Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પલ
પંચસંગ્રહ–પાંચમું દ્વાર
થઈ શકે નહિ. જે કદાચ તિર્યંચમાં જાય એમ કહેવામાં આવે તો આગમ વિરોધ આવે. કારણકે તીર્થકર નામકર્મની સત્તાવાળા તિર્યંચગતિમાં ન જાય એમ આગમ થામાં કહ્યું છે. હવે ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર આપે છે– जमिह निकाइयतित्थं तिरियभवे तं निसेहियं संत ।
श्यरंमि नत्थि दोसो उवणवट्टणासझे ॥ १४ ॥ यदिह निकाचिततीर्थ तिर्यग्भवे तत् निषिद्धं सत् । इतरस्मिन् नास्ति दोषः उद्वर्तनापवर्तनासाध्ये ॥४४||
અર્થ—અહિ જે નિકાચિત તીર્થકર નામકર્મ છે, તેની સત્તા તિર્યંચ ભવમાં નિષેધી છે. ઇતર ઉદ્ધના–અપવર્તના સાધ્ય અનિકાચિત જિનનામની સત્તા હેવામાં કે દેષ નથી.
ટીકાનુગ–જિનપ્રવચનમાં જે તીર્થકર નામકર્મ ત્રીજે ભવે નિકાચિત કર્યું છે એટલે અવશ્ય ભોગવાય એ રીતે વ્યવસ્થિત કર્યું છે તેની સ્વરૂપસતા તિયચ ભાવમાં નિષેધી છે. પરંતુ જેની ઉદ્ધના અને અપવાના થઈ શકે તે અનિકાચિત જિનનામની સત્તા તિર્યંચભવમાં નિષેધી નથી. અનિકાચિત જિનનામની સત્તા તિર્યંચ ભવમાં હોય તેથી કોઈપણ દેષ નથી.
આ હકીકત સૂવારે પિતાની બુદ્ધિથી કતી નથી. વિશેષણવતિ નામના ગ્રંથમાં પણ તે જ પ્રકારનું કથન છે. તે ગ્રથ આ પ્રમાણે – રિહિg 7 શિવરામ રતિ देसियं समए । कह य तिरिओ न होही, अयरोक्मकोडिकोडीए ॥१॥ तपि सुनिकाइयस्सेव वइयभवमाविणो विणिहिटु । अणिकाइयम्मि वचइ सन्वगईमोवि न विरोहो ॥२॥
તે બંને ગાથાને અર્થ ટીકાકાર પોતે જ લખે છે. તે આ પ્રમાણે –તીર્થકરનામકમની સત્તા તિયચભવમાં નથી એમ જિનપ્રવચનમાં કહ્યું છે, પરંતુ તીર્થંકરનામકમની ઉત્કૃષ્ટ સ્થિતિ અતડાકોડી સાગરોપમ પ્રમાણુ કહી છે તેટલી સ્થિતિમાં તીર્થ કેરનામકર્મની સત્તાવાળા તિર્યંચ કેમ ન થાય? તેટલી સ્થિતિમાં તિર્યંચ અવશ્ય થાય જ. કારણ કે તિયચભવમાં ભ્રમણ કર્યા વિના તેટલી સ્થિતિની પૂર્ણતા થવી જ અશકય છે.
હવે તેને ઉત્તર આપે છે–તીર્થકરનામકર્મની સત્તા તિર્યંચમાં નથી હોતી એમ જે સિદ્ધાંતમાં કહ્યું છે તે ત્રીજે ભવે થનાર સુનિકાચિત જિનનામકર્મની સત્તા -આશ્રયી કહ્યું છે, સામાન્ય સત્તા આશ્રયી કહ્યું નથી. તેથી અનિકાચિત જિનનામકર્મની સત્તા છતાં સઘળી-ચાર ગતિમાં જાય એમાં કઈપણ પ્રકારના વિરોધ નથી. ૪૪