Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૮૬
પંચસંગ્રહ-પાંચમું ઠાર તથા પૂર્વ કેટિના ત્રીજા ભાગરૂપ ઉત્કૃષ્ટ અબાધા પણ પૂર્વકેટિ વરસના આયુવાળાને જ ઘટે છે કારણકે તેઓ પોતાના આયુના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં પરભવનું આયુ બાંધી શકે છે.
પરભવાયુને ઉત્કૃષ્ટ બંધ અને ઉત્કૃષ્ટ અબાધા એ ભંગ પણ પૂર્વકેટિ વરસના આયુવાળા બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં જ આયુ બાંધે અને તે પણ ઉત્કૃષ્ટ આયુ બાંધે એવા જીવાનેજ ઘટે છે.
તથા પૂર્વકેટિ વરસના આયુવાળા સઘળા છે કઈ બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં જ આયુ બાંધે છે એ નિયમ નથી. કેટલાક ત્રીજે ભાગે, કેટલાએક ત્રીજા ભાગના ત્રીજા ભાગે એટલે કુલ આયુના નવમા ભાગે, કેટલાએક નવમા ભાગના ત્રીજા ભાગે એટલે કુલ આયુના સત્તાવીસમા ભાગે, યાવત્ કેટલાએક છેવટના -અંતમુહૂર્ત પણ પારસવિક આયુ બાંધે છે. જેટલું પિતાનું આયુ શેષ રહે અને પારભાવક આયુ બાંધે તેટલે અખાધાકાળ છે. આ અખાધા ભોગવાતા આયુ સંબંધી સમજવાની છે પરભવાયુ સંબંધી નહિ.
તેમજ ભોગવાતું આયુ જે સમયે પૂર્ણ થાય તેના પછીના સમયેજ પરભવના આયુને ઉદય થાય છે, વચમાં એક પણ સમયનું અંતર રહેતું નથી. જીવસ્વભાવે નિષેક રચનાજ એ રીતે થાય છે. ભગવાતા આયુના એક પણ સ્થાનકમાં થતી નથી, પરંતુ પછીના સમયથી આરંભીને જ થાય છે એટલે ગવાતું આયુ પૂર્ણ થાય કે પછીના જ સમયે પરભવના આયુને ઉદય થાય છે. આ રીતે બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં આયુને બંધ અને પૂર્વ કોટિના ત્રીજા ભાગરૂપ ઉત્કૃષ્ટ અબાધા એ પૂર્વ કેટી વરસના આયુવાળા આશ્રયી કહ્યું છે માટે ઉક્ત હકીકત સંગત થાય છે. ૪૦
આ પ્રમાણે પરભવનું આયુ બાંધનારા પૂર્વ કેટિ વરસના સંગ્નિ પંચેન્દ્રિય તિયચ અને મનુષ્યને પૂર્વકેટિના ત્રીજા ભાગરૂપે ઉત્કૃષ્ટ અબાધા કહી. હવે પરભવાયુ બંધક શેષ જીવને જેટલી અબાધા હોય તે કહે છે–
निरुवकमाण छमासा इगिविगलाण भवडिईतसो । पलियासंखेज्जंसं जुगधम्मीणं वयंतन्ने ॥४१॥ निरुपक्रमाणां षण्मासा एकविकलानां भवस्थितित्र्यंशः ।
पल्यासंख्येयांशः युगलपम्मिणां वदन्त्यन्ये ॥४१॥ નહિ, અસંખ્યાત વરસના આયુવાળા તે પિતાનું છ માસ શેષ આયુ હેવ ત્યારે પરભવનું આય અધે છે. મતાંતરે યુગલિયા પલ્યોપમને અસંખ્યાતમો ભાગ શેષ રહે ત્યારે અને નારકીઓ અતદૂd આયુ બાકી હોય ત્યારે પરભવનું આયુ બાંધે છે.