Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
६३६
પંચસંગ્રહ-પાંચમું દ્વાર સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ અને ધ્રુવ-અધવ, અભય અને ભવ્યની અપેક્ષાઓ ઘટે છે.
તથા ગોત્રકને જઘન્ય અનુભાગબંધ ઔપથમિક સમ્યકત્વ ઉત્પન્ન કરતા સાતમી નરકમૃથ્વીના નારકીને અનિવૃત્તિકરણમાં અંતરકરણ કરીને મિથ્યાત્વની પ્રથમ સ્થિતિને અનુભવ કરતા કરતા જ્યારે જ્યારે ક્ષય થાય ત્યારે તે પ્રથમ સ્થિતિના ચરમ સમયે નીચગેવ આશ્રયી થાય છે. તે એક સમયમાત્ર જ થતો હોવાથી સાદિ સાંત છે. તે સિવાયને ઉત્કૃષ્ટ ન થાય ત્યાં સુધી સઘળે અનુભાગબંધ અજઘન્ય છે. તે અજઘન્ય રસબંધ ઔપથમિક સમ્યક્ત્વનો લાભ થાય ત્યારે ઉચ્ચગોત્ર આશયી પ્રવર્તે માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓ આશ્રયી અનાદિ, અને યુવ, અપ્રુવ અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ છે.
તથા આ પૂર્વોક્ત સાતે કર્મના ઉક્તવ્યતિરિક્ત સઘળા વિકલ્પ સાદિ અને સાંત એમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે –
વેદનીય અને નામકર્મને ઉત્કૃષ્ટ અનુભાગાબંધ સાદિ સાત ભાગે પહેલા વિચારાઈ ગયેલ છે. જઘન્ય અને અજઘન્ય મિથ્યાદષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિને વારાફરતી થાય છે. તે આ રીતે—
જ્યારે પરાવર્તમાન મધ્યમ પરિણામ થાય ત્યારે મિથ્યાષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિને જધન્ય અનુભાગ બંધ થાય છે. સંકિલર અથવા વિશુદ્ધ પરિણામ થાય ત્યારે અજઘન્ય થાય છે. આ પ્રમાણે ક્રમપૂર્વક થતા હોવાથી તે બને સાદિ સાંત છે.
ઘાતિકને જઘન્ય અનુભાગબંધ સાદિ સાંત ભાગે પહેલા વિચારી ગયા છે. ઉત્કૃષ્ટ અનુણ મિથ્યાષ્ટિને અનુક્રમે થાય છે. જ્યારે સર્વ સંકિલષ્ટ પરિણામ થાય ત્યારે ઉત્કૃષ્ટ અને મધ્યમ પરિણામ થાય ત્યારે અનુશ્રુષ્ટ રસબંધ થાય છે માટે તે અને સાદિ સાંત ભાંગે છે.
ગોત્રકમના જઘન્ય અને ઉત્કૃષ્ટ એ અને સાદિ સાત ભાગે વિચારાઈ ગયા છે.
તથા આસુ કર્મ અધવબંધિ હોવાથી તેના અજઘન્ય રસબંધાદિ ચારે વિકલ્પ આશ્રયી સાદિ અને સાંત ભંગ સુપ્રસિદ્ધ છે. ૬૫
આ પ્રમાણે મૂળ કમ આશ્રયી સાવાદિ પ્રરૂપણા કરી. હવે ઉત્તરપ્રકૃતિએ આશ્રયી કરવા ઈચ્છતા કહે છે–
सुभधुवियाणणुकोसो चउहा अजहन्न असुभधुवियाणं । साई अधुवा सेसा चत्तारिवि अधुवबंधीणं ॥६॥