Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ૪
પંચસંગ્રહ–પાંચમું ધાર
सुरनारकायुषोः दशवर्षसहस्राणि लघुः सतीर्थयोः । इतरयोरन्तर्मुहूर्तमन्तर्मुहूर्तमवाधा ॥ ४६ ॥
અર્થ–તીર્થકર નામકર્મ સહિત દેવ અને નારાયુની જઘન્ય સ્થિતિ દશ હજાર વરસ પ્રમાણ છે અને ઈતર બે આયુની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્ત છે અને અંતમુહૂર્તને અબાધાકાળ છે.
ટીકાનુ–દેવાયુ, નરાયુ અને તીર્થકર નામકર્મની જઘન્ય સ્થિતિ દશ હજાર વરસ પ્રમાણ છે. તથા ઈતર મનુષ્પાયુ અને તીર્ય ચાયુની જઘન્ય સ્થિતિ સુલકભવ પ્રમાણ અંતમુહૂર્ત છે.
એક કુક ભવનું પ્રમાણ ખસે છપ્પન્ન આવલિકા થાય છે, તથા એક મુહ એટલે બે ઘડી પ્રમાણકાળમાં હપુષ્ટ અને યુવાન પુરુષના સાડત્રીસસો તહેતેર શ્વાસેરચ્છવાસ થાય છે. એક શ્વાસોચ્છવાસ જેટલા કાળમાં કઈક અધિક સત્તર ભવ થાય છે અને એક મુહૂર્તમાં પાંસઠ હજાર પાંચસે અને છત્રીસ ક્ષુલ્લકભવ–નાનામાં નાના ભ થાય છે.
ચારે આયુ અને તીર્થંકર નામકર્મની અબાધા અંતર્મુહૂર્ણ છે. અબાધાકાળહીન નિક કાળ છે. એટલે કે અંતમુહૂર્ત પ્રમાણ અબાધાકાળમાં દલરચના કરતો નથી ત્યારપછીના સ્થિતિસ્થાનકથી આરંભી કરે છે.
અહિં સરકારે તીર્થંકર નામની દશ હજાર વરસ પ્રમાણ જઘન્ય સ્થિતિ કઈ આચાર્યના મતે કહી છે. એમ ન હોય તે કર્મ પ્રકૃતિ આદિ ગ્રન્થમાં તે તીર્થકર નામકર્મની જઘન્ય સ્થિતિ અતડાકોડી સાગરોપમ પ્રમાણ કહી છે. માત્ર ઉત્કૃષ્ટ અંતકડાકડી સાગરોપમથી સંખ્યાતગુણહીન સમજવી.
કમપ્રકતિ માં કહ્યું છે કે –“આહારદ્ધિક અને તીર્થકર નામકર્મને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતકડા કેડી સાગરોપમ પ્રમાણ છે અને તે ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી જઘન્ય સ્થિતિબંધ સંખ્યાત ગુણહીન છે. તે જઘન્ય સ્થિતિબંધ પણ અંતઃકોડાકોડી પ્રમાણે જ છે.
શતકશૂર્ણિમાં પણ કહ્યું છે આહારક શરીર, આહારક અંગોપાંગ અને તીર્થ
૧ દશ હજાર વરસ પ્રમાણુ ધન્ય સ્થિતિબંધ પહેલી નરકમાં દશ હજાર વરસના આઉખે જનાર જીવ આથી ઘટે છે. અહિં પણ પહેલા છેલ્લા મનુષ્યના ભવનું આયુ અધિક લેવું - ૨ સખ્યાત ગુણહીન એટલે સંખ્યાતમો ભાગ સમજ. જ્યા દિગુણ ત્રિગુણ ઇત્યાદિ કહે ત્યાં બમણું ત્રણગણું આદિ લેવું અને તેની સાથે હીન શબ્દ છે ત્યારે તેટલામાં ભાગ લે. જેમ દિગજુહીન એટલે બે ભાગ કરી એક ભાગ હોવો. ત્રિગુણહીન એટલે ત્રણ ભાગ કરી એક ભાગ લે. એમ સખ્યાત ગુણહીન એટલે સંખ્યાતા ભાગ કરી એક ભાગ લે. એ પ્રમાણે અસખ્યાત ગુણહીન એટલે અસંખ્યાતમ ભાગ એને અનંતગુણહીન એટલે અનંત ભાગ સમજ.