Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ૩૩
પચસંગ્રહ-પાંચમું દ્વાર
તથા અવક્તવ્ય અહિં પણ ઘટતું નથી. કારણ કે મૂળકમને સર્વથા અનુદીરક થઈને ફરી ઉદીરક થતો નથી. કેમકે સર્વ કર્મના અનુદીરક ભગવાન અગિકેવળી હોય છે ત્યાંથી પ્રતિપાત થતો નથી માટે અવક્તવ્ય નથી.
સત્તાસ્થાનકે ત્રણ છે. તે આ પ્રમાણે--આઠ, સાત, ચાર તેમાં અગીઆરમાં ગુણસ્થાનક પર્યત આઠે કર્મની સત્તા હોય છે. મોહવિના સાતની ક્ષીણમે છે, અને છેલ્લા બે ગુણસ્થાનકે ચાર અઘાતિ કમની સત્તા હોય છે.
તેની અંદર એક પણ ભૂયસ્કાર ઘટ નથી કારણ કે સાતની સત્તાવાળા થઈ આઠની સત્તાવાળો કે ચારની સત્તાવાળે થઈ સાતની સત્તાવાળા તેજ નથી. સાત આદિની સત્તાવાળો ક્ષીણમહાદિ હોય છે તેને પ્રતિપાત થતો નથી માટે.
અલ્પતર બે ઘટે છે. કેમકે આઠના સત્તાસ્થાનેથી સાતના, અને સાતના સત્તાસ્થાનેથી ચારના સત્તાસ્થાને જાય છે માટે.
તથા અવસ્થિત આઠ, સાત અને ચાર એ ત્રણે હોય છે. તેમાં આઠની સત્તાનો કાળ અલવ્યને અનાદિ અનંત અને ભવ્યને અનાદિ સાંત છે. સાતની સત્તા ક્ષીણુંમહ ગુણસ્થાનકે હેવાથી અને તેને કાળ અંતમુહૂર્ત હોવાથી તેની સત્તાને કાળ અંતર્મુહૂર્ત છે. તથા ચારની સત્તા છેલ્લા બે ગુણસ્થાનકે હેવાથી અને સોગિ ગુણકાણાને કાળ દેશના પૂર્વ કેટી હોવાથી ચારની સત્તાને ઉત્કૃષ્ટ દેશના પૂર્વ કોટી કાળ છે.
તથા અવક્તવ્ય અહિં પણ ઘટતું નથી. કારણ કે સર્વથા સઘળા કમની સત્તાને નાશ થયા પછી ફરી તેઓ સત્તામાં આવતાં જ નથી.
આ પ્રમાણે મૂળ કર્મના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાસ્થાનમાં ભૂયસ્કારાદિ કહ્યા.
હવે ઉત્તરપ્રકૃતિઓમાં ભૂયસ્કારાદિને કહેવા ઈચ્છતા પહેલા દરેક કર્મના બંધસ્થાનકે કહે છે–
वंधटाणा ति दसट दसणावरणमोहनामाणं । सेसाणेगमवट्टियवंधो सव्वत्थ ठाणसमो ॥१५॥
बन्धस्थानानि त्रीणि दशाष्टौ दर्शनावरणमोहनाम्नाम् ।
शेपाणामेकमवस्थितबन्धः सर्वत्र स्थानसमः ॥१५॥ અર્થદર્શનાવરણીય, મેહનીય અને નામકર્મના અનુક્રમે ત્રણ, દશ અને આઠ બન્યસ્થાનકે છે અને શેષ કર્મમાં એક એક બસ્થાનક હોય છે. તથા અવસ્થિતબંધ સર્વત્ર સ્થાનકની સમાન હોય છે,