Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસંગ્રહ-પાંચમું દ્વાર
* હવે ઉત્તર પ્રકૃતિવિષયક સ્વામિત્વને વિચાર કરે છે--જ્ઞાનાવરણપચક, દર્શના વરણચતુષ્ક અને અંતરાયચક એ ચૌદ પ્રકૃતિએને ઉત્કૃષ્ટ યોગાનકને પ્રાપ્ત થયેલ સૂમસં૫રાયવર્તિ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. કારણ કે મોહનીય અને આયુના ભાગને પણ તેમાં સમાવેશ થાય છે અને દર્શનાવરણચતુષ્કમાં સ્વાતીય અખધ્યમાન નિદ્રાપંચકના ભાગને પ્રવેશ થાય છે.
સંજવલન ક્રોધ, માન, માયા અને લેભને ઉત્કૃષ્ટ યોગસ્થાનકે વર્તમાન અનિવૃત્તિ બાદર સંપરીયવાર આત્મા અનુક્રમે ચાર ત્રણ બે અને એક પ્રકૃતિને જ્યારે આંધ હોય ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. બંધ આશ્રયી વિચ્છિન્ન થયેલી પ્રકૃતિઓના ભાગને પ્રવેશ થાય છે માટે
નિદ્રાઢિકના અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભી અપૂર્વકરણ પર્યાવતિ ઉત્કૃષ્ટ ચાગસ્થાનકે વર્તમાન સાતકમને બંધક આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. આ સઘળા ગુણસ્થાનકોમાં ઉણ ગ અને તે પ્રકૃતિના બ ધને સંભવ છે અને થીણુદ્ધિત્રિક અને આયુના ભાગને પ્રવેશ થાય છે.
ભય અને જુગુપ્સાને ઉત્કૃષ્ટ સ્થાનકે વર્તમાન અપૂર્વકરણ ગુણસ્થાનકવર્તિ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. કારણ કે તેને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરતા મિથ્યાત્વ, અનંતાનુબ ધિ, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણાદિ પ્રકૃતિએના ભાગને તેમાં પ્રવેશ થાય છે માટે.
અપ્રત્યાખ્યાનાવરણ કષાયને સાતને બંધક ઉત્કૃષ્ટ વેગે વર્તમાન અવિરતિ સમ્યદૃષ્ટિ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. કેમકે આયુના ભાગને તેમ જ મિથ્યાત્વ અને અનંતાનુબંધિના ભાગને તેમાં પ્રવેશ થાય છે.
પ્રત્યાયાનાવરણય કષાયને સાતને બંધક, ઉત્કૃષ્ટ ચગસ્થાનકને પ્રાપ્ત થયેલ દેશવિરતિ આત્મા, ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. મિથ્યાત્વ, અનંતાનુબંધિ, અપ્રત્યાસ્થાનાવરણ અને આયુના ભાગનો તેમાં પ્રવેશ થાય છે માટે.
તેજસ, કામણ, અગુરુલઘુ, ઉપઘાત, વર્ણચતુષ્ક અને નિર્માણ એ નવપ્રકૃતિઓને સાતકમને બંધક, તેમાં પણ નામકર્મની એકેન્દ્રિયગ્ય ત્રેવીસ પ્રકૃતિ બાંધતે, ઉત્કૃષ્ટ ચાણસ્થાનકે વર્તમાન, મિથ્યાષ્ટિ આત્મા એક કે બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે.
મિથ્યાત્વ, અનંતાનુબંધિ અને સ્વાદ્વિત્રિકરૂપ ધ્રુવનંધિ પ્રવૃતિઓના અને નામવાર દરેક અધવબધિની પ્રકૃતિએના લઘુ ઉપાય-સહેલી યુક્તિ બતાવવા દ્વારા ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિ ગ્રંથકાર મહારાજ આગળ ઉપર પોતાની મેળે જ કહેશે. ૮૯
હવે પૂર્વોક્ત ત્રીશ પ્રકૃતિએને જે અત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ આદિ ચાર પ્રકારે