Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૪૪
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
દશનાવરણીયના બે ઉદયસ્થાન છે. તે આ-ચાર અને પાંચ, તેમાં ચાર હોય તે ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ દર્શનાવરણીય એ ચાર હોય છે. અને પાંચ હોય તે પાંચ નિદ્રામાંથી કોઈપણ એક નિદ્રાસહિત કરતા પાંચને ઉદય હોય છે. ચક્ષદશ નાદિ ચાર વેદયિ હેવાથી તે ચારેને એક સાથે ઉદય હોય છે. પરંતુ નિદ્રાએ અ યિ અને પરસ્પર વિરૂદ્ધ હોવાથી કેઈ વખતે નિદ્રાને ઉદય નથી પણ હોત
અને જ્યારે હોય ત્યારે પાંચમાંથી કેઈપણ એકને ઉદય હોય છે. માટે યક્ત બે જ ઉદયસ્થાનકે સંભવે છે.
અહિં ચારથી પાંચના ઉદયે જતા એક ભૂયસ્કાર થાય છે. પાંચથી ચારના ઉદયે જતા એક અલ્પતર થાય છે. અવસ્થિતદય બે છે, કેમકે બને ઉદયસ્થાનકે અમુક કાળપયત ઉદયમાં વસે છે. અવતદય સર્વથા ઘટતું નથી. કારણ કે દર્શાવરણીયકર્મની સર્વ પ્રકૃતિને ઉદયવિદ ક્ષીણ ગુણઠાણે થાય છે, ત્યાંથી પડવાને અભાવ હોવાથી ફરી તેની કેઈપણ પ્રકૃતિને ઉદય થતું નથી.
તથા મોહનીયમનાં નવ ઉદયસ્થાનક છે. તે આ પ્રમાણે–એક, બે, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશ. ૧-૨-૪-૫-૬-૭-૮–૯–૧૦. આ સઘળા ઉદયસ્થાનકને વિસ્તારથી સપ્તતિકા સંગ્રહમાં આચાર્ય મહારાજ પોતે જ કહેશે માટે તેને અહિં વિચાર કર્યો નથી.
એકના ઉદય સ્થાનેથી બે આદિના ઉદય સ્થાને ક્રમશઃ જતા આઠ ભૂયસ્કાર થાય છે, તથા દશના ઉદય સ્થાનેથી નવ આદિના ઉદયસ્થાનકે ક્રમશઃ જતા આઠ અલ્પતર થાય છે. અવસ્થિત નવે નવ છે. દરેક ઉદયસ્થાનક અમુક કાળપયત ઉદયમાં હાઈ શકે છે.
અવક્તવ્યોદય પાંચ છે. તે આ-એક, ઇ, સાત, આઠ અને નવ.
તેમાં જ્યારે ઉપશાંતોહ ગુણસ્થાનથી અદ્ધાક્ષ પડે ત્યારે સૂમસપરાય ગુણસ્થાનકે પ્રવેશ કરતા પહેલા સંજવલન લાભ ઉદયમાં આવે છે. તેથી તેને પહેલે સમયે સંજ્વલન કેલરૂપ એક પ્રકૃત્યાત્મક અવક્તવ્યોદય થાય છે.
જ્યારે ઉપશાંતહ ગુણરથાનકથી ભવક્ષયે પડે ત્યારે પહેલેજ સમયે અવિરતિ સમ્યગ્દષ્ટિ દેવ થાય છે. તે જે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હોય અને તેને ભય જુગુપ્સા ઉદચમાં ન હોય તે પહેલે સમયે અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન ક્રોધાદિમાંથી કઈ પણ ક્રોધાદિ ત્રણ, પુરૂષદ અને હાસ્યરતિ ચુગલ એ છ પ્રકૃતિઓ ઉદયમાં આવે છે. આ પ્રમાણે છે પ્રકૃતિના ઉદયરૂપ બીજો અવતદય થાય છે.
૧ ગતિમાં ભવના પ્રથમ આરબી અત " પર્વત અવશ્ય હાસ્ય-તિને જ ઉદય હોય છે એટલે હાસ્ય રતિ એ બે પ્રકૃતિ જ ગ્રહણ કરી છે.