Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૮૪
પંચસંગ્રહ-ચતુર્થદ્વાર-સારસગ્રહ
ઉત્તર–મનના અસંયમથી જ ઈન્દ્રિય સંયમ રહિત બને છે તેથી મનના અસંયમને અલગ ન બતાવતાં ઈન્દ્રિયના અસંયમની અંતર્ગત જ ગણેલ છે.
પ્રશ્ન—આ ગુણસ્થાનકે અનંતાનુબંધિ ઉદય ન હોય એવું કઈ રીતે બને?
ઉત્તર–ક્ષપશમ સમ્યગ્દષ્ટિ ચતુર્થીદિ ગુણસ્થાનકે પ્રથમ અનંતાનુબંધિની ઉઢલના કરે પણ ત્યારબાદ તથા પ્રકારના વિશિષ્ટ અધ્યવસાયના અભાવે જે તેના બીજભૂત મિથ્યાત્વનો ક્ષય ન કરી શકે તે કાલાંતરે ફરીથી જ્યારે મિથ્યાત્વને ઉદય થાય ત્યારે અનંતાનુબંધિને ઉદય હોતો નથી, પરંતુ તેના નિમિત્તે અનંતાનુબંધિને અંધ શરૂ થાય છે.
જે કે અહિં નવીન બંધાયેલું અનંતાનુબંધિ જઘન્યથી અંતમુહૂત અને ઉન્હેંખથી ચાર હજાર વર્ષ પ્રમાણ તેને અબાધાકાળ વીત્યા પહેલાં ઉદયમાં આવે નહિ, પરંતુ જે સમયે અનંતાનુબંધિને બંધ શરૂ થાય છે તે જ સમયથી સત્તામાં રહેલ શેષ અપ્રત્યાખ્યાની વગેરે બાર કષાયેનાં દલિક અનંતાનુબંધિમાં સંક્રમી અનંતાનુઅંધિરૂપે બને છે અને તેને સંક્રમાવલિકા કાળ વીત્યા બાદ અનતાનુબંધિરૂપે ઉદય થાય છે. તેથી એવા અને પ્રથમ ગુણસ્થાનકે આવે ત્યારે એક આવલિકા સુધી અનંતાનુબંધિનો ઉદય હોતું નથી શેષ મિથ્યાત્વીઓને અવશ્ય હોય છે.
પ્રશ્નઃ આ ગુણસ્થાનકે ઉપર જણાવ્યા તે દશ તથા કામણ, ક્રિયમિશ્ર અને ઔદારિકમિશ એ ત્રણ એમ તેર ગે હોય છે, છતાં અહિં દશ જ કેમ કહા છે?
ઉત્તર–સામાન્યથી અહિ તેર ચોગ હોય છે, પરંતુ અનંતાનુબંધિના ઉદય વિનાને મિથ્યાત્વી કાળ કરતો નથી તેથી વિગ્રહગતિ તથા અપર્યાપ્તાવસ્થામાં સંભવતા આ ત્રણ ગ ઘટતા નથી, માટે દશ જ કહેલ છે. આ રીતે આ ગુણસ્થાનકે અનંતાનુબંધિને ઉદય ન હોય ત્યારે દેશમાંથી એક પેગ અને અનંતાનુબંધિને ઉદય હોય ત્યારે તેમાંથી એક પેગ સમજ.
આ હેતુઓમાં વેદ વગેરે એકેક હેતુના ત્રણ વરે પેટાદે હોવાથી અનેક જીવાશ્રયી અનેક ભાંગાએ સંભવે છે, તે સમજવા માટે ઉપર જણાવેલ હતુઓના દરેકના જેટલા પટાભેદે છે તે દરેક હેતુની નીચે તેટલી સંખ્યા મુક્વી, સ્થાપના આ આ પ્રમાણે–વેદ વેગ યુગલ મિથ્યાત્વ ઈન્દ્રિયો અસંયમ કષાય કાયવધ હવે સ્થાપન કરેલ અકેને અનુક્રમે ગુણાકાર કરવાથી કુલ સંગ સંખ્યા આવે છે તે આ પ્રમાણે ત્રણ વેદ છે. તેને એગ દશ હોવાથી દશે ગુણતાં ત્રીશ, ચુગલ બે છે તેથી ત્રીશને એ એ ગુણતાં સાઠ, મિથ્યાત્વ પાંચ છે માટે સાઠને પાંચે ગુણતા ત્રણસો, તેને પાંચ ઈન્દ્રિયેના અસંયમની સંખ્યાથી ગુણતાં પંદરસો, તેને ધાદિ ચાર કષાયથી ગુણતા છ હજાર થાય, હવે અહિં છમાંથી એક કાયને વધ હેવાથી અને છ કાયના એક