Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ૩૮
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
જે જીવ અગીઆરમે ગુણસ્થાનકે મરણ પામે છે તે દેવાયુના પહેલા જ સમયે અવિરતિ સમ્યગદષ્ટિ દેવ થાય છે. એટલે કે મનુષ્પાયુના ચરમસમય પર્યત અગીઆરમું ગુણસ્થાનક હોય છે અને દેવાયુના પહેલાજ સમયે એણું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. વચલા ગુણસ્થાનકની સ્પર્શના થતી નથી.
તેમાં જ્યારે ઉપશાંતમોહ ગુણસ્થાનકને કાળ પૂર્ણ કરી પડતો દશમા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે ત્યારે પહેલેજ સમયે દર્શનાવરણીયની ચાર પ્રકૃતિ ખાંધે તે ચાર પ્રકૃતિના બંધરૂપ પહેલો અવક્તવ્ય.
જ્યારે ઉપશાંતામહ ગુણસ્થાનકેથી ભવક્ષયે પડતા અનુત્તરદેવમાં જાય ત્યારે પહેલે જ સમયે ચોથા ગુણસ્થાનકે દશનાવરણયકમની છ પ્રકૃતિ બાંધતાં છના બંધરૂપ બીજો અવક્તવ્યબંધ થાય છે.
આ પ્રમાણે દર્શનાવરણીય કર્મમાં બે અવક્તવ્ય બંધ થાય છે.
નામકર્મમાં એક, ઓગણત્રીસ અને ત્રિીશના બંધરૂપ ત્રણ અવક્તવ્ય બંધ છે. તે આ પ્રમાણે
જ્યારે ઉપશાતમોહ ગુણસ્થાનકને કાળ પૂર્ણ કરી પડી દશમા ગુણસ્થાનકે પ્રવેશ કરે ત્યારે પહેલે જ સમયે એક યશકીર્તિ બાંધતા એક પ્રકૃતિના બધિરૂપ પહેલે અવકતવ્ય,
તથા જ્યારે વિક્ષયે પડી દેવપણે ઉત્પન્ન થાય ત્યારે ત્યાં પહેલે જ સમયે માધ્વગતિયોગ્ય ગણવીશ પ્રકૃતિ બાંધતાં ઓગણત્રીશ પ્રકૃતિના બંધારૂપ બીજો અવક્તવ્ય.
તથા કોઈ જીવ તીર્થંકરનામકર્મને નિકાચિત બંધ કરી ઉપશમણિ પર આરૂઢ થઈ અગીઆરમે ગુણસ્થાનકે મરણ પામી દેવપણે ઉત્પન્ન થાય ત્યાં પહેલેજ સમયે તીર્થકરનામકર્મ સહિત મનુષ્યગતિ પ્રાગ્ય ત્રીસ પ્રકૃતિ બાંધતાં ત્રીસ પ્રકૃતિના બંધરૂપ ત્રીજો અવક્તવ્ય બંધ થાય છે.
તથા મોહનીયકમમાં એક અને સત્તર પ્રકૃતિના બંધારૂપ બે અવક્તવ્ય બંધ છે. તે આ પ્રમાણે–
ઉપશાંતમૂહ ગુણસ્થાનકેથી તેને કાળ પૂર્ણ કરી ક્રમશઃ પડતાં પડતાં બાદરસંપરાય ગુણસ્થાનકે સંજવલન લેભરૂપ એક પ્રકૃતિ બાંધતાં એકના બંધરૂપ પહેલે અવકતવ્ય.
ભવક્ષયે પડી દેવપણું પ્રાપ્ત કરે ત્યારે પહેલે જ સમયે અવિરતિ સમ્યગદષ્ટિ થાય ત્યાં અવિરતિ સમ્યગ્દષ્ટિ નિમિત્તક સત્તર પ્રકૃતિ બાંધતાં સત્તારના બંધરૂપ બીજો અવફિતવ્યબંધ.
આ રીતે મોહનીયકર્મમાં બે અવફતવ્ય બંધ થાય છે.