Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૦૨
પંચસંગ્રહ-પાંચમું દ્વાર દેવાનુપૂવિ અને નરકાનુપૂર્વિને હજારે ગુણાયેલ સાગરોપમના સાતીયા બે ભાગ પત્યે"મના અસંખ્યાતમા ભાગે જૂન જઘન્ય સ્થિતિબંધ છે.
વિક્રિયષકનું જઘન્ય સ્થિતિબંધનું પરિમાણ આટલું શા માટે?
ઉત્તર–ક્રિયષકરૂપ છ પ્રકૃતિએને જઘન્ય સ્થિતિબંધ અસંગ્નિ પંચેન્દ્રિય જ કરે છે અને તેઓ તે પ્રકૃતિઓની તેટલી જ સ્થિતિ બાંધે છે, ન્યૂન બાંધતા નથી. કેઈપણ કર્મ પ્રકૃતિઓને અમુક પ્રમાણવાળો જઘન્ય સ્થિતિબંધ ત્યારે જ ઘટી શકે કે કિઈપણ જીવ તેટલી સ્થિતિને બંધક હેય. અમુક કર્મપ્રકૃતિને અમુક પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ કહે અને તેને કઈ બાંધનાર ન હોય તે તે સ્થિતિબંધ તરીકે જ ઘટી શકે નહિ. અહિં વિક્રિયષર્કના સાતીયા બે ભાગ પ્રમાણ સ્થિતિ બંધક તે કોઈ નથી, પરંતુ તેને હજારે ગુણી પાપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન કરી જે રહે તેટલે જઘન્ય સ્થિતિબંધ અસંજ્ઞિ પંચેન્દ્રિયે બાંધે છે, માટે હજારે ગુણવાનું કહ્યું છે.
તથા સઘળી કર્મ પ્રકૃતિની જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિ પોતપોતાની અબાધા વડે ન્યૂ નિષેકના-દલરચનાના વિષયભૂત સમજવી. એટલે કે જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિને જેટલે અબાધાકાળ હોય તેટલે કાળ છોડીને શેષ સ્થિતિમાં-સમયમાં કર્મદળને નિક-રચના થાય છે, અબાધાના સમયમાં થતી નથી.
ભગવતિ સૂત્રમાં કહ્યું છે કે–અબાધા ચૂન કમ સ્થિતિ કમંદળને નિષેક છે. ૪૯
આ પ્રમાણે જઘન્ય સ્થિતિનું પરિમાણ કર્યું. હવે નિષેકને વિચાર કરે છે. તેમાં બે અનુગદ્વાર છે. ૧ અનંતપનિધા, ૨ પરંપરોપનિધા. તેમાં પહેલા અનંતરાપનિયા વડે વિચાર કરે છે–
मोत्तुमवाहासमये बहुगं तयणंतरे रयइ दलियं । तत्तो विसेसहीणं कमसो नेयं ठिई जाव ॥५०॥ मुक्त्वाऽवाधासमयान् बहुकं तदनन्तरं रचयति दलिकम् । ततो विशेषहीनं क्रमशः ज्ञेयं स्थितिवित् ॥५०॥
અર્થઅબાધાના સમયને છોડીને ત્યારપછીના સમયે ઘણું પુદગલ દ્રવ્ય ગોઠવે છે. ત્યારપછીના સમયે ક્રમશઃ વિશેષહીન વિશેષહીન ગોઠવે છે. એ પ્રમાણે બધ્યમાન સ્થિતિના ચરમસમયપર્યત જાણવું.
ટીકાનુડ–ોઈપણ વિવક્ષિત સમયે બંધાતી કેઈપણ પ્રકૃતિરૂપે જેટલી કામણ વગણામાં પરિણમે તે વણાએ તે સમયે તે પ્રકૃતિની જેટલી સ્થિતિ બંધાય તેટલી સ્થિતિ પર્યત ક્રમશઃ ફળ આપે તેટલા માટે વ્યવસ્થિત રીતે ગોઠવાય છે. તે નિક રચના કહેવાય છે.