Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૮૪
પંચસહ-જુતીયાધાર જે કર્મના ઉદયથી નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવભવમાં જતાં આકાશપ્રદેશની શ્રેણિને અનુસારે વક્રતાવાળી જે ગતિ થાય તે અનુક્રમે નરકાસુપૂર્વી, તિગાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી નામકર્મ છે.
જે કર્મના ઉદયથી આકાશ વડે જે ગતિ થાય તે વિહાગતિ નામકર્મ બે પ્રકારે છે, જો કે આકાશ સર્વત્ર વ્યાપ્ત હોવાથી આકાશ સિવાય ગતિને સંભવ જ નથી. માટે વિહાય-વિશેષણની જરૂર નથી, પરંતુ પિંડ પ્રકૃતિમાં પહેલી પ્રકૃતિ પણ ગતિનામકર્મ હોવાથી તેનાથી ભિન્નતા બતાવવા માટે વિહાયન્સ વિશેષણ આવશ્યક છે.
જે કર્મના ઉદયથી હાથી, બળદ અને હંસાદિ જેવી સુંદર ચાલ પ્રાપ્ત થાય તે શુભવિહાગતિ અને ઊંટ, ગધેડા અને પાછા આદિ જેવી ખરાબ ચાલ પ્રાપ્ત થાય તે અશુભવિહાગતિ નામકર્મ છે.
આ પ્રમાણ ચૌદ પિંડ પ્રકૃતિઓના કુલ પેટા ભેદે પાંસઠ થાય છે.
જે કર્મના ઉદયથી જીવનું શરીર ભારે, હલકું કે ભારે-હલકું ન થાય પરંતુ ભારે પણ નહિં અને હલકું પણ નહિ એવું અગુરુલઘુ પરિણામયુક્ત થાય છે તે અગુરુલઘુ નામક.
જે કમના ઉદયથી જીવ પિતાના જ શરીરમાં થયેલ રસેલી, ચારત, પ્રતિજિ આદિ અવથ વડે દુઃખી થાય અથવા હાથે જ કરેલા બંધનાદિથી કે પર્વત પરથી પડવા આદિથી હણાય તે ઉપવાત નામક,
જે કમના ઉદયથી જીવ પિતાના દર્શન કે વાણી આદિ દ્વારા બળવાન એવા બીજાઓને ભ પમાડે અર્થાત તેઓની પ્રતિભાને હણી નાખે તે પરાઘાત નામકર્મ જે કર્મના ઉદયથી છવ શ્વાસેચ્છવાસ લબ્ધિથી યુક્ત થાય તે શ્વાસોચ્છવાસ નામકર્મ,
જે કર્મના ઉદયથી જીવનું પિતાનું શરીર ઉષ્ણુ ન હોવા છતાં બીજાઓને તાપયુક્ત લાગે તે આપ નામકર્મ છે. તેને ઉદય માત્ર સૂર્યના વિમાનમાં રહેલ બાદર, પૃથ્વીકાય. જીરાને જ હોય છે, પરંતુ અગ્નિકાય છને નહિ, અનિના અને તે ઉકટ રક્તવર્ણ નામકર્મ અને ઉષ્ણસ્પર્શનામકર્મને ઉદય હોય છે.
જે કમના ઉદયથી જીવનું શરીર શીત પ્રકાશ રૂપ ઉદ્યોતયુક્ત થાય તે ઉદ્યોત નામક તેને ઉદય સૂર્ય સિવાયના જતિષ વિમાનમાં રહેલ બાદર પૃથ્વીકાયના જીને, સુનિના ઉત્તરક્રિયામાં તથા આહારક શરીરમાં, દેના ઉત્તરક્રિયમાં, આગીઆ તથા ચન્દ્રકાંત રત્નો અને ઔષધિઓ વગેરેને હોય છે.
જે કમના ઉદયથી અગ ઉપાંગે અને અગેપગે ને તિપિતાની જાતિને અનુસાર નિયતરથાને ગોઠવાય તે નિમણુનામકમે
જે કમના ઉદયથી ત્રણે જગતને પૂજય થાય અર્થાત્ અણપ્રાતિહાર્યા અને ત્રીશ અતિશ આદિથી યુક્ત થઈ કૃતાર્થ હોવા છતાં તીર્થની સ્થાપના કરે તે તીથ કરનામકર્મ,