Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૬૨
પચસંગ્રહ-પાંચમું દ્વાર
પ્રમાણે–ચારાણું, પંચાણુંછનું, સત્તા, અઠ્ઠાણું, નવાણું, સે, એકસો એક, એકસો બે, એક ત્રણ, એકસે ચાર, એક પાંચ, એકસે છે, એક સાત, એકસો આઠ, એક નવ, એકસે દસ, એક અગીઆર, એક બાર, એકસે તેર અને એક ચૌદ તથા એકસે પચીસથી આરંભી વચમાં એક બત્રીસ વજીને એક છેતાલીસ સુધીના સઘળાં, તે આ પ્રમાણે–એક પચીસ, એકસે છબ્બીસ, એકસે સત્તાવીશ, એક અઠ્ઠાવીશ, એકસો ઓગણત્રીશ, એકસે ત્રીશ, એક એકત્રીશ, એકસે તેત્રીશ, એક ચોત્રીશ, એક પાંત્રીશ, એકસ છત્રીશ, એક સાડત્રીશ. એકસો આડત્રીશ, એકસો ઓગણચાળીશ, એકસે ચાળીશ, એક એકતાલીસ, એક બેતાલીસ, એક તેતાલીસ, એકસ ચુમ્માલીસ, એકસે પીસ્તાલીસ અને એકસે છેતાલીસ સરવાળે અડતાલીસ સત્તાસ્થાને થાય છે. તે આ પ્રમાણે–૧૧–૧૨-૮૦-૮૧-૮૪-૮૫-૯૫-૬ ૯૭-૯૮-૯-૧૦૦-૧૦૧–૧૦–૧૦૩–૧૦૪–૧૦૫-૧૦૬-૧૦૭-૧૦૮-૧-૧૧૦૧૧૧–૧૧૨૦૧૧૩-૧૧૪-૧૨૫-૧૨૬-૧૨૭–૧૨૮-૧૨૯-૧૩૦-૧૩૧–૧૩૩-૧૩૪-૧૩૫ ૧૩૬–૧૩૭-૧૩૮-૧૩૯-૧૪૦–૧૪૧–૧૪ર-૧૪૩-૧૪૪–૧૪૫-૧૪૬.
આ સત્તાસ્થાનેનું જે રીતે જ્ઞાન થાય તે રીતે કહે છે–
સગિ કેવળીની અઘાતિપ્રકૃતિ સંબંધી એંશી આદિ જે ચાર સત્તાસ્થાને છે તેમાં વાતિક સંબંધી સત્તાસ્થાને અનુક્રમે ઉમેરીને અડતાલીસે સત્તાસ્થાને શિષ્યોને કહેવા. હવે એ જ કથનને વિચાર કરે છે–
સામાન્ય કેવળી મહારાજને અગિગુણસ્થાનકના ચરમ સમયે અગીઆર પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. તે જ સમયે તીર્થકર ભગવાનને બાર પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. તે બાર પ્રકૃતિઓ આ છે –મનુષ્કાયુ. મનુષ્યગતિ, પચેન્દ્રિયજાતિ, વસનામ, બાદરનામ, પર્યાપ્તનામ, સુભગ, આદેય, યશકીર્તિ, તીર્થકર, અન્યતર વેદનીય અને ઉચગોત્ર. આ જ બાર પ્રકૃતિઓ તીર્થંકર નામ રહિત અગીઆર અને તે સામાન્ય કેવળીને હોય છે.
ગિકેવળી અવસ્થામાં એંશી, એકાશી. ચારાશી અને પંચાશી એમ ચાર સત્તારથાનો હોય છે. તેમાં એંશી પ્રકૃતિએ આ પ્રમાણે છે–દેવદ્ધિક, ઔદારિક ચતુષ્ક, વૈક્રિય ચતુષ્ક, તેજસ, કામણ, તેજસબંધન, કામણબંધન, તેજસસંઘાતન, કામણસંઘાતન સંસ્થાન પક, સંઘયણ ષક, વર્ણાદિવીશ, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉસ, વિહાગતિદ્ધિક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુસ્વર, સ્વર, દુગ, અય કીર્તિ, અનાદેય, નિર્માણ, પ્રત્યેક અપર્યાપ્ત, મનુષ્યાનુપુત્રિ, નીચત્ર અને અન્યતરવેદનીય, એ અગતેર તથા પૂર્વોક્ત અગીઆર સરવાળે એંશી થાય છે.
એ જ એંશી તીર્થંકરનામ સાથે એકાશી, આહારક ચતુષ્ક સાથે ચારાશી તથા તીર્થકર આહારક ચતુષ્ક બંને સાથે પંચાશી. તેમાં એંશી અને ચોરાશી એ બે સત્તાસ્થાન સામાન્ય કેવળીને અને એકાશી અને પંચાશી એ બે સત્તાસ્થાન તીર્થકર કેવળીને હોય છે