Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૭૨
પંચસંગ્રહ-ચતુર્થદ્વાર
એ પ્રમાણે વિચાર કરીને કરણાદિ ગુણ યુક્ત, પરાકાર કરવામાં વ્યસની અને અન્ય આત્માઓના કલ્યાણ કરવાની જ વધતી જતી છે ભાવના જેની એવા તે બુદ્ધિમાનું મહાત્મા તે તે પ્રકારે પ્રવૃત્તિ કરે, ૪
આ પ્રમાણે પ્રાણીઓનું કલ્યાણ કરતા સત્ય અર્થવાળું અને પરમ પુરૂષાર્થનું સાધન તીર્થકરપણું પ્રાપ્ત કરે. ૫
અહિં પહેલી ગાથામાં અન એ પદ વડે સમ્યકત્વનું ગ્રહણ કર્યું છે. આ પ્રમાણે સઘળા આત્માઓને સંસારમાંથી પાર ઉતારવાની તીવ્ર ભાવનાવડે આત્મા તીર્થંકરનામકર્મ બાંધે છે.
તથા સમ્યકત્વ પ્રાપ્ત કરીને પિતાના સ્વજનાદિના વિષયમાં યથાત ચિંતા કરે એટલે માત્ર સ્વજનેને જ તારવાને વિચાર કરે અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરે તે ધીમાન આત્મા ગણધર પલબ્ધિ પ્રાપ્ત કરે છે.
જે આત્મા સમ્યકત્વ પ્રાપ્ત થયે છતે ભવની નિગુણતાને જોઈને નિર્વેદ થવાથી માત્ર પિતાને જ ઉદ્ધાર ઈ છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરે છે તે મુંડકેવળી થાય છે.
જે સ્વજનાદિ સંબંધે જ તારવાને વિચાર કરે અને તે પ્રકારે પ્રવૃત્તિ કરે તે બુદ્ધિમાન આત્મા ગણધર થાય છે. ૧
તથા જે સંવિગ્ન સંસાર પર નિવેદ થવાથી પિતાને જ ઉદ્ધાર ઇછે અને તેટલા પુરતી જ પ્રવૃત્તિ કરે તે મુંડકેવળી થાય. ૨
આ પ્રમાણે ગણધરાદિ કોણ થાય તે પ્રસંગાગત કર્યું.
સઘળી કર્મપ્રકૃતિને પ્રતિબંધ અને પ્રદેશબંધ રોગથી થાય છે. તેમાં જ્ઞાનાચ્છાદકતાદિ જે સ્વભાવવિશેષ તે પ્રકૃતિબંધ છે, અને જે કમપરમાણુઓને આત્મા સાથે ક્ષીરનીરવત્ સંબંધ થાય છે તે પ્રદેશબંધ છે.
તથા સ્થિતિબંધ અને રસબંધ કષાયવડે થાય છે. તેમાં કર્મોનું આત્મા સાથે ત્રીશ કડાકેડી આદિ કાળપયત રહેવું તે સ્થિતિબંધ છે, અને ઓછા વત્તા પ્રમાણમાં જ્ઞાનાદિ ગુણને દબાવનાર તથા ઓછા વત્તા પ્રમાણમાં સુખ-દુઃખાદિ ઉત્પન્ન કરનાર જેનું સ્વરૂપ પહેલાં કહેવામાં આવ્યું છે એ એક સ્થાનકાદિ જે રસ છે તે અનુભાગબંધ છે. આ પ્રમાણે ચાદ ગુણસ્થાનમાં અને જીવલેદોમાં અધતુના ભાંગા કહ્યા. ૨૦
૧ ગણધર અને આચાર્ય આદિ થવાનાં હેતુભૂત કમ તીર્થંકરનામકર્મમાં જ સમાવેશ થયે છે એમ સમજવું