Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસંગ્રહ-પાંચમું દ્વાર
૬૫૯
અને તે એક અધ્યવસાય ચિત્રતા ગભર હોય છે, જે એમ ન હોય તે કર્મમાં રહેલી વિચિત્રતા સિદ્ધ ન થાય. તે આ પ્રમાણે –
જે અધ્યવસાય એક જ સ્વરૂપવાળા હોય છે તેનાથી ગ્રહણ કરાયેલું કર્મ પણ એક સ્વરૂપવાળું જ હોવું જોઈએ. કેમકે કારણના ભેદ વિના કાર્યને ભેદ થતું નથી. જે કારણના ભેદ વિના કાર્યને ભેદ થાય તે અમુક કાર્યનું અમુક કારણ છે એ નિયત સંબંધ ન રહે. અહિં જ્ઞાનાવરણીયાદના ભેદે કર્મમાં પણ અનેક પ્રકારની વિચિત્રતા છે માટે તેના હેતુભૂત અધ્યવસાયને પણ શુદ્ધ એક સ્વરૂપવાળે નહિ પરંતુ અનેક સ્વરૂપવાળ માન જોઈએ. તે ચિત્રતાગમાં એક અધ્યવસાય તેવા તેવા પ્રકારની દ્રવ્ય ક્ષેત્ર કાળાદિ સામગ્રીને અપેક્ષીને સંકુલેશ અથવા વિશુદ્ધિને પ્રાપ્ત થયે છતે કોઇ વખતે આઠ કમને બધહેતુ થાય છે, કેઈ વખતે સાતકર્મને બંધહેતુ થાય છે. કેઇ વખતે છ કમને બંધહેતુ થાય છે, કઈ વખતે એક કર્મને બંધહેતુ થાય છે.
કહે છે કે- એક અધ્યવસાયથી ગ્રહણ કરાયેલું કર્મકલિક આઠ આદિ કર્મના અંધપણે શી રીતે પરિણમે? તેના ઉત્તરમાં કહે છે કે–તેને–આત્માને અધ્યવસાય જ તેવા પ્રકાર હોય છે કે જે વડે એક અધ્યવસાયથી ગ્રહણ કરાયેલું કર્મલિક આઠ આદિ પ્રકારના બંધપણે પરિણમે છે. જેમ કુંભાર માટીના પિંડ વડે સરાવ આદિ અનેકને પરિણુમાવે છે, કેમકે તેને તેવા પ્રકારને પરિણામ છે. એ પ્રમાણે સવજ્ઞ પ્રભુએ જોયેલે જે પરિણામ છે. તે પરિણામ વડે બંધાયેલું કર્મક્રલિક પણ આઠ આદિ અધપણે પરિણામ પામે છે.”
અહિ આઠ પ્રકારના કર્મબંધમાં જે ભાગવિભાગને વિધિ કહ્યો છે તે જ વિધિ સાતના બંધમાં અને છના બંધમાં અનુસરવે. એટલે કે જેની સ્થિતિ વધારે તેને ભાગ વધારે અને જેની સ્થિતિ એછી તેને ભાગ એ સમજ. ૭૮
એ જ હકીકત સમજાવે છે– जं समयं जावश्या बंधए ताण एरिसविहिए । पत्तेयं प्रत्यं भागे निवत्तए जीवो ॥७९||
૧ જેની અંદર અનેક પ્રકારના કાર્ય કરવારૂપ વિચિત્રતા રહેલી હોય તે ચિત્રતા. કહેવાય. અહિં અધ્યવસાયને ચિત્રતાગ કહ્યો છે એટલે અનેક પ્રકારનું વિચિત્ર કાર્ય ઉત્પન્ન કરે તે હોય છે. જે એમ ન હોય તે કર્મમા ઓછીવતી સ્થિતિ, ઓછાવત્તો રસ, ઓછાવત્તા દલિક એવી વિચિત્રતા ન થાય. જે શુહ એક અધ્યવસાય હોય તો એક સરખું જ કાર્ય થાય. આ ચિત્રતાગમાં અથવસાય થવામાં પણ કર્મનો ઉદય જ કારણ છે. સમયે-સમયે કે કમને ઉદય હેાય છે તે કઇ સરખી રિથતિ કે સરખા રસવાળા હોતા નથી. તે દરેકની તેમ જ વિચિત્ર દધ્યક્ષેત્રાદિની અસર આમા પર થાય છે તેને લઈ અધ્યવસાય વિચિત્ર થાય છે અને તેનાથી કમબંધરૂપ કાર્ય પણ વિચિત્ર થાય છે,