Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
$300 પંચસંગ્રહ-પાંચમું દ્વાર
शुभध्रुववन्धिनीनामनुत्कृष्टः चतुर्दाऽजघन्योऽशुभधुववन्धिनीनाम् । सायध्रुवाः शेषाः चत्वारोऽप्यध्रुवबन्धिनीनाम् ॥६६॥
અર્થ–શુભ ધ્રુવબંધિની પ્રકૃતિને અનુશ્રુષ્ટ રસબંધ અને અશુભ ધ્રુવMધિની પ્રકૃતિને અજઘન્ય રસબંધ ચાર પ્રકારે છે. શેષ બધે સાદિ સાંત છે તથા અધ્રુવઅંધિ પ્રકૃતિએના ચારે સાદિ સાંત છે.
ટિકાનું–શુભ ધ્રુવનંધિની–તેજસ, કામણ, પ્રશસ્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ અને નિર્માણ એ આઠ પ્રકૃતિને અનુત્કૃષ્ટ રસબંધ સાદિ, અનાદિ ધ્રુવ અને અધુર એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે –
એ આઠે પ્રકૃતિને ઉત્કૃષ્ટ રસબંધ ક્ષેપકને અપૂર્વકરણે ત્રીશ કર્યપ્રકૃતિઓને જે સમયે અંધવિચ્છેદ થાય છે તે સમયે એક સમય માત્ર થાય છે. એક સમય જ થતો હોવાથી સાદિ સાંત છે. તે સિવાય અન્ય સઘળે રસબંધ અતુહૃષ્ટ છે. તે ઉપશમણિમાં બંધવિચ્છેદ થયા પછી થતું નથી ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત નથી કર્યું તેઓને અનાદિ અને ધ્રુવ અધુવ અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ છે.
અશુભ યુવબધિજ્ઞાનાવરણપચક, દર્શનાવરણનવક, મિથ્યાત્વ, સેળ કષાય, ભય, જુગુપ્સા, ઉપઘાત, અપ્રશસ્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને અંતરાયપંચક એ તેતાલીસ પ્રકૃતિઓને અજઘન્ય અનુભાગબંધ સાદિ અનાદિ કવ અને અધુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે –
જ્ઞાનાવરણપંચક, અંતરાયચક અને દર્શનાવરણચતુષ્ક એ ચૌદ પ્રકૃતિએને જઘન્ય અનુભાગબંધ ક્ષેપકને સૂમસં૫રાય ગુણસ્થાનકના ચરમ સમયે થાય છે. સંવલન ચાર કષાયને અનિવૃત્તિ બાદરગુણસ્થાનકે વર્તતા ક્ષેપકને તે તે પ્રકૃતિના બંધવિચ્છેદ સમયે થાય છે. નિદ્રા, પ્રચલા, ઉપઘાત, ભય, જુગુપ્સા અને અપ્રશસ્ત વર્ણન ચતુષ્ક એ પ્રકૃતિએને ક્ષપકશ્રેણિમાં અપૂર્વકરણ ગુણસ્થાનકે તે તે પ્રકૃતિના અંધવિચ્છેદ સમયે થાય છે. પ્રત્યાખ્યાનાવરણીય ચાર કષાયને સંયમને પ્રાપ્ત કરવા ઇરછતા દેશવિરતિને સ્વગુણસ્થાનકના ચરમ સમયે વર્તતા થાય છે. અપ્રત્યાખ્યાનાવરણીય ચાર કષાયને ક્ષાયિક સમ્યકત્વ અને સંયમ એ બંનેને એકી સાથે એક સમયે પ્રાપ્ત કરતા અવિરતિ સમ્યગુષ્ટિ જીવને થાય છે. કારણ કે તેના બાંધનારાએમાં તેઓને જ અતિ વિશુદ્ધ અધ્યવસાય છે. ત્યાનદ્ધિવિક, મિથ્યાત્વ અને અનતાતુર્માધિ કષાય એ આઠ પ્રકૃતિને સમ્યકત્વ અને સંયમ એ બંનેને યુગપતુ એક જ સમયે પ્રાપ્ત કરવા ઈચ્છતા મિથ્યાષ્ટિને ચરમસમયે જઘન્ય રસબંધ થાય છે. કારણ કે તે તે પ્રકૃતિ બાંધનારા છમાં તે જ અતિ નિર્મળ પરિણામવાળા છે માટે તેઓ જ