Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
- પથસંગ્રહ-પાંચમું દ્વાર
હવે આયુના વિષયમાં પરની શંકાનું નિરાકરણ કરવા ઈચ્છતા કહે છે– उक्कोसमाइयाणं आउम्मि न संभवो विसेसाणं । . एवमिणं किंतु इमो नेओ जोगट्टिइविसेसा ||२|| રાતીનાં સાપ ન હંમવા વિરોણા ' . વુિં રિસ
સ્થિવિશેષા રા અર્થ–ઉત્કૃષ્ટ આદિ વિશેને આયુમાં સંભવ નથી કારણ કે આસુ બંધાય ત્યારે આ કર્મ બંધાતા હોવાથી મૂળ પ્રકૃતિની અપેક્ષાએ સર્વદા આઠમે ભાગ સરખી રીતે જ આવે છે. એવા શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે એ પ્રમાણે જ, એ છે પરંતુ ઉત્કૃષ્ટ આદિ જે વિશેષ છે તે રોગ અને સ્થિતિના ભેદથી છે, માટેઉત્કૃષ્ટ આદિ વિશેષાને સંભવ છે. ૮૨
ટીકાનું –અહિં શિષ્ય પ્રશ્ન કરે છે કે આયુના સંબંધમાં ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ જઘન્ય અને અજઘન્યરૂપ વિશેષને સંભવ નથી. કારણ કે- જ્યારે આયુ બંધાય ત્યારે આઠ કર્મ બંધ થતું હોવાથી તેના અંધકાને તેના ભાગમાં મૂળ પ્રકૃતિની અપેસાએ હંમેશા આઠમો ભાગ આવે માટે ન્યાયની રીતે હમેશાં તેનાં ભાગમાં સરખી જ -વગણાઓ પ્રાપ્ત થાય, ઓછીવત્તી નહિ. તે પછી ઉત્કૃષ્ટાદિ વિશેષને સંભવ કઈ રીતે હોઈ શકે?
આ પ્રમાણે શિષ્ય પ્રશ્ન કર્યો ત્યારે આચાર્ય મહારાજ ઉત્તર આપે છે કે-આયુ અંધાય ત્યારે આઠે કર્મ બંધાય છે અને મૂળ પ્રકૃતિની અપેક્ષાએ હંમેશાં આયુને આઠમે ભાગ પ્રાપ્ત થાય છે તેથી તેની અપેક્ષાએ ઉત્કૃષ્ટાદિ વિશેષને સંભવ નથી એ પ્રમાણે તે જે કહ્યું તે બરાબર છે. કારણ કે માત્ર આઠમા ભાગ આશ્રયીને હંમેશા તેનુ સરખાપણું અમે પણ કહીં જ છે, પરંતુ જે આ ઉત્કૃષ્ટાદિરૂપ વિશેષ છે તે ચાગ અને સ્થિતિના ભેદથી છે એમ સમજવું. તે આ પ્રમાણે –
જ્યારે જીવ ઉત્કૃષ્ટ યોગે વર્તતે હોય છે ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશ–વધારેમાં વધારે -વગણાઓનું ગ્રહણ કરે છે. મધ્યમયેગે મધ્યમ અને જઘન્યને જઘન્ય એટલે ઓછામાં ઓછી વર્ગણાઓ ગ્રહણ કરે છે. આ પ્રમાણે હેવાથી આયુકમને ઉત્કૃષ્ટાદિરૂપ ભાગ પણ તેને અનુસાર જ હોય છે. તેમ જ જ્યારે મેટી સ્થિતિવાળું આયુકમ બંધાય ત્યારે ભાગ માટે હોય છે અને જઘન્ય સ્થિતિવાળું બંધાય ત્યારે ભાગ પણ જઘન્ય હોય છે. આ પ્રમાણે રોગ અને સ્થિતિના ભેદે ઉત્કૃષ્ટાદિરૂપ વિશેષ હોય છે માટે એ ચારે ભાંગાને સંભવ છે. ૮૨
આ પ્રમાણે ભાગ વિભાગની પ્રરૂપણ કરી. હવે સાદ્યાદિ પ્રરૂપણા કરવી જોઈએ.