Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
૬૫૩
એક પ્રકૃતિના તીવ્ર અને મંદપણું વહે ઉત્પન્ન થયેલા જે વિશેષ છે તેની અપેક્ષાએ અસંખ્યાતા ભેદ ઘટે છે. તે આ પ્રમાણે –
અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણના અસંખ્યાતા કાકાશ પ્રદેશ પ્રમાણ -ભેદે છે. કારણ કે તે ભેદેના વિષયરૂપ ક્ષેત્ર અને કાળના તારતમ્ય વડે ક્ષયાપશમના તેટલા ભેદે આગમમાં કહ્યા છે. તથા ચાર આનુપૂર્બિ નામકર્મના બંધ અને ઉદયની વિચિત્રતા વડે લેકના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશપ્રમાણ ભેદે છે.
અન્યત્ર પણ કહ્યું છે કે-અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણની પ્રકૃતિઓ -ભેદે અસંખ્યાતા લાકાશપ્રમાણ છે. તેઓના ક્ષપશમના પણ તેટલા જ ભેદે છે. તથા ચાર આનુપૂવિ નામકર્મના ભેદે અસંખ્ય છે. લેકના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા છે.”
આ પ્રમાણે શેષ પ્રકૃતિઓના પણ તે તે પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર અને સ્વરૂપાદરૂપ સામગ્રીની વિચિત્રતાને આશ્રયીને આગમાનુસારે અસંખ્યાતા ભેદે સમજી લેવા. માટે ચોગસ્થાનેથી અસંvયાતગુણ પ્રકૃતિના ભેદે થાય છે. કારણ કે એક એક ચગાનકે બંધ આશ્રયી પ્રકૃતિના સઘળા ભેદે ઘટે છે એટલે કે એક એક ચમસ્થાનકે -વર્તતા અનેક છ વડે અથવા કાળભેદે એક જીવ વડે એ સઘળી પ્રવૃતિઓ બંધાય છે.
કહ્યું છે કે–ગસ્થાનેથી અસંખ્યાતગુણી પ્રકૃતિઓ-પ્રકૃતિના ભેદ છે. એક -એક ચમસ્થાનકમાં વર્તમાન આત્મા એ સઘળી પ્રકૃતિએ બાંધે છે માટે.
તેનાથી પણ સ્થિતિના ભેદે–સ્થિતિવિશેષે અસંખ્યાતગુણ છે.
હવે સ્થિતિ વિશેષ એટલે શું? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે-જઘન્ય સ્થિતિથી આરંભી ઉદ સ્થિતિ પર્વત જેટલા સમયે છે તેટલા સ્થિતિ વિશેષ છે. એક સાથે જેટલી સ્થિતિનો બંધ થાય તે સ્થિતિસ્થાનક અથવા સ્થિતિ વિશેષ કહેવાય છે. તે આ પ્રમાણે
૧ ક્ષયપશમ વિશેષે અવધિજ્ઞાનના અસંખ્યાતા ભેદે થાય છે. જેમકે કોઈને મંદ ક્ષયપશમ કહેવાથી અ૯પ અવધિજ્ઞાન હોય. કોઈને છેડે વધારે ક્ષપશમ હોવાથી થોડું વધારે અવધિજ્ઞાન હોય, એમ ક્ષયપશમ વધતા વધતા અવધિજ્ઞાન વધતુ જાય છે. આ પ્રમાણે અસખ્યાતા બે થાય છે. તેથી તેના આવરણના પણ તેટલા જ ભેદો થાય. કારણ કે આવરણને જ ક્ષયપક્ષમ થતો હેવાથી -જેટલા ક્ષપશમના ભેદો તેટલા જ તેના આવરણના ભેદે છે. તેથી જ અવધિજ્ઞાનાવરણ પ્રકૃતિના અસધ્યાના ભેદ કહ્યા છે. એ પ્રમાણે અવધિદરનાવરણ તેમ જ મતિ કૃતાદિ આવરણના અને સઘળી પ્રકૃતિના ભેદ સમજવા, કઈ પણ કર્યપ્રકૃતિ બાંધનારા જે કઈ સરખા રવભાવવાળા દેતા નથી. એટલે સરખે સ્વભાવે કમ પ્રકૃતિ બંધાતી પણ નથી. તેથી અસંખ્ય ભેદો થાય છે. જો કે જે અનંત છે માટે પ્રકૃતિના ભેદો અનતા પણ થઈ શકે વિશેષા ભાગ્ય. ગા. ૩૧૧ માં મતિજ્ઞાનના અને ગા. “પછી માં અવધિયાનના પણ અનેક ભેદો કહ્યા છે તેથી મતિજ્ઞાનાવરણ અને અવધિજ્ઞાનાવરણના
અનેક ભેદ થઈ શકે, એ રીતે અન્ય પ્રકૃતિના પણ યથાસંભવ અનત ભેદો થઈ શકે, પણ અહિં -અનંતભેદની વિવક્ષા ન કરતા સ્થવદષ્ટિએ એક પ્રકૃતિના અસંખ્યાતા ભેદની વિસા કરી ય તેમ લાગે છે..