Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસ ગ્રહ-પાંચમું દ્વાર
૬૨૯ શતક ચૂર્ણિમાં કહ્યું છે કે–તીર્થકરનામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને અસંયત વેદક સમ્યગૃષ્ટિ મનુષ્ય કે જેણે પહેલાં નરકનું આયુ બાંધ્યું છે અને નરકાભિમુખ થયા છતે મિથ્યાત્વને પ્રાપ્ત કરશે તે જીવ તીર્થકરનામકર્મના અંતિમ સ્થિતિબંધમાં વત્તતો છતે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે. તેના બાંધનારાઓમાં તે જ અતિ સંકિલષ્ટ પરિણામી છે માટે જે જીવ ક્ષાયિક સમ્યકત્વ સહિત નરકમાં જાય છે, તે સમ્યકત્વને વમતો નહિ હેવાથી વિશુદ્ધ પરિણામવાળો હોય છે માટે તેને તીર્થંકરનામકર્મને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતું નથી.
તથા આહારદ્ધિકને પણ પ્રમત્તભાવને સન્મુખ થયેલે અપ્રમત્ત સંયત ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. કારણકે તેના બાંધનારાઓમાં તે જ સર્વ સંકિલષ્ટ પરિણામી છે.
દેવાયુને પણ પૂર્વકેટિ વર્ષના આયુવાને પૂવકેટિના ત્રીજા ભાગના આદ્ય સમયે વર્તમાન અપ્રમત્તભાવને સન્મુખ થયેલ પ્રમત્ત સંયત ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. અહિં એકાતે સર્વ વિશુદ્ધ પરિણામવાળે અપ્રમત્ત સંયત આયુના બંધને આરંભ જ કરતા નથી. માત્ર પ્રમાણે આરસેલે અપ્રમત્ત પૂર્ણ કરે છે. કહ્યું છે કે
અપ્રમત્ત આત્મા આયુના બંધને આરંભ કરતું નથી, પ્રમત્ત આરસેલાને અપ્રમત્ત બાંધે છે.”
દેવાયુને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પૂર્વકેટિ વર્ષના યુવાને પૂર્વકૅટિના ત્રીજા ભાગના પ્રથમ સમયે એક સમય પર્યત કરે છે. ત્યારપછીના સમયે અબાધાની હાનિને સંભવ હોવાથી ઘટતું નથી અને તે વખતે પ્રમત્ત ગુણસ્થાનકે હોય છે. વળી આયુને ઉત્કૃષ્ટ સ્થિતિન ધ વિશુદ્ધ પરિણામે થાય છે માટે અપ્રમત્તભાવને સન્મુખ થયેલ પ્રમત્ત આત્મા આયુના ઉત્કૃષ્ટ સ્થિતિને બંધક કહ્યો છે.
તથા શેષ શુભ અથવા અશુભ સઘળી કમપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિના અધિક સર્વ સંકિલષ્ટ સશિ મિથ્યાષ્ટિ જીવે છે. તેમાં પણ આ વિભાગ છે
દેવાસુ વર્જિત શેષ ત્રણ આયુ, નરઢિક, દેવદ્રિક, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય જાતિ. ક્રિયદ્ધિક, સુહમ, અપર્યાપ્ત અને સાધારણ એ પંદર પ્રકૃતિઓને તપ્રાય સંકિલષ્ટ પરિણામવાળા મિથ્યાષ્ટિ તિર્યંચ અને મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. કારણ કે દેવે અને નારીઓને તેના બંધને અભાવ છે. તે આ પ્રમાણે –
તિય ચાયું અને મનુષ્યા, છેડીને શેષ પ્રકૃતિઓને દે અને નારકીઓ લવસ્વભાવે જ બાંધતા નથી, તથા તિર્યંચ અને મનુષ્પાયુને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દેવકુફ અને ઉત્તરકુરના યુગલિકનું આયુ બાંધતા થાય છે. દેવે અને નારદીઓ તથાભવસ્વ-ભાવે ત્યાં ઉત્પન્ન થતા નથી. માટે તિર્યંચ અને મનુષ્યાચના ઉત્કૃષ્ટ સ્થિતિબંધક ૨ અને નારકીઓ હોતા નથી, પરંતુ તિય અને મનુષ્ય જ હોય છે. તે પણ