Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસ ગ્રહ-પાંચમું દ્વાર
જેમ અગ્નિ આળવા ચેાગ્ય પાતાના ક્ષેત્રમાં રહેલા પુદ્ગલ કબ્યાને જ અગ્નિરૂપે પરણુમાવી શકે છે પેાતાના ક્ષેત્રમાં નાહ રહેલાને પશુિમાવી શકતા નથી તેમ જીવ પણ સ્વપ્રદેશાવગાઢ ક્રમ ચૈાગ્ય પુદગલ દ્રબ્યાને જ ગ્રહણ કરવાને અને ક રૂપે પશુિમાવવાને સમર્થ છે, પરંતુ જે આકાશપ્રદેશને અવગાહીને પાતે રહ્યો નથી તે આકાશ પ્રદેશને અવગાહીને રહેલ ક પુદ્દગલાને ગ્રહણ કરી કમરૂપે પરિણમાવવા માટે સમથ નથી. કારણ કે તે પેાતાના વિષયની બહાર રહેલા છે.
ઉપર
કહ્યું છે કે— જેમ અગ્નિ તેના વિષય-ક્ષેત્રમાં રહેલ દહન ચૈાગ્ય દ્રજ્યેને અગ્નિપણે પરિણુમાવે છે. તેના વિષયમાં નહિ રહેલને અગ્નિપણે પશુિમાવતા નથી. તેમ જીવ પણ સ્વપ્રદેશાવગાઢ કર્મ પુદ્ગલાને ગ્રહણ કરે છે અને કમપણે પરિણમાવે છે. જે સ્વપ્રદેશાવગાઢ નથી તેને ગ્રહણ કરી શકતા નથી અને કમ પણે પરિણમાવી શકતા નથી.
આ પ્રમાણે આત્મા એક પ્રદેશાવગાઢ કાગ્ય પુદ્ગલ દ્રન્યાને ગ્રહણ કરે છે. તે શી રીતે ગ્રહણુ કરે છે? તા કહે છે કે-પેાતાના સઘળા આત્મપ્રદેશે વડે. તેના તાત્પર્યો આ પ્રમાણે
જીવના સઘળા પ્રદેશેા સાંકળના અવચવેની જેમ પરસ્પર સકળાયેલા છે, માટે જીવના એક પ્રદેશ જ્યારે સ્વપ્રદેશાવગાઢ કચ્ાગ્ય પુદ્ગલ દ્રવ્યને ગ્રહણુ કરવા પ્રયત્ન કરે ત્યારે અન્ય પ્રદેશે પણ તે પુદ્ગલ દ્રગૈાને ગ્રહણ કરવા માટે અન'તર પર'પરપણે પ્રયત્ન કરે છે. માત્ર તેના પ્રયત્ન મ, વધારે મંદ અને તેનાથી પણ વધારે મર્દ હોય છે.
અવયવ
જેમ સાંકળના છેલ્લા અવયવ ચલાવીએ ત્યારે તેની નજીકના અને અનુક્રમે દૂર દૂર રહેલા અવયવ એમ સઘળા ચાલે છે. માત્ર નજીમ્ના વધારે ચાલે છે. દૂર દૂરના મદ મદ ચાલે છે તેમ જીવન એક પ્રદેશ ગ્રહણક્રિયામાં પ્રયત્નવત થાય ત્યારે તેની નજીકના અને ક્રમશઃ દૂર દૂર રહેલા સઘળા પ્રદેશા પ્રયત્નવČત થાય છે માત્ર નજીકના પ્રદેશમાં વધારે પ્રયત્ન હોય છે, દૂર દૂરના પ્રદેશોમાં અલ્પ અલ્પ. પ્રયત્ના હોય છે.
જેમ ઘટાદિ કોઈ વસ્તુને ઉપાડવા હાથ પ્રયત્ન કરે ત્યારે ત્યાં વધારે ક્રિયા થાય અને દૂર દૂર રહેલા મણિધ કાણી ખલા વિગેરેમાં અનુક્રમે અપ અપ ક્રિયા થાય છે. એટલે ક્રિયા એછીવત્તી થાય છે પરંતુ પ્રયત્ન સઘળા પ્રદેશે થાય છે.
એ પ્રમાણુ જ્યારે સઘળાએ જીવપ્રદેશે સ્વપ્રદેશાવગાઢ મ ચૈન્ય દ્વન્યાને ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરે ત્યારે સઘળાએ જીવ પ્રદેશ અન ́તર પર’પરપણે સપૂર્ણ રીતે પ્રયત્ન કરે છે. એટલે કે કાઇપણ પ્રદેશ યોગ્ય પુદ્ગલાને ગ્રહણ કરવાના પ્રયત્ન કરે છે અને અન્ય નથી કરતા એમ નથી. પરંતુ દરેક સમયે સઘળા જીવપ્રદેશા પ્રયત્ન કરે છે. માટે ગાથામાં સર્વ પ્રદેશ વડે ગ્રહણ કરે છે, એમ કહ્યું છે.