Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૮૦
પંચસંગ્રહ–પાંચમું દ્વાર હવે અસાતા આદિની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે– तीसं कोडाकोडी असायआवरणअंतरायाणं । मिच्छे सयरी इत्थीमणुदुगसायाण पन्नरस ॥३४॥ त्रिंशत् कोटीकोटयः असातावरणान्तरायाणाम् । मिथ्यात्वस्य सप्ततिः स्त्रीमनुजद्विकसातानां पंचदश ॥३४॥
અર્થ—અસાત વેદનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અન્તરાયની ત્રીશ કેડાકેડી, મિથ્યાત્વની સિત્તેર કેડાછેડી, તથા સ્ત્રીવેદ મનુષ્યદ્રિક અને સાત વેદનીયની પંદર કડાકડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
કાન–અસાતવેદનીય, મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મનપર્યાવજ્ઞાનાવરણ અને કેવળજ્ઞાનાવરણ એ પાંચ જ્ઞાનાવરણીય તથા નિદ્રાપંચક, ચક્ષુઅચક્ષ-અવધિ અને કેવળદર્શનાવરણીય એ નવ દર્શનાવરણીય તથા દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભોગાંતરાય અને વીયતરાય એ પાંચ અંતરાય કુલ વશ પ્રક તિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ડાકોડી સાગરોપમ પ્રમાણ છે, ત્રણ હજાર વરસનો અબાધાકાળ છે અને અબાધાકાળહીન નિષેક કાળ છે.
મિથ્યાત્વમોહનીયની સિત્તેર કડાકડી સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, સાત હજાર વરસને અબાધાકાળ છે અને અબાધાકાળહીન કર્મદળનો નિષેક કાળ છે.
શ્રીવેદ, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂવિ અને સાતવેદનીય એ ચાર પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કેડાછેડી સાગરોપમની છે, પંદરસો વરસને અબાધાકાળ અને અબાધાકાળહીન નિષેકકાળ છે. ૩૪
હવે સંઘયણદિની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે– संघयणे संठाणे पढमे दस उवरिमेसु दुगवुड्ढी । सुहमतिवामणविगले ठारस चत्ता कसायाणं ॥३५॥ संहनने संस्थाने प्रथमे दश उपरितनेषु द्विकवृद्धिः । सूक्ष्मत्रिकवामनविकले अष्टादश चत्वारिंशत् कषायाणाम् ॥३५॥
અથ–પહેલા સંઘયણ અને પહેલા સંસ્થાનની દશ કેડીકેડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને ઉપર ઉપરનાં એક એક સંધયણું અને એક એક સંસ્થાનમાં બળે કડાકડીની વૃદ્ધિ કરવાની છે. તથા સૂકમત્રિક, વામન સંસ્થાન અને વિકલવિકની અઢાર કડાકડી સાગરોપમની અને કષાયની ચાળીસ કેડીકેડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.