Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-પાંચમું બાર
આશ્રયી પૂર્વોક્ત ક્રમે જે અદ્ધ અદ્ધ હાનિ થાય છે તેની સંખ્યા પલ્યોપમના પહેલા વર્ગમૂળના અસંખ્યાતમા ભાગે જેટલા સમયે હોય તેટલી થાય છે.
પ્રશ્ન–મિથ્યાત્વમેહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તર કેડીકેડી સાગરોપમ પ્રમાણ હોવાથી તેની અંદર નિષેક આશ્રયી પૂર્વે કહ્યા તેટલા દ્વિગુણહાનિના સ્થાનકે સંભવે. પરંતુ આયુકમની ઉત્કૃષ્ટ સ્થિતિ માત્ર તેત્રીસ સાગરોપમ પ્રમાણ હોવાથી તેની અંદર તેટલા સ્થાનકે કેમ સંભવે? અને લાગે છે તે સામાન્યતઃ સરખાં જ.
ઉત્તર–જે કે સામાન્યતઃ દ્વિગુણહાનિના સ્થાનકે સરખા લાગે છે પરંતુ અહિં અસંખ્યાતમો ભાગ અસંખ્ય ભેટવાળે છે. કારણ કે અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ છે. તેથી આયુના વિષયમાં પાપમના પ્રથમ મૂળને અસંvયાતમા ભાગ અતિ નાને ગ્રહણ કરે એટલે કોઇપણ પ્રકારના વિરોધને અવકાશ રહેશે નહિ. - તથા અદ્ધહાનિના સ્થાનકે સઘળા મળી હવે કહેશે તે સંખ્યાની અપેક્ષાએ અલ્પ છે કારણ કે તેઓ પલ્યોપમના પહેલા વર્ગમૂળને અસંખ્યાતમા ભાગ માત્ર છે. તેનાથી બે હાનિના એક આંતરામાં જે નિષેકસ્થાને છે એટલે કે જેટલા સ્થાને ઓળગી પછીના સ્થાનકમાં અદ્ધિ દલિકા થાય છે તે સ્થાનકે અસંખ્યાતગુણ છે. કારણ કે પલ્યાયમના અસંથાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ છે. આ પ્રમાણે પરંપરે પનિયા વડે વિચાર કર્યો. પર
આ રીતે દળરચના સંબંધે વિચાર કર્યો. હવે અબાધા અને કંડકની પ્રરૂપણા
उकोसठिईबंधा पल्लासंखेजभागमित्तेहिं । हसिएहि समएहिं हसइ अबाहाए इग समओ । उत्कृष्टस्थितिवन्धात् पल्यासंख्येयभागमात्रैः । इसितैः समय सत्यबाधाया एकः समयः ॥५३॥
અર્થ–ઉત્કૃષ્ટ રિતિબંધથી આરંભી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ માત્ર સમયે ઘટવા વડે અબાધાને એક સમય ઘટે છે.
ટીકા ––ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી આરંભી પોપમના અસંખ્યાતમા ભાગ માત્ર સમાના ઘટવા વડે ઉત્કૃષ્ટ અબાધાને એક સમય ઓછો થાય છે એટલે કે ઉત્કૃષ્ટ
૧ અહિં એટલું પણ સમજવું કે જેમ સ્થિતિ નાની તેમ દિગુણહાનિ થકી વાર થાય. જેમ જેમ રિથતિ વધારે તેમ તેમ દિગુણહાનિ વધારે વાર થાય એટલે સ્થિતિ નાની હોય ત્યારે પાપમના પ્રથમ મૂળને અથાત ભાગ ના લે જેમ જેમ સ્થિતિ વધારે હોય તેમ તેમ મેટ લે.