Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસગ્રહ-પાંચમું હાર પ્રમાણ જ્ઞાનાવરણ પંચક, દશનાવરણ નવક, સાત-સાતવેદનીય અને અંતરાય પંચકની જઘન્ય સ્થિતિ એકેન્દ્રિય બાંધે છે, તેનાથી ઓછી બાંધતા નથી.
એ પ્રમાણે મિથ્યાત્વની પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન એક સાગરેપમ પ્રમાણુ, કપાય મોહનીયની પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન સાતીયા ચાર ભાગ પ્રમાણ, કષાયમહનીયની તથા વૈક્રિયષક, આહારદિક અને તીર્થકર નામકર્મ વર્જિત નામકર્મની શેષ પ્રકૃતિઓની તથા ઉચ્ચ નીચ નેત્રકમની પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન સાતીયા બે ભાગ પ્રમાણ જઘન્ય સ્થિતિ બાધે છે.
આ પ્રમાણે ઉપર જે જઘન્ય સ્થિતિ કહી તે કર્મ પ્રકૃતિ-ચૂર્ણિકાર આદિના મતે કહી છે. સૂત્રકાર–પંચસંગ્રહકારના મતે તે નિદ્રાપંચકાદિ પ્રકૃતિઓની સાતીયા ત્રણ ભાગ આદિ જે પૂર્વે જઘન્ય સ્થિતિ કહી છે તે જ એકેન્દ્રિય ગ્ય જઘન્ય સ્થિતિ સમજવી અને જ્ઞાનાવરણાદિ (બાવીસ) પ્રકૃતિઓની અંતર્મુહૂર્નાદિ જઘન્ય સ્થિતિ કર્મ પ્રકૃતિ ચૂર્ણિકારાદિને સમ્મત જે પૂર્વે કહી છે તે જ જઘન્ય સ્થિતિ પંચસંગ્રહકારના મતે પણ સમજવી
કર્મપ્રકતિ–ચૂર્ણિકારના મતે એકેન્દ્રિયની જે જઘન્ય સ્થિતિ કહી તેમાં પ૫મને અસ ખ્યાતમ ભાગ યુક્ત કરીએ ત્યારે એકેન્દ્રિયોને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. તે આ પ્રમાણે –
જ્ઞાનાવરણ પંચક, દર્શનાવરણ નવક, સાત અસાત વેદનીય અને અંતરાય પંચકને સાગરોપમના પૂર્ણ સાતીયા ત્રણ ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિન ધ થાય છે.
એ પ્રમાણે મિથ્યાત્વને પૂર્ણ એક સાગરેપમ પ્રમાણુ, કષાયમહનીયને સાતીયા ચાર ભાગ પ્રમાણ, કષાયમહનીયને તથા વૈક્રિયષક, આહારદ્ધિક અને તીર્થકરનામ સિવાય શેષ નામકર્મની પ્રકૃતિએને અને ઉચ્ચ, નીચ શેત્રને સાતીયા બે ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. આ જઘન્ય સ્થિતિબંધ કર્મ પ્રકૃતિની ચૂર્ણિને અનુસારે કહ્યા છે.
સૂત્રકા–પચસંગ્રહકારના મતે નિદ્રા પંચકાદિની સાતીયા ત્રણ ભાગ આદિ જે જઘન્ય સ્થિતિ કહી છે તેમાં પલ્યોપમને અસંખ્યાત ભાગ જડતા એકેન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે એમ સમજવું, તથા શેષ બેઈન્દ્રિયથી આરંભી અસર પચેન્દ્રિય સુધીના જીની પૂર્વે નિદ્રા આદિ પ્રકૃતિઓની સાતીયા ત્રણ ભાગાદિ પ્રમાણ
જે જઘન્ય સ્થિતિ કહી છે તેમાં પાપમને અસંખ્યાતમો ભાગ ઉમેરી હવે જે * સંખ્યાએ ગુણાકાર કરવાનું કહેશે તે સંખ્યાએ ગુણાકાર કરવ, ગુણતા જે આવે તે
ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
એટલે કે જ્યારે બેઈન્દ્રિયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ લાવવાની-જાણવાની ઈચ્છા થાય