્રમત્તસંયત અને અપ્રસતસંયત એ પાંચ ગુણસ્થાનકે વર્તતા ઉત્કૃષ્ટ ચોગસ્થાનવર્તિ આત્માઓ ઉત્કૃષ્ટ પ્રદેશબધના સ્વામિ છે, કારણ કે આ સઘળા ગુણસ્થાનકવાળાઓને ઉત્કૃષ્ટ ગસ્થાનક અને આયુના બંધને સંભવ છે.
શંકા–સાસ્વાદન ગુણસ્થાનકવર્તિ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ કેમ નથી હોત?
ઉત્તર–તેને ઉત્કૃષ્ટ ચગસ્થાનકને જીવસ્વભાવે અસંભવ છે. એ અસંભવને વિશેષતઃ પુષ્ટ કરે છે જે સાસ્વાદન ગુણસ્થાનકવર્તિ આત્માને