Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૬૧ પંચસંગ્રહ-પાંચમું દ્વાર વૈક્રિય ચતુષ્ક અથવા દેવદ્રિક અને વૈક્રિય ચતુષ્ઠ બાંધી ક્યા શીના સત્તાસ્થાને જતાં બીજે ભૂયસ્કાર, ત્યાંથી દેવદ્રિક અથવા નરકદ્ધિક બાંધી અહાશીના સત્તાસ્થાનકે જતાં ત્રીજે ભૂયસ્કાર, તીર્થકરનામસ્મ બાંધી નેવ્યાશીના સત્તાસ્થાનકે જતાં ભૂયસ્કાર, અથવા તીર્થકરના અંધ વિના આહારક ચતુષ્ક બાંધી બાણુના સત્તાસ્થાને જતાં પાંચ ભૂયસ્કાર અને ત્યાંથી તીર્થંકર નામ બાંધી ત્રાણુના સત્તાસ્થાને જતાં છ ભૂયસ્કાર આ પ્રમાણે છ ભૂયસ્કાર થાય છે. શેષ સત્તાસ્થાનેથી બીજા મોટા સત્તાસ્થાને જવાને અસંભવ હોવાથી અન્ય ભૂયસ્કાર થતા નથી માટે છ જ ભૂયસ્કાર થાય છે.
તથા નામકર્મની સઘળી ઉત્તર પ્રવૃતિઓની સત્તા નષ્ટ થયા પછી ફરી સત્તાને અસંભવ હોવાથી અવક્તવ્ય સ્થાન હોતું નથી. આ પ્રમાણે દરેક જ્ઞાનાવરણીયાદિ ઉત્તર પ્રકૃતિના સત્તાસ્થાનેમાં ભૂયસ્કારાદિ કહા. ૨૦
હવે સામાન્યથી સઘળી ઉત્તર પ્રવૃતિઓના સત્તાસ્થાનેમાં ભૂયસ્કારાત્રિ કહેવા ઈચ્છતા પહેલા સત્તાસ્થાનકે કેટલા થાય છે કહે છે... .
. * एकार वारमासी इगिचउपंचाहिया य चउणउइ । एत्तो चउद्दहिय सयं पणवीसओ य छायालं ॥२१॥ बत्तीसं नथि सयं एवं अडयाल संत ठाणाणि । जोगिअघाइचउक्के भण खिविडं घाइसंताणि ||२२|| gશ દિશરિર પ્રજાપત્રાષિા જ ચતુર્નતિઃ अतः चतुर्दशाधिकं शतं पञ्चविंशाच्च षट्चत्वारिंशत् ॥२१॥ द्वात्रिंशं नास्ति शतं एवमष्टचत्वारिंशत् सत्तास्थानानि । योग्यघातिचतुष्के भण क्षिप्ता घातिसचास्थानानि ॥२२॥
અર્થ—અગીઆર, બાર. એંશી તથા એક, ચાર અને પાંચ અધિક એશી, ચારાનું અને ત્યારપછી એકસો ચૌદ પર્યત સઘળા તથા એક પચીસથી આરંભી એક છેતાલીસ સુધીના સઘળા, વચમાં એકસ બત્રીસનું સત્તાસ્થાનક નથી. કુલ અડતાલીસ સત્તા સ્થાનકે છે, સોગિકેવળીના અઘાતિકર્મના ચાર સત્તાસ્થાનમાં ઘાતિકર્મના સત્તાસ્થાનકે ઉમેરી ઉપરોક્ત સત્તાસ્થાનકે કહેવા. - કાસુ–સામાન્યતઃ સઘળી ઉત્તર પ્રકૃતિઓના અડતાલીસ સત્તાસ્થાને થાય છે. તે આ પ્રમાણે-અગીઆર, બાર, એ શી તથા અહિં પણ એંશીને સંબંધ હોવાથી એક, ચાર અને પાંચ અધિક એંશી એટલે કે એકાશી, ચોરાશી અને પંચાશી, તથા ચારાથી આરંભી એક એક અધિક કરતાં એસે ચૌદ સુધીના સઘળાં, તે આ
૭૩