Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૫૮
પંચમહ-દ્વિતીયકાર ભાગમાં છે, કારણુંકે મિશ્ર વગેરે અગિયાર ગુણસ્થાનકે સંપત્તિમાં જ હોય છે અને સારવાહન ગુણસ્થાનક અપર્યાપ્ત આદર કેટલાક એકેન્દ્રિય વગેરેને પણ હેય છે છતાં તે લોકના અસંખ્યાતમા ભાગમાં જ લેવાથી સાસ્વાદનાદિ લેકના અસંખ્યાતમા ભાગમાં જ છે.
અહિં કેવલિ-સમઘાતમાં ચોથા સમયે સાગિ કેવલિઓ સંપૂર્ણ લકવ્યાપી હોય છે એમ કહ્યું, તેથી સમુદઘાતના પ્રસંગથી તેનું સ્વરૂપ કહે છે.
વેદનાદિ સાથે તન્મય થવા પૂર્વક કાલાન્તરે ભેગવવા ચગ્ય ઘણાં કર્મોને ઉદયાલકામાં લાવી ક્ષય કરે તે સમુદઘાત, તે (૧) વેદના, (૨) કષાય, (૩) મારણ, () વેક્રિય, (૫) તૈજસ, (૬) આહારક અને (૭) કેવલિ એમ સાત પ્રકારે છે.
(૧) જેમાં વેદનાથી વ્યાકુળ થયેલ છવ પિતાના કેટલાક આત્મપ્રદેશને શરીર બહાર કાઢી વદન, ઉદર વગેરેના પિલાણ ભાગને અને સકળ આદિના આંતશએને પૂરી લંબાઈપહોળાઈથી સ્વશરીર પ્રમાણ ક્ષેત્રને વ્યાપ્ત કરી અતિમુહૂતકાળમાં કાલાન્તરે ભેગવવા ગ્ય ઘણું અસાતવેદનીય કર્મ પુદગલને નાશ કરે તે વેદના સમુફઘાત.
(૨) એજ રીતે જેમાં ઘણાં ચારિત્ર મોહનીય કર્મનાં પુદગલેને ક્ષય કરે તે કષાય સમુઘાત.
(૩) જેમાં અંતમુહૂર્ત આયુ શેષ રહે છતે શરીરમાંથી પિતાના આત્મપ્રદેશને બહાર કાઢી જાડાઈ-પહોળાઈથી સ્વ-શરીર પ્રમાણુ અને લંબાઈથી ઉત્પત્તિક્ષેત્ર સુધી તેને દંડ બનાવી અંતમુહૂતકાળમાં આયુષ્યકર્મનાં ઘણું પુદગલેને નાશ કરે તે-મારણ સમુદાત
(૪) જેમાં વૈક્રિયશરીરના પ્રારંભકાળે પિતાના કેટલાક આત્મપ્રદેશને શરીરમાંથી બહાર કાઢી જાડાઈ-પહોળાઈથી વશરીર પ્રમાણ અને લંબાઈથી સંખ્યાત જન પ્રમાણ છવપ્રદે શિનો દંડ બનાવી પૂર્વે ઉપાર્જન કરેલ વૈક્રિય શરીરનામકર્મનાં ઘણાં કમપુદગલાને નાશ કરે તેવૈક્રિય સમુહુવાત.
(૫) તે જ પ્રમાણે જેમાં નિગ્રહ અને અનુગ્રહ હેતુથી અનુક્રમે તેઓલેશ્યા અને શીતલેયા મુકવા માટે પૂર્વે ઉપાર્જન કરેલ ઘણાં તેજસ નામકર્મના પુદગલનો ક્ષય કરે તેને તેજસ સમુદઘાત.
(૬) એજ પ્રમાણે જેમાં આહારકના પ્રારંભકાળે પૂર્વે ઉપાર્જન કરેલ આહારક શરીર નામકર્મનાં ઘણાં પુદગલને ક્ષય કરે તે-આહારક સમુદઘાત.
(૭) આયુષ્ય કરતાં અધિક હોય તેવાં વેદનીયાદિ કર્મોને આયુષ્યની સમાન કરવા માટે અંતમુહૂર આયુષ્ય બાકી રહે છતે સગી કેવલિ ભગવત જે સમુદઘાત કરે તે કેવલિ સમુઘાત
કેવલિ સમુહુઘાતને કાળ આઠ સમયને છે. શેષ છએ સમુદુધાતને પ્રત્યેકને કાળ અન્તર્મુહૂર્ત છે.