Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
૫૮૪
ટકાનુe–દેવાયુ અને નારકાયુની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ છે. માત્ર પૂર્વકેટિને ત્રીજો ભાગ અધિક લે. તથા ઈતર-તિર્યંચ અને મનુષ્યના આયુની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ છે. અહિં પણ પૂર્વકેટિને ત્રીજો ભાગ અધિક હે.
અહિં ચારે આયુમાં જે પૂર્વ કેટિને ત્રીજો ભાગ વધારે લીધે છે તે અબાલા છે. તેટલા કાળમાં બધ્યમાન આયુના દલિકની નિષેક રચના કરતા નથી. કારણ કે એ
૧ અહિં પૂવોટિને ત્રીજો ભાગ લેવાનું કારણ એ કે પૂર્વ ડી વરસના આયુરાળા મનુષ્ય અને તિય થથાગ્ય રીતે પિતાના આયુના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં દેવ નારકીનું તેત્રીસ સાગરોપમ પ્રમાણે ઉત્કૃષ્ટ આયુ બાંધી શકે છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિ સાથે અમાધાકાળરૂપે પૂર્વ ટિને ત્રીજો ભાગ લેવાનું કહ્યું છે. જેમ બીજા સઘળા કર્મો સાથે અમાધકાળ જોડીને સ્થિતિ કહી છે તેમ અહિં અબાધાકાળ જોડીને સ્થિતિ કહી નથી કારણ તેનો અબાધા નિશ્ચિત નથી. અસંખ્ય વરસના આયુવાળા મનુષ્ય તિર્યા અને દેવે તથા નારકીઓ પિતાના આયુને છમાસ શેષ રહે ત્યારે પરસવનું આયુ બાધે છે. શેષ સંખ્યાતવરસના પરંતુ નિરૂપમી આયુવાળા પિતાના આયુના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં પરભવનું આયુ બાંધે છે અને સાતમાં આસુવાળા વ આયુના એ ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં બાધે છે જે તે વખતે ન બાંધે તે જેલું આયુ બાકી હોય તેના ત્રીજા ભાગની શરૂઆતમાં, તે વખતે જે ન બધે તે જેટલું બાકી હોય તેના ત્રીજા ભાગની -શરૂઆતમાં બાંધે છે. તાત્પર્ય એ કે કુલ આયુના ત્રીજે ભાગે, નવમે ભાગે, સતાવીશમા ભાગે એમ ચાવત છેલ્લું અંતમુહૂર્ત આયુ બાકી હોય ત્યારે પરભવનું આયુ બાંધે છે. પરભવનું આયુ બાંધ્યા પછી પિતાનું જેટલું શેષ આયુ રહે તેટલે અબાધાકળ છે.
અબાધા જઘન્ય હેય અને આયુને બધ પણ જઘન્ય હોય છે. જેમ અંતના આયુવા -અંતમુહૂર્ત પ્રમાણુ આયુ બાધે અબાધા જધન્ય હોય અને આયુને બધ ઉછ હેય જેમ અંત-તના આયુવાળે તેત્રીસ સાગરોપમનું તંદુનીયામચ્છની જેમ નારકીનું આયુ બાધે. ઉકૃષ્ટ અબાધા હોય અને આયુને જધન્ય બંધ હોય જેમ પૂર્વા8િ વરસના આયુવાને પિતાના ત્રીજા ભાગની શરૂઆતમાં અતd આયુ બાધે. તથા ઉત્કૃષ્ટ અભાવ હોય અને આયુને બંધ પશુ ઉછ હાય, જેમ પૂવરાટી વરસના આયુવાળા ત્રીજા ભાગની શરૂઆતમાં તેત્રીસ સાગરોપમ પ્રમાણ દેવ કે નારકીનું આયુ બાધે આ પ્રમાણે અબાધાના વિષયમાં આયુકર્મ માટે ચઉભંગી છે. આ પ્રમાણે અબાધા અનિ‘શ્વિત હોવાથી આયુ સાથે જોડી નથી
તથા અન્ય કર્મો પતાના સ્વજાતીય કર્મીના સ્થાનને પિતાના બંધવડે પુષ્ટ કરે છે અને જે તેને ઉદય હોય છે તે જ જતના બંધાયેલા નવા કર્મની બંધાવલિકા ગયા પછી ઉદીરણ વડે તેને ઉદય પણ થાય છે આયુકર્મમાં એમ નથી. બધાનું આયુ ભોગવાતા આયુના એક પણ રથાનકને પુષ્ટ કરતું નથી, તેમ જ મનુષણ આયુ ભેગવતા સ્વજાતીય મનુષાયુ બ છે તો બધાયલા તે આયને અન્ય મનુષ્ય જન્મમાં જઈને જ ભોગવે છે. અહિં તેના કોઈ પણ દલિકને ઉદય કે ઉદીરણા થતી નથી. તેથી ‘પણ આ સાથે અખાધાકાળ જેડ નથી.
અતિતના આયુવાનો મનુષ્ય અનુત્તરવિમાનનું તેની સાગરેપમ પ્રમાણ આયુ બાંધી શકે નહિ. કારણ કે અનુત્તરવિમાનનું આયુ મુનિઓને પ્રમત અપ્રમત્ત ગુણકાણે બધાય છે. તે ગુણસ્થાનક લગભગ નવ વરસની ઉમરવાળાને જ પ્રાપ્ત થાય છે.