Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૪૮
પંચસંગ્રહ–પાંચમું દ્વાર
છ પ્રકૃતિએને તથા સંસ્થાન ષ, સંઘયણ પર્ક, મનુષ્યકિ, વિહાગતિશ્ચિક અને ઉચ્ચગોવિના ચારેગતિના મિથ્યાષ્ટિ છે જઘન્ય રસબંધના સ્વામિ છે. તથા અરતિ અને શોકના જઘન્યરસને પ્રમત્ત આત્મા સ્વામિ છે.
ટીકાનું–બમણા સુસ્વરાદિ ત્રણ છ થાય છે. એટલે કે સુસ્વર, સુભગ અને આદેય, દુાસ્વર, દુર્લગ અને અનાદેય એ પ્રમાણે છે પ્રકૃતિએ તથા છ સંસ્થાન, છ સંઘયણ, તથા યુગલ શબ્દને મનુષ્ય અને વિહાગતિ બંનેની સાથે સંબંધ હોવાથી મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂવિરૂપ મનુષ્યયુગલ, શુભ કે અશુભ વિહાગતિરૂપ વિહાગતિયુગલ તથા ઉચ્ચગોત્ર એમ સઘળી મળી ત્રેવીસ પ્રકૃતિએને મધ્યમ પરિણામવાળે ચારે ગતિને મિથ્યાદષ્ટિ જઘન્ય રસબંધ કરે છે.
કારણ કે તે સઘળી પ્રકૃતિએ જ્યારે પિતપતાની પ્રતિપક્ષ પ્રકૃતિ સાથે પરાવર્તન પામી પામીને–વારાફરતી બંધાય તે વખતે તેઓને જઘન્ય રસબંધ થાય છે. પરાવર્તનભાવ જ્યારે હોય, ત્યારે પરિણામમાં તીવ્રતા હોતી નથી, તેથી જઘન્ય રસબંધ થઈ શકે છે. માટે તેઓના જઘન્ય રસબંધમાં પરાવર્તમાન પરિણામ બંધહેતુ તરીકે કો છે.
સમ્યગદષ્ટિ ને આ પ્રવૃતિઓને પરાવર્તન થવાવડે બંધ થતું નથી. શા માટે થતું નથી ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે–સમ્યગદષ્ટિ દેવ અથવા નારકી મનુષ્યદ્રિક અને વાઋષભનારાચસંઘયણ નામકર્મના બંધક થાય છે. તથાભવસ્વભાવે તેઓ દેવદિક બાંધતા નથી. અને જે સમ્યગ્દષ્ટિ તિર્યંચ આદિ છે તે દેવદ્રિક બાંધે છે, મનુ
ધ્યદ્વિક અને વજાઋષભનારા બાંધતા નથી. તેમ તેઓ સમ્યગ્દષ્ટિ હવાથી ઉક્ત પ્રકતિઓની વિધિ અન્ય પ્રકૃતિએ પણ બાંધતા નથી, તથા સમચતુરસસંસ્થાન, પ્રશસ્તવિહાગતિ સુભગ, સુસ્વર આદેય અને ઉચ્ચત્રની પ્રતિપક્ષ પ્રકૃતિએ સમ્યગ્દષ્ટિ ઇવેને બંધાતી જ નથી, માટે ઉપરોક્ત ત્રેવીસ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ મિથ્યાદષ્ટિ કરે છે એમ કહ્યું છે.
તથા અરતિ અને શોકને પ્રમત્ત સંવત પ્રમત્તેથી અપ્રમત્તે જતા અતિવિશુદ્ધ પરિણામ હોવાથી જઘન્ય રસબંધ કરે છે.
ગાથામાં મૂકેલ / શબ્દ અનેક અર્થવાળે હેવાથી ગાથામાં નહિ કહેલ પ્રકતિઓના જઘન્ય રસખ ને પણ આક્ષેપ કરે છે. તે આ પ્રમાણે–
જ્ઞાનાવરણપંચક, દશનાવરણચતુષ્ક અને અંતરાયપંચક એ ચૌદ પ્રકૃતિઓને સૂકમસં૫રાય ગુણસ્થાનકે વર્તમાન ક્ષપક આત્મા બંધવિએ છેદ સમયે એક સમયમાત્ર જઘન્ય રસબંધ કરે છે. તેથી તે તેના જઘન્ય રસબંધના સ્વામિ છે. કારણ કે તે પ્રકૃતિઓના બાંધનારા છેવામાં તેને જ અત્યંત વિશુદ્ધ પરિણામ છે.
પુરુષવેદ અને સંજવલન ચતુષ્કો અનિવૃત્તિ બાદરસિં૫રાય ગુણસ્થાનકે વર્તમાન