Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
૬૫૭
- હવે જીવ વડે ગ્રહણ કરાતાં તે કમાય પુદગલ દ્રવ્યો જે નિયત દેશ, કાળ અને સ્વરૂપની અપેક્ષાએ વિચારીએ તે ગ્રહણ આશ્રયીને સાદિ છે. કારણ કે તેવા સ્વરૂપવાળા તે પુદ્ગલ દ્રવ્યે તે જ વખતે ગ્રહણ કરાયેલ છે અને જે માત્ર કમરૂપે પરિણામ આશ્રયી પ્રવાહની અપેક્ષાએ વિચારીએ તે અનાદિ છે. કારણ કે અનાદિ કાળથી જ કર્મયુગલોને ગ્રહણ કર્યા કરે છે.
તાત્પર્ય એ કે કર્મ પ્રતિસમય બંધાતું હોવાથી તે અપેક્ષાએ સાદિ અને પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે. ૭૭ - આ પ્રમાણે ત્યાં અવગાહીને રહેલા કર્મને જે રીતે ગ્રહણ કરે છે તેનું પ્રતિપાદન કર્યું. હવે એક અધ્યવસાય વડે ગ્રહણ કરાયેલ કર્મલિકના ભાગવિભાની પ્રરૂપણા માટે કહે છે–
कमसो वुकठिईणं भागो दलियस्स होइ सविसेसो । तइयस्स सबजेट्टो तस्स फुडतं जओ गप्पे ॥७८|| क्रमशो बृहस्थितीनां भागः दलिकस्य भवति सविशेषः । तृतीयस्य सर्वज्येष्ठस्तस्य स्फुटत्वं यतो नाल्पे ॥७८||
અર્થમેટી સ્થિતિવાળા કર્મોના દલિકને ભાગ અનુક્રમે મોટો મોટો હોય છે. માત્ર ત્રીજા વેદનીયકમને ભાગ સર્વથી વધારે છે, કારણ કે અ૫ ભાગ હોય છે તેનું ફુટપણું ન થાય.
ટકાનુ–કોઈપણ વિવક્ષિત સમયે એક અધ્યવસાયથી ગ્રહણ કરાયેલ દલિકના -કર્મપરમાણુના સમૂહને ભાગ અનુક્રમે માટે માટે હોય છે.
કોને માટે હોય છે? માટી સ્થિતિવાળા કમને. અહિં પણ કાકાશિગોલક૧ અહિં એમ શંકા થાય છે જેમ વધારે પેગ હેય ત્યારે વધારે પુગલે ગ્રહણ કરે અલ્પ હોય ત્યારે અલ્પ ગ્રહણ કરે તેમ એમ કેમ ન બને કે જે જીવપ્રદેશે વધારે વેગ હેય ત્યાં વધારે કમને સંબંધ થાય અલ્પ રોગ હોય ત્યાં અલ્પ કર્મને સંબંધ થાય? તેના ઉત્તરમાં સમજવાનું કે છત્ર એક અખંડ દ્રવ્ય છે એટલે ભલે પ્રયત્ન એવો હોય છતાં કમને સંબધ ઓછોવતો હે નથી જે એક પ્રદેશનું કમ તે સઘળાનું અને જે સધળાનું તે એકનું હોય છે. એક પ્રો જેટલો અને જેવા પ્રકારનો અનુભવ હોય તેટલો અને તેવા પ્રકારને સંપૂર્ણ આત્મામાં અનુભવ થાય છે. આત્મપ્રદેશ કહીએ છીએ ત્યાં પ્રદેશની માત્ર કલ્પના છે વારતવિક નથી. એટલે ઉપરોક્ત શંકાને સ્થાન નથી.
૨ લેકમાં એમ કહેવાય છે કે કાગડાને ડાળો એક હોય છે. જે બાજુ તે જુએ તે આખ સાથે તેને સંબંધ થાય છે એટલે એક ડાળાને બે બાજુ સબંધ થાય છે. એમ જ્યાં એક શબ્દને બે બાજુ સંબંધ હોય ત્યાં કાકાક્ષિાલકન્યાય કહેવાય છે. અહિં વધતી સ્થિતિવાળા એ શબ્દ સાથે શ્રમશાં શબ્દને સંબંધ છે અને વિશેષાધિક શબ્દ સાથે પણ સંબંધ છે એટલે એ અર્થ થાય છે કે અનુક્રમે વધતી રિથતિવાળા કમને અનુક્રમે મોટે ભાગ હોય છે.