Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ૨
પંચસંગ્રહ–પાંચમું દ્વાર
આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રમાણ કર્યું. હવે જઘન્ય સ્થિતિનું પ્રમાણ કહે છે. તેમાં મૂળકમની જઘન્ય સ્થિતિનું પ્રમાણ પહેલાં જ કહ્યું છે. એટલે ઉત્તર પ્રવૃતિઓની જઘન્યસ્થિતિનું પ્રમાણે કહેતાં પહેલાં સ્થિતિના સંબંધમાં નિયમ વિશેષ કહે છે–
पुवाडीपरओ इगिविगलो वा न बंधए आउं। अंतोकाडाकाडीए आरउ अभव्वसन्नी उ॥ ४५ ॥ पूर्वकोटीपरतः एकविकलो वा न बध्नात्यायुः।
अन्त:काटीकोट्या आरतोऽभव्यसंज्ञी तु ॥४५॥
અર્થ–પૂર્વકેડીથી અધિક આયુ એકેન્દ્રિય અને વિકેલેન્દ્રિયે બાંધતા નથી. અને અંતરડાકોડી સાગરોપમથી ન્યૂન સાતે કર્મની સ્થિતિ અત્યસંગ્નિ બાંધતા નથી.
ટીકાનુ –અહિં ચોરાશી લાખને ચોરાશી લાખે ગુણતાં, સિત્તેર લાખ અને છપન્ન હજાર ક્રોડ થાય. તેટલા વર્ષે એક પૂર્વ થાય. બૃહસંગ્રહણિમાં કહ્યું છે કે“એક પૂર્વનું પ્રમાણ સિત્તેર લાખ અને છપ્પન હજાર ક્રેડ વર્ષ થાય છે. તેવા એક કેડ પૂર્વથી અધિક પરભવનું આયુ એકેન્દ્રિ અને વિકલેન્દ્રિયે બાંધતા નથી. એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય પરભવનું ઉત્કૃષ્ટ આયુ એક ઍડ પૂર્વ વર્ષનું જ બાંધે છે.
તથા અભવ્યસંસિ ગાથામાં મૂકેલ તુ શબ્દ અધિક અર્થને સૂચવ હોવાથી આયુ વર્જિત સાતે કમની સ્થિતિ અંતકડાકેડી સાગરોપમથી હીન હીન બાંધતે નથી, પરંતુ જઘન્યથી પણ અંતાકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિજ બાંધે છે.
આ ઉપરથી એમ સમજી લેવાનું કે પરોજિયે પૂર્વ કેડીથી અધિક પણ આયુ બાંધે અને ભવ્યસંનિએ ગુણસ્થાનક ગુણસ્થાનક પરત્વે અંત કડીકેડી સાગરેપમથી ચૂત પણ સાતકર્મની સ્થિતિ બાંધી શકે છે. ૪૫
આ પ્રમાણે સ્થિતિના સંબંધમાં નિયમ કો. હવે ઉત્તર પ્રકૃતિઓની જઘન્યસ્થિતિનું પ્રમાણુ કહેવા ઈચ્છતા નીચેની ગાથા કહે છે–
सुरनारयाउयाणं दसवाससहस्स लघु सतित्थाणं ।
इयरे अंतमुहुत्तं अंतमुहुत्तं अबाहाओ ॥ ४६ ॥ ૧ તીર્થંકરનામકર્મની અપનિકાચિત અને ગાઢનિકાચિત એમ બે પ્રકારની નિકાચિત સત્તાત્રી લાવે થાય છે જો કે ઉપરની ગાથામાં સુનિકાચિત માટે જ કહ્યું છે છતાં તે બંને પ્રકારની સત્તા તિય ગતિમાં ન હોય એમ લાગે છે. કારણ એ કે અલ્પ કે ગાઢ નિકાચના ત્રીજે ભવે થાય ત્યાંથી નરક કે વૈમાનિક દેવમા જાય એટલે તિય"ચમાં જવાને અવકાશ જ રહે નહિ. માત્ર ઘણા ભવ પહેલા જે જિનનામ બંધાય છે કે જે બિલકુલ નિકાચિત થયેલું હતું નથી તેની સત્તા તિયચગતિમાં પણ હોઈ શકે છે.