Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પલ'
પંચસંગ્રહ-પાંચમું કાર
હવે અનિકાચિત અવસ્થામાં તીર્થકેરનામકર્મનું અંતર કેડાછેડી સાગરોપમરૂપ સ્થિતિનું જે ઉત્કૃષ્ટ પ્રમાણુ કહ્યું તે આશયી અન્ય પ્રશ્ન કરે છે–
अंतोकोडाकोडी ठिईए वि कहं न होइ ? तित्थयरे । संते कित्तियकालं तिरिओ अह हाइ उ विराहो ॥ ३॥
अन्तःकाटीकाटीस्थितिकेपि कथं न भवति ? तीर्थकरे ।
सति कियत्कालं तिर्यग् अथ भवति तु विरोधः ॥४३॥ અર્થ—અતડાકોડી સાગરોપમની સ્થિતિવાળું તીર્થકર નામકર્મ સત્તામાં છતાં પણ કેટલાએક કાળપયત તિય"ચ કેમ ન થાય? જે થાય એમ કહે તે આગમ વિરોધ આવે છે.
ટીકાનુ અહિં શિષ્ય પ્રશ્ન કરે છે–અંત કેડીકેડી સાગરોપમની સ્થિતિવાળું તીર્થકર નામકર્મ જ્યારે સત્તામાં હોય ત્યારે તેટલા કાળપયત શું તે તિર્યંચ ન. થાય? કદાચ એમ કહેવામાં આવે કે ન થાય, તે એમ પણ હોઈ શકે નહિ, કારણ કે ત્રસકાયની ઉત્કૃષ્ટ સ્વકાસ્થિતિ બે હજાર સાગરોપમ કહી છે, ત્યાર પછી જીવ મોશે. ન જાય તે અવશ્ય સ્થાવર થાય છે. માટે તિર્યંચમાં ગયા વિના તેટલી સ્થિતિ પૂર્ણ ડીને સંખ્યાનો ભાગ જ થાય અને ગાઢ નિકાચિત તે જે ભવમાં નિકાચિત કરે છે તે ભવ લું આયુ શેષ હોય ત્યાંથી વૈમાનિક દેવામાં કે ત્રીજી નરક સુધી જાય ત્યાં જેટલું આયુ હોય અને ત્યાંથી અવી મનુષ્ય થાય ત્યાં જેટલા આયુએ ઉત્પન્ન થાય તેટલી થાય છે. ઉપર ગાઢ નિકાચિત સ્થિતિનું ઉત્કૃષ્ટ પ્રમાણ બતાવ્યું છે. કારણ કે ઉત્કૃષ્ટથી પૂર્વ કાટિ વરસના આયુવાળા મનુષ્ય જ જિનનામ બધે છે. ત્યાંથી અનુત્તર વિમાનવાસી દેવ થાય અને ત્યાંથી આવી ચોરાશી લાખ પૂરવના આયુવાળા તીર્થંકર થાય. તીર્થકરનું ઉત્કૃષ્ટ તેટલું જ આવ્યું હોય છે. એટલે કઈક ન બે પૂર્વ કેટિ અધિક તેત્રીસ સાગરેપમ ગાઢ નિકાચિતનું ઉત્કૃષ્ટ પ્રમાણ થાય છે.
અ૫ નિકાચિત અને ગાઢ નિકાચિતમા એ તકવિત છે કે અલ્પનિકાચિત કરણ સાધ્ય છે અને ગાઢ નિકાચિત કરણ અસાધ્ય છે. અલ્પનિકાચિત સ્થિતિની અપવતના થઈ ઓછી થશે અને ગાઢ નિકાચિત જેટલી રિથતિ થઈ હશે તેટલી બરાબર ભગવાશે. જો કે રસદ તે જે ભવમાં તીર્થકર થવાના છે તે ભવમાં જેટલું આયુ બાકી હેય અને કેવળજ્ઞાન થાય તેટલી જ અનુભવે શેષ સઘળી. સ્થિતિને પ્રશાદ અનુભવે છે. પ્રદેશદયે અનુભવાતી પ્રકૃતિનું ફળ બીજા જીવોની અપેક્ષાએ માન-મહ. પૂજા-સત્કાર વધારે હોય છે અષ્ટમહાપ્રાતિહાથીદ ફળ તે રદય થાય ત્યારે જ પ્રાપ્ત થાય છે. ગમે તેવી તીવ્ર રમવાળી પ્રકૃતિ પણ જ્યાં સુધી સ્વરૂપે નથી અનુભવાતી ત્યાં સુધી તે યથાપે કાર્ય કરતી નથી, જયારે સ્વરૂપે અનુભવાય છે ત્યારે સંપૂર્ણપણે પિતાની શક્તિને અનુભવ કરાવે છે. આહારદિકની પલ્યોપમને અખાતમે ભાગ ગાઢ નિકાચિત થાય છે. તેની સ્થિતિ ત્રીજે ભવે. નિકાચિત થાય છે એ કઈ નિયમ નથી.