Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૪૩
પંચસંગ્રેડ-પાંચમું દ્વાર
સર્વત્ર બંધસ્થાનની સમાન અવસ્થિત બધ છે” એ વચનને અનુસરી આવસ્થિત ઓગણત્રીસ છે.
અવતબંધ અહિં સર્વથા ઘટતું નથી. કારણ કે સઘળી ઉત્તરપ્રકૃતિઓને અબંધક થઈને ફરીવાર બંધક થતા જ નથી. સઘળી ઉત્તરપ્રકૃતિઓને અબંધક અગિગુણસ્થાનકે થાય છે ત્યાંથી પ્રતિપાત થતો નથી માટે અવક્તવ્ય બંધ ઘટતા નથી.
આ પ્રમાણે જ્ઞાનાવરણાદિ કમની ઉત્તરપ્રકૃતિઓના અને સામાન્યથી સઘળી ઉત્તરપ્રકૃતિઓના બંધસ્થાનકમાં ભૂયસ્કારાદિ કહ્યા.
હવે ઉદયસ્થાનકોમાં કહેવાને અવસર છે. તેમાં પહેલા એક એક જ્ઞાનાવરણાદિ ઉત્તરપ્રકૃતિઓના ઉદયસ્થાનકેમાં વિચારે છે. તે આ પ્રમાણે-જ્ઞાનાવરણીય, વેદનીય, આયુ, ગોત્ર, અને અંતરાય એ પાંચ કર્મોમાં એક એક ઉદયસ્થાન છે તે આ પ્રમાણે –
જ્ઞાનાવરણીય અને અંતરાય એ અને કર્મની પાંચે ઉત્તરપ્રકૃતિઓને પ્રતિસમય ઉદય હોવાથી એ પાંચ પાંચ પ્રકૃતિના સમૂહરૂપ ઉદયસ્થાન છે.
વેદનીય, આયુ અને ગોત્રકમ તેઓની એક એક પ્રતિજ ઉદય પ્રાપ્ત હોવાથી એક એક પ્રકૃતિરૂપ ઉદયસ્થાન છે. કારણ કે તેઓની ઉત્તરપ્રકૃતિઓ પરસ્પર પરાવર્તમાન હોવાથી એક સાથે બે ત્રણ ઉદયમાં આવતી નથી પરંતુ એક વખતે કંઈપણ એકનો જ ઉદય થાય છે.
તથા પાચમે ગુહાણે જ્ઞા-૫ ઇ-૬ -૧ મે-૧૩ આ-1 ગા–૧ અ-૫ અને નામકર્મની ૨૯ એમ એકસઠ બાધતા બારમો અલ્પતર, તથા જિનનામ અને આયુમાથી એક એક ઓછી કરતા સાઠ અને બને એછી કરતા એગણસાઠના બંધરૂપ તેરમો અને ચૌદમે અ૫તર થાય.
સાતમે ગુણઠાણે શા-૫, ૬- -1 -- ગે-૧ એ-૨ અને નામ કમી જિનનામ અને આહારદિક સાથે ૩૧ એમ અઠ્ઠાવન બાંધતા પંદરમે અલ્પતર, જિનનામના બધા વિના સત્તાવન બાંધતા સોળમા અલ્પતર. જિનનામ બાંધતા અને આહારદિક નહિ બાંધતા છપનના બધે સત્તરમો અલ્પતર. અને ત્રણે વિના પંચાવન બાંધતા અઢાર અલ્પતર.
તથા આઠમે ગુઠાણે શા-૫, નિદ્રાદિક વિના દ-૪, વે-૧, મે, ગોન, અં-૫ અને નામકમની જિનનામ સાથે દેવગતિ ૫ ૨૯ એમ ચેપન બાંધતા ઓગણીસમા અલ્પતરજિનનામ વિના પિન બાંધતા વશમો અલ્પતર. તથા આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગે ૪-૫, ૬-૪, ૧-૧, મે-૨, ગ-૧, અં-૫, અને નામકમની યશકીર્તિ એક એમ છવ્વીસ બાંધતા એકવીસમે અસ્પતર
તથા નવમે ગુણઠાણે ૪-૫, ૬-૪, વે-૧, મે-૨, નામ-ન, ગન, અને અં-૫, એમ બાવીસ બાંધતા બાવીસમે અતર, પુરૂષ વેદવિના એકવીશ નાંધતા ત્રેવીસમે અલ્પતર. સંન્વલન ક્રોધ વિના વીશ બાંધતા વીસમા અલ્પતર. માનવિના ઓગણીસ બાંધતા પચીસમા અલ્પતર. માયા વિના અઢાર બાંધતા છવ્વીસમે અલ્પતર. -અને-લાભ-વિના દશમે ગુણઠાણે સતર બાધતા સતાવીસમે અલ્પતર. અને અગીયારમે ગુણઠાણે એક સાત વેદનીય બાંધતાં અઠ્ઠાવીસમે અલ્પતર. આ પ્રમાણે અઠ્ઠાવીશ અલ્પતર થાય છે.