Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસંગ્રહ-પાંચમું દ્વાર
૫૨૧ મિશ્રમોહમોહનીય કર્મને ઉદય ત્રિીજે ગુણસ્થાનકે જ હેવાથી તેની ઉદીરણ પણ પણ ત્રીજું ગુણરથાનક જ્યાં સુધી રહે ત્યાં સુધી જ થાય છે.
અપ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક, દેવાયુ, નારકાયુ, તિગાનુપૂર્વિ, મનુષ્યાનુપૂર્વિ, દેવક્રિક, નરકક્રિક, વૈક્રિયદ્ધિક દુર્ભાગ, અનાદેય અને અપયશકીર્તિરૂપ સત્તર પ્રવૃતિઓની ઉદીરણા અવિરતિ સમ્યગૃષ્ટિ ગુણસ્થાનક સુધી થાય છે, તે પછી થતી નથી. કારણ કે અપ્રત્યાખ્યાનાવરણને ઉદય ચેથા ગુણસ્થાનક સુધી જ હોય છે. ત્યારપછીના ગુણ
સ્થાનકે તેને સોપશમ થયેલ હોવાથી ઉદય હેતું નથી. તથા દેવત્રિક, નરકત્રિક અને વિક્રિયદ્ધિકનો ઉદય દેવતા નારીને પહેલા ચાર ગુણસ્થાનક હવાથી ચાર ગુણસ્થાનક સુધી જ હોય છે. અહિં ભવધારણીય વૈક્રિયશરીરની વિવક્ષા હોવાથી વૈક્રિયદ્ધિકે ચાર ગુણથાનક કહ્યા છે અન્યથા કૃત્રિમ વૈક્રિયશરીર નામનો ઉદય તે સાત ગુણસ્થાનક સુધી હોય છે. તથા કેઈપણ આનુપૂવિનામકર્મને ઉદય વિગ્રહગતિમાં હોય છે અને ત્યાં પહેલું બીજું અને એથુ એ ત્રણ ગુણસ્થાનક જ હોય છે, બીજા કેઈ ગુણસ્થાન હોતા નથી માટે મનુષ્ય-તિયચાનુપૂર્વિને ઉદય પણ ત્રીજા વિના ચતુર્થ ગુણસ્થાનક સુધીજ હોય છે. તથા દૌભાગ્ય, અનાદેય અને અપયશકીર્તિ નામકર્મને ઉદય દેશવિરતિ આદિ ગુણસંપન્ન છને ગુણનિમિત્તે જ હોતો નથી માટે સત્તર પ્રવૃતિઓની ઉદીરણા પણ ચોથા ગુણસ્થાનક સુધીજ થાય છે.
તથા પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક, તિર્યગતિ, તિર્યગાયુ, ઉદ્યોતનામકર્મ, અને નીચગોત્ર એ આઠ પ્રકૃતિની ઉદીરણા દેશવિરતિ ગુણસ્થાનક સુધી થાય છે. કારણ કે પ્રત્યાખ્યાતાવરણને ઉદય પાંચમા ગુણસ્થાનક સુધી હોય છેઆગળ તેને પશમ થયેલ હવાથી ઉદય હોતો નથી. તથા તિયાને પાંચ ગુણઠાણ હેવાથી તિય ગતિ અને તિચાયુને ઉદય પણ પાંચ ગુણસ્થાનક સુધી જ હોય છે. ઉદ્યોતનામકર્મ તિયચગતિનું સહચારિ હોવાથી તેને ઉદય પણ પાંચમા સુધીજ હેય છે. જો કે આગળ ઉપર સાધુ વૈક્રિય કે આહારક શરીર કરે ત્યારે ઉદ્યોતને ઉદય થાય છે. પરંતુ તે મનુષ્યગતિની સહચારી નથી તેથી તથા અલ્પકાળપયત તેમજ અલ્પને તેને ઉદય હેવાથી વિવલી નથી. તથા નીચગાત્રને ઉદય પણ તિર્યંચ આશ્રયીનેજ પાંચમાં ગુણસ્થાનકસુધી હોય છે માટે આ આઠે પ્રકૃતિઓની ઉદીરણ પણ પાંચમાં ગુણસ્થાનકસુધી જ થાય છે.
સ્યાનદ્ધિકત્રિક અને આહારદ્ધિકરૂપ પાંચ પ્રકૃતિની ઉદીરણા પ્રમત્ત ગુણસ્થાનક પર્યત હોય છે. કારણ કે થીણુદ્ધિ, નિદ્રાનિદ્રા અને પ્રચલા પ્રચલો એ ત્રણ નિદ્રા સ્થૂલ પ્રમાદરૂપ હોવાથી અપ્રમત્તાદિ ગુણસ્થાનકે તેને ઉદય હોઈ શકે નહિ માટે પ્રમ
પર્યત તેને ઉદય હોય છે. તથા આહારક શરીર અને તેના અંગોપાંગને ઉદયપ્રમત્ત ગુણસ્થાનકે આહારકશરીર કરનાર ચૌદ પૂર્વધરને હોય છે. જો કે આહારક