Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૯ પંચસગ્રહ-પાંચમું દ્વાર આત થાય છે. તેથી જ એમ કહેવામાં આવ્યુ છે કે જે બંધ અવ હોય છે તે અધુવરૂપે જ રહે છે તેમ જ તે બંધની સાદિ પણ થાય છે. ૨૩.
આ પ્રમાણે સાદિ આદિ બંધના ભેદે માં જે છતાં જે અવશ્ય હોય છે અથવા જે છતાં નથી પણ હોતા તે કહ્યું. હવે સાદિ આદિ જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ અને અgણ એમ ચાર ભેદે છે તેમાં અજઘન્ય અને અનુલ્ફ કેટલાકને એકરૂપે જણાય છે તેથી તગત સાદિત્ય વિશેષને બતાવવા દ્વારા તે બંનેને ભેદ બતાવે છે–
उक्कोसा परिवडिए साइ अणुकोसओ जहन्नाओ । શવંછા વિચરો તમારે રો વિ અવિણેસા રિક્ષા. उत्कृष्टात् परिपतिते सादिरनुत्कृष्टो जघन्यात् । अबन्धाद्वा इतरस्तदभावे द्वावपि अविशेषौ ॥२४॥
અઈ–ઉટ બંધથી જ્યારે પડે ત્યારે અહૃબંધ સાદિ થાય અને જઘન્ય બધથી પડે અથવા અધિક થઈ ફરી બાંધે ત્યારે અજઘન્ય બંધ સાદિ થાય. તેના અભાવમાં તે મને સરખા જ છે.
ટીકાનું –અહિં જઘન્યથી આરંભી ઉત્કૃષ્ટ પર્વત જે અંધ કે ઉદયાદિ હોય તે સઘળે અજઘન્ય કહેવાય છે. માત્ર ઓછામાં ઓછો જે બંધ કે ઉદયાદિ હોય તેને તેમાં સમાવેશ થતો નથી.
ઉત્કૃષથી આરંભી જઘન્ય પર્યત જે બંધ કે ઉદયાદિ હોય તે સઘળો અનુત્કૃષ્ટ કહેવાય છે. માત્ર વધારેમાં વધારે જે બંધ કે ઉદયાદિ હોય તેને તેમાં સમાવેશ થતો નથી.
જે કે જઘન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેના તેમ જ ઉત્કૃષ્ટ અને જઘન્ય વચ્ચેના સ્થાનક અનેનાં સરખા છે પરંતુ એટલા માત્રથી આ બંનેમાં વિશેષ નથી એમ નથી. કારણ કે તદ્દગત સાહિત્ય વિશેષને ભેદ હોવાથી બંનેમાં વિશેષ છે. તે જ વિશેષ–ભેદ બતાવે છે.
ઉદથી જ્યારે પડે ત્યારે અનુશ્રુષ્ટ સાદિ થાય છે. એટલે કે જ્યારે પરિણામ વિશેષ વડે ઉત્કૃષ્ટ બંધ કરીને ત્યાર પછી પરિણામની મંદતા વડે ઉત્કૃષ્ટ બંધથી પડે ત્યારે અનુહૂર્ણ બ ધની સાદિ થાય છે અને જઘન્ય બંધથી અથવા બંધાદિને વિરછેદ કરીને પડે ત્યારે અજઘન્ય સાદિ થાય છે.
તાત્પર્ય એ કે જ્યારે તથા પ્રકારના પરિણામ વિશેષ વડે જઘન્ય બંધ કરીને ત્યાંથી પડે અથવા ઉપશાંતમાહ ગુણસ્થાનકે જઈ ત્યાં અબંધક થઈ પરિણામના પરાવર્તન વડે ત્યાંથી પડે ત્યારે અજઘન્ય બંધની સાદિ થાય છે. આ પ્રમાણે અજઘન્ય અને અનુષની સાદિ ભિન્ન ભિન્ન કારણે વડે ઉત્પન્ન થયેલી હોવાથી અજઘન્ય અને અનુષ એ બને ભિન્ન છે, એક નથી.