Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ–પાંચમું દ્વાર
૬૦૫
ટીકાનુ સઘળા કર્મોમાં અબાધા પછીના પહેલે સમયે જે દલિકાની રચના કરી છે તેની અપેક્ષાએ બીજા આદિ સમયમાં વિશેષહીન વિશેષહીન દલિક ગોઠવાતું ગઠવાતું પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનકે જાય ત્યારે તેના પછીના સ્થાનમાં અદ્ધ દલિક થાય છે.
એટલે કે અખાધાની પછીના સમયમાં એવા કમથી ઓછું ઓછું દલિક ગોઠવાય છે કે પલ્યોપમના અસંvયાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનકે ઓળંગી પછી જે સ્થાનક હોય તેમાં પહેલા સ્થાનકની અપેક્ષાએ અદ્ધ દલિક હોય છે. ત્યારપછી અગાડીના સ્થાનમાં પણ વિશેષહીન વિશેષહીન ગોઠવાતું ગોઠવાતું પહેલા જે સ્થાનમાં અદલિઝ થયું છે તેની અપેક્ષાએ ફરી પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થાનક ઓળંગી પછી જે સ્થાનક આવે તેમાં અર્ધદલિક થાય છે.
એટલે કે પહેલીવાર જે સ્થાનકમાં અર્ધ થયા છે તેનાથી પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણુ સ્થાનકે ઓળંગી પછીના સ્થાનકમાં અર્થ થાય છે. એ પ્રમાણે વળી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થાનકે ઓળગી પછીના સ્થાનકમાં બીજીવાર જે સ્થાનકમાં અદ્ધ થયા છે તેની અપેક્ષાએ અદ્ધ થાય છે. એ પ્રમાણે તેટલા તેટલા સ્થાનકે ઓળગી અદ્ધ અદ્ધ હીન ત્યાં સુધી કહેવું યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ આવે.
જે જે સમયે ઉદ, મધ્યમ કે જઘન્ય જેટલી સ્થિતિ બંધાય તે તે સમયે તેના ભાગમાં જે વગણાઓ આવે તેની અખાધાકાળ છોડી ઉત્કૃષ્ટ, મધ્યમ કે જઘન્ય સ્થિતિના ચરમ સમય પર્યત જે રીતે વ્યવસ્થિત રચના થાય છે તે કહી. એ રચનામાં સંક્રમાદિ કરણે વડે ફેરફાર ન થાય તે રચના પ્રમાણે દલિકે ભગવાય અને ફેરફાર થાય તે તે પ્રમાણે ગવાય છે. પ્રતિસમય કર્મ બંધાતું હોવાથી રચના પણ પ્રતિસમય થાય છે. ૫૧
હવે દળરચનામાં અદ્ધ અદ્ધ હાનિના સ્થાનકો કેટલા થાય તે કહે છે– पलिओवमस्स मूला असंखभागम्मि जत्तिया समया । तावइया हाणीओ ठिहबंधुक्कोसए नियमा ॥५२॥ पल्योपमस्य मूलासंख्येयभागे यावन्तः समयाः । तावत्यो हानयः स्थितिवन्धे उत्कृष्टे नियमात् ॥५२॥
અર્થ–ઉ&ણ સ્થિતિબંધમાં પલ્યોપમના મૂળને અસંખ્યાતમા ભાગે જેટલા સમય હોય તેટલા દ્વિગુણહાનિના સ્થાનકે છે.
ટીકાનુ–સઘળા કેઈપણ કમને જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે ત્યારે તેમાં ભિષેક