Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પપ૭
પંચસંગ્રહ-પાંચર્સ દ્વાર
તેરમે જઈ શકતા નથી. પરંતુ છઠ્ઠા સાતમાથી આઠમા નવમા અને દશમા ગુણસ્થાનકને ક્રમશઃ પ્રાપ્ત કરી ત્યાંથી બારમાને સ્પર્શીને જ કેવળપણાને પ્રાપ્ત કરે છે. તેમાં આરમાં ક્ષીણમાહ ગુણસ્થાનકે તેવીસ પ્રકૃતિનું એક જ ઉદયસ્થાનક હોય છે. અન્ય કેઈ ઉદયસ્થાન હોતું નથી.
તે તેત્રીસ પ્રકતિઓ આ પ્રમાણે છે––મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ, આદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશકીર્તિ, તેજસ, કાર્મણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, નિમણ, ઔદ્યારિકહિક, પ્રત્યેક, ઉપઘાત, અન્યતરવિહાગતિ, પરાઘાત, સુસ્વર હુસ્વરમાંથી એક, ઉચ્છવાસ, છ સંસ્થાનમાંથી એક સંસ્થાન, વજwષભનારાચસંઘયણ, સાત અસાતમાંથી એક વેદનીય, મનુષ્યાણુ, અને ઉચ્ચ ગોત્ર.
હવે જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય અને સગિકેવળી ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે તીર્થકર થનારને તીર્થંકરનામકમરને ઉદય થવાથી ત્રીસના ઉદયસ્થાનને પ્રાપ્ત કરે તેથી ત્રીસનું ઉદયસ્થાનક ભૂયસ્કારરૂપે જ ઘટી શકે અલ્પતર રૂપે ઘટી શકે નહિ માટે ચેત્રીસના અલ્પતરને નિષેધ કર્યો છે.
તથા ઓગણસાઠનું ઉદયસ્થાનક પણ પિતાનાથી અન્ય કોઈ મોટું ઉદયસ્થાનક નહિ હોવાથી અલ્પતરરૂપે થતું નથી જે કઈ મેટું ઉદયસ્થાનક હતા તે તે મેટા ઉદયસ્થાનેથી ઓગણસાઠના ઉદયથાને જતા તે અલ્પતર થાય પરંતુ તે તે નથી માટે શેત્રીસ અને ઓગણસાઠ એ બે ઉદયસ્થાનકે અલ્પતરરૂપે થતા નથી તેથી ચોવીશ જ અલ્પતરોદય થાય છે. આ પ્રમાણે સામાન્યતઃ સઘળી ઉત્તર પ્રવૃતિઓના ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારાદિ કહૃા.
હવે જ્ઞાનાવરણીયાદિ દરેક ઉત્તરપ્રકૃતિના અને સામાન્યથી સઘળી ઉત્તરપ્રતિઓના સત્તાસ્થાનકોમાં ભૂયસ્કારાદિ કહે છે–તેમાં જ્ઞાનાવરણાદિની ઉત્તરપ્રકૃતિના યસ્કારાદિ પિતાની મેળે જ સમજવા. તે આ પ્રમાણે
જ્ઞાનાવરણીય અને અંતરાય એ બે કર્મનું પાંચ પાંચ પ્રકૃતિરૂપ એક જ સત્તાસ્થાનક છે. આ બે કમની પાંચ પાંચ જ પ્રકૃતિ હોવાની અને તે પાની સત્તા ધ્રુવ
૧ અહિં એમ કહ્યું કે સઘળા આત્માઓ કેવળીપણાને ગુણસ્થાનકના ક્રમે પ્રાપ્ત કરે છે એટલે બારમે થઈને જ તેરમે જાય છે તે સિવાય જઈ શકતા નથી એ બરાબર છે. પરંતુ બારમે તેત્રીસનું જ ઉદયસ્થાન હેય એમ જે કહ્યું તે કેમ સંભવે? કારણ કે ચાર અઘાતકમની જ તેત્રીસ પ્રવૃતિઓ થાય તેમાં જ્ઞાનાવરણય પાંચ, દર્શનાવરણય ચાર અને અંતરાય પાંચ એ ચૌદ મળવાથી સુડતાલીસનું ઉદયસ્થાનક થાય, કારણ કે ઘાતિ ત્રણ કર્મને ઉદય હોય છે. તેથી તે સુડતાલીસના ઉદયરથાનેથી ઘાતકમાં ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ત્રીસના ઉદયે જતા ચોત્રીસનું અતર પણ સંભવી શકે તે શા માટે તેને નિષેધ કર્યો એટલે કે બારમે ગુણા તેરીનું જ ઉદવસ્થાનક કેમ કહ્યું અને ત્રીસનું અતર કેમ ન કહ્યું?એ શકાને અવકાશ છે તેનું સમાધાન બચુત પાસેથી કરી લેવું.