Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
૬૪૭
स्थिरशुभयशसातानां सप्रतिपक्षाणां मिथ्यादृष्टिः सम्यग्दृष्टिा । मध्यमपरिणामः करोति स्थावरैकेन्द्रिययोमिथ्यादृष्टिः ॥७३॥
અર્થ–સપ્રતિપક્ષ સ્થિર, શુભ, યશકીર્તિ અને સાતવેદનીયને મધ્યમ પરિણામવાળો સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાષ્ટિ જઘન્ય રસબંધ કરે છે. તથા સ્થાવર અને એકેન્દ્રિય જાતિને મિથ્યાષ્ટિ જઘન્ય રસબંધ કરે છે.
ટીકાનું–પિતાની પ્રતિપક્ષ પ્રકૃતિ અસ્થિર, અશુભ, અયશકીર્તિ અને અસાતવેદનીય સાથે સ્થિર, શુભ, યશકીર્તિ અને સાતવેદનીય–કુલ આઠ કર્મપ્રકૃતિઓને મધ્યમ પરિણામે–પરાવર્તમાન પરિણામે વત્તા સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાષ્ટિ જઘન્ય રસબંધ કરે છે.
જે સ્થિતિસ્થાનકથી જે સ્થિતિસ્થાનક પર્વત ઉપરોક્ત પ્રકૃતિએ પરાવર્તનપણે અંધાય છે તેટલા સ્થાનકમાં વસતા આત્માઓ તે પ્રકૃતિને જઘન્ય રસબંધ કરે છે. કારણ કે સર્વવિશુદ્ધ પરિણામે કેવળ સાતવેદનીયાદિ શુભ પ્રવૃતિઓને અને સર્વસં. ક્લિષ્ટ પરિણામે કેવળ અસાતવેદનીયાદિ અશુભ પ્રકૃતિએને ઉત્કૃષ્ટ રસબંધ થાય છે, તે હેતુથી મધ્યમ પરિણામ યુક્ત સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાષ્ટિ સપ્રતિપક્ષ ઉપરોક્ત પ્રકૃતિઓના જઘન્ય રસધને સ્વામિ થાય છે.
તથા સ્થાવર અને એકેન્દ્રિયજાતિને નારકી વિના શેષ ત્રણ ગતિને મિથ્યાષ્ટિ મધ્યમ પરિણામે વર્તતે આત્મા જઘન્ય રસબંધન સ્વામિ છે. કેમકે સર્વ વિશુદ્ધ પરિણામે વત્તતે આત્મા પંચેન્દ્રિય જાતિ અને સનામકર્મ બાંધે છે અને સવસક્લિષ્ટ -પરિણામે સ્થાવર અને એકેન્દ્રિયજાતિને ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. માટે મધ્યમ પરિમયુક્ત આત્મા અને પ્રકૃતિએના જઘન્ય રસબંધને સ્વામિ કહ્યો છે.
આતમ નામકર્મના સર્વસંકિલષ્ટ પરિણામવાળા ઈશાન સુધીના મિથ્યાષ્ટિ દે -જઘન્ય રસબંધના સવામિ છે. તેના બાંધનારાઓમાં તેઓ સર્વસંક્લિષ્ટ પરિણામવાળા છે માટે. આતપ નામકર્મ માટે છે કે ગાથામાં નથી કહ્યું છતાં ગુરુમહારાજના વચનથી અને ગ્રંથાંતરથી જણાય છે. ૭૩
सुसराइ तिन्नि दुगुणा संठिइसंघयणमणुयविहजुयले । उच्चे चउग मिच्छा अरईसोगाण उ पमत्तो ||७|| सुस्वरादीनां त्रयाणां द्विगुणानां संस्थानसंहननमनुजविहायोगतियुगलानाम् । उच्चैर्गोत्रस्य चतुर्गतिको मिथ्यादृष्टिररतिशोकयोस्तु प्रमत्तः ॥७४॥ અર્થ–સુરાદિ ત્રણને બમણી કરીએ એટલે સુસ્વરત્રિક અને સ્વરત્રિક એમ