Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર તે બે પ્રકારે છે. ૧ મૂળ પ્રકૃતિ વિષયક, ૨ અને ઉત્તરપ્રકૃતિ વિષયક, તેમાં પહેલાં મૂળપ્રકૃતિ વિષયક પ્રરૂપણ કરવા ઈચ્છતા કહે છે–
मोहाउयवजाणं अणुकोसो साइयाइओ होइ । साई अधुवा सेसा आउगमोहाण सव्वेवि ॥३॥ मोहायुर्व नामनुत्कृष्टः सायादिको भवति । सायधुवाः शेषा आयुर्मोहनीययोः सर्वेऽपि ।।८।।
અર્થ–માહ અને આયુ વર્જિત છ કમને અતુહૃષ્ટ પ્રદેશબંધ સાદિ આદિ ચાર ભેદે છે અને શેષ જઘન્યાદિ સાદિ સાત ભાગે છે. તથા આયુ અને મોહનીયમના ચારે ભેદ સાદિ સાંત ભાંગે છે. ૮૩
ટીકાનુ–મોહનીય અને આયુકર્મ સિવાય શેષ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, નામ, ગોત્ર અને અંતરાય કમને અનુણ પ્રદેશબંધ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–
આ છ કર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ મહનીયમને બંધવિચ્છેદ થયા પછી સૂમસંપરાય ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ વેગે વર્તમાન ક્ષપક અથવા ઉપશમકને એક કે બે સમયપર્યત થાય છે. માટે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ તે સાદિ સાત જ હોય છે. આ સિવાયને. અન્ય સઘળે પ્રદેશબંધ અનુત્કૃષ્ટ છે. તે અનુહૃદ પ્રદેશબંધ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરી ત્યાંથી પડતા અથવા ઉપશાંતમૂહ ગુણસ્થાનકે બંધવિચ્છેદ કરી ત્યાંથી પડતા મંદચાણસ્થાનકવર્તિ આત્માને થાય માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓ આશ્રયી અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ છે.
તથા એ છ કમના ઉત્કૃષ્ટ, જઘન્ય અને અજઘન્ય વિકલ્પ સાદિ સાંત લાગે છે. તેમાં ઉત્કૃષ્ટ તે સાદિ સાત ભાગે હમણાં જ વિચાર્યું. જઘન્ય પ્રદેશબંધ ઉત્પત્તિના પ્રથમ સમયે વર્તમાન, લબ્ધિ અપર્યાપ્ત, સર્વથી અલ્પ વીર્યવાળા અને સાત કર્મના બંધક સૂકમ નિગોદને એક સમયમાત્ર હોય છે. બીજે સમયે તેને જ અજઘન્ય હોય છે. વળી ફરી પણ સંvયાતે અથવા અસંખ્યાત કાળ વીતી ગયા બાદ જઘન્ય ગિપણું અને અપર્યાપ્ત સૂકમ નિગોદપણું પ્રાપ્ત થાય ત્યારે પ્રથમ સમયે જઘન્ય પ્રદેશબંધ થઈ શકે છે. ત્યારપછીના સમયે અજઘન્ય થાય છે. આ પ્રમાણે અનેક વાર સંસારી
ને જઘન્ય અને અજઘન્ય પ્રદેશબંધમાં પરાવર્તન થતું હોવાથી અને સાદિ સાંત ભાંગે છે.
આયુ અને મોહનીય કર્મમાં જઘન્ય, અર્જઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ એ સઘળ. દો સાદિ સાંત ભાંગે છે. તેમાં આયુ અધુવબંધિ હેવાથી તેના ચારે વિકલ્પનું તે સાદિ