Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ૩૪
પચસંગ્રહ-પાંચમું દ્વાર
ટીકાનુoદર્શનાવરણ, મોહનીય અને નામકર્મના અનુક્રમે ત્રણ, દશ અને આઠ બન્યસ્થાનકે છે. તથા શેષ જ્ઞાનાવરણીય, અંતરાય, વેદનીય, આયુ અને ગોત્ર એ દરેક કર્મનું એક એક બંધસ્થાન હોય છે.
તથા જે કર્મના જેટલા બધસ્થાનકે હોય તે કર્મના તેટલા અવસ્થિત બંધ હોય છે. તેથીજ એમ કહેવામાં આવ્યું છે કે અવસ્થિતબંધ સઘળા કર્મમાં બધસ્થાનની સમાન હોય છે.
આ વિષયમાં વિશેષ વિચાર આ પ્રમાણે છે-દર્શનાવરણીય કર્મના ત્રણ બંધસ્થાનક છે. તે આ–નવ, છ, અને ચાર, તેમાં સઘળી પ્રકૃતિને સમૂહ તે નવ, છીણદ્વિત્રિક રહિત છે, અને નિદ્રાદ્ધિકહીને ચાર એમ ત્રણ બંધસ્થાનક થાય છે. તેમાં બે ભૂયસ્કાર, બે અલ્પતર અને ત્રણ અવસ્થિતબંધ ઘટે છે. તે સઘળા સુગમ હોવાથી તેનું વ્યાખ્યાન કર્યું નથી. ચાર અને છના બંધરૂપ બે અવક્તવ્ય બંધ ઘટે છે તે આગળ કહેશે.
મોહનીયમના દશ બંધસ્થાનકે છે. તે આ પ્રમાણે-બાવીસ, એકવીસ, સત્તર, તેર, નવ, પાંચ, ચાર, ત્રણું, બે અને એક. તેમાં બાવીસનું બંધસ્થાન મિથ્યાષ્ટિને, એકવીસનું સાસ્વાદનીને, સત્તરનું મિશ્ર અને અવિરતિ સમ્યગદષ્ટિને, તેનું દેશવિરતને, નવનું પ્રમત્ત, અપ્રમત્ત અને અપૂર્વકરણે, અને પાંચથી એક સુધીનાં પાંચે બંધસ્થાનકો અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે હોય છે.
અહિં ભૂયસ્કાર નવ છે અને તે ઉપશમણિથી પડતા સંજવલન લોભરૂપ એક પ્રકૃતિના બંધથી આરંભી અનુક્રમે જાણવા.
જેમ ઉપરના ગુણસ્થાનકેથી પડતાં ભૂયસ્કાર થાય છે તેમ પહેલે ગુણસ્થાનકેથી ઉપરના ગુણસ્થાનકે ચડતાં અ૫ અલ્પ બંધ કરતા અલ્પતર થાય છે. પરંતુ તે આઠ જ થાય છે, કારણ કે બાવીસના અધિસ્થાનકેથી કોઈ પણ જીવ એક્વીસના બંધસ્થાનકે જ નથી, તેમજ એકવીશના બંધમાંથી સત્તરના બધે જતો નથી. કેમકે આવીસને બંધ મિથ્યાષ્ટિને હોય છે, એકવીસને બંધ સાસ્વાદને હોય છે, અને સત્તરને બંધ મિશે અથવા અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાનકે હાય છે. મિથ્યાદષ્ટિ સાસ્વાદને જતો નથી, તેમજ સાસ્વાદન ગુણસ્થાનકેથી મિશ્ર કે સમ્યકત્વને પ્રાપ્ત કરતા નથી, પરંતુ સાસ્વાદનેથી અવશ્ય મિથ્યાત્વેજ જાય છે માટે બાવીસના બંધથી એકવીશના બંધે અથવા એકવીશના બંધથી સત્તરના બધે જ નહિ હોવાથી અલ્પતર આઠજ થાય છે.
અવસ્થિતબંધ સર્વત્ર બંધરથાનની સમાન જ હોવાથી દશ છે. તેમાં બાવીસનું બંધસ્થાન અભવ્યને અનાદિ અનંત, જે ભવ્ય હજી સુધી મિથ્યાથી આગળ વધ્યા