Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસંગ્રહ-પાંચમું હાર
૨૭૫
ઉત્કટ યોગસ્થાનકે વર્તમાન સૂમસં પરાયવર્તિ આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. કારણ કે આયુના અને મોહનીયના ભાગને અને યશકીર્તિમાં અખધ્યમાન સ્વજાતીય પ્રકૃતિએના ભાગને પણ પ્રવેશ થાય છે.
પુરુષવેદને અનિવૃત્તિ બાદર સંપરાયવર્તિ ઉત્કૃગી આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. કારણ કે મિથ્યાત્વ અને અનંતાનુબંધિ આદિ પ્રવૃતિઓના ભાગને પણ પ્રવેશ થાય છે.
દેવગતિ પ્રાયોગ્ય તીર્થકર નામકર્મ સાથે ઓગણત્રીશ પ્રકૃતિ પ્રાંત અવિરત સમ્યગ્દષ્ટિથી આરંભી અપૂર્વકરણના છઠ્ઠા ભાગ સુધીમાં ઉત્કૃષ્ટ ચેણે વર્તમાન આત્મા તીર્થકર નામકર્મના ઉત્કૃષ્ટ પ્રદેશબંધન સ્વામિ છે.
ઉત્કૃષ્ટ ચગે વર્તમાન અપ્રમત્તાસંયત તથા અપૂર્વકરણવર્તિ આહારદ્ધિક સહિત દેવગતિ એગ્ય ત્રીશ પ્રકૃતિને અંધક આત્મા આહારદ્ધિકના ઉત્કૃષ્ટ પ્રદેશબંધને રવામિ છે.
કહ્યું છે કે– આહારકહિકના બંધમાં અપ્રમત્ત અને અપૂર્વકરણ બંને ગ્રહણ કર્યા છે. ઉ ચગે વર્તમાન તે બંનેને દેવગતિ ગ્ય આહારદ્ધિક સાથે ત્રીશ આધતા ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. એકત્રીશના બંધમાં થતું નથી. કારણ કે ભાગ ઘણા થાય.”
તથા હાસ્ય, રતિ, અરતિ અને શોક મેહનીયના ઉત્કૃષ્ટ વેગે વર્તમાન અવિરતિ સમ્યગ્દષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે.
તથા તિક, અસાતવેદનીય, નીચગવ્ય, સ્ત્રીવેદ અને નપુંસકવેદને સાત કમને બંધક મિથ્યાષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. - હડકસંસ્થાન, સ્થાવર, અયશકીર્તિ, ઔદારિક પ્રત્યેક, સાધારણ, સૂમ, બાદર, એકેન્દ્રિય જાતિ અને અપર્યાપ્ત નામકર્મ એ સઘળી પ્રકૃતિના એકેન્દ્રિયગ્ય ત્રેવીસ પ્રકતિને બંધક ઉત્કૃષ્ટ ગે વર્તમાન મિથ્યાષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે.
૧ અહિં એકલા અવિરત સમ્યગદષ્ટિ લીધા છે. પરંતુ કમ ગ્રંથની ટીકામાં અવિરતિ સમ્યગદષ્ટિથી અપૂર્વકરણ સુધીના ઉત્કૃષ્ટ ગે વત્તતા સઘળા લીધા છે. પરંતુ અહિં એમ લાગે છે કે મેહનીયની સત્તર અને તે પ્રકૃતિના બંધક ચોથા પાંચમાવાળા ન લેવા જોઈએ. પરંતુ નવ પ્રકૃતિના બંધક છઠ્ઠા સાતમા અને આઠમા ગુણસ્થાનકવાળા લેવા જોઈએ. કારણકે તેઓને અલ્પ પ્રકૃતિઓનો બંધ છે અને અધ્યયન મિથ્યાત્વ, અનંતાનુબંધ અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણને ભાગ પણ પ્રાપ્ત થાય છે. એટલે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ તેઓ જ કરી શકે એમ લાગે છે. તત્વ કેવળગમ્ય,
૨ તિવગઠિકાદિ પ્રવૃતિઓ સમ્યગદષ્ટિ બાધતા નથી માટે મિલાદષ્ટિ તેના ઉત્કૃષ્ટ પ્રદેશમાં થતા રવામિ છે તે બરાબર છે. પરંતુ અસાતવેદનીયને તે સમ્યકતવી પણ બાધે છે માટે તે પણ તેના ઉક પ્રદેશબંધનો સવામિ હવે જોઈએ. કર્મગ્રથની ટીકામાં લીધે છે.