Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પર૨
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
શરીર કરી ઉદ્યાત નામકર્મ વિના ૨૯ અને ઉદ્યોતનામકમ સહિત ૩૦ના ઉદયે વત્તતા કઈ સાધુ અપ્રમત્ત ગુણસ્થાનકે જાય છે અને ત્યાં આહારદિકને ઉદય ઘટી શકે છે પરંતુ તેઓ અલ્પ હોવાથી તેની વિવક્ષા કરી નથી તેથી પ્રમત્ત ગુણસ્થાનકે તેને ઉદય લીધો છે માટે એ પાંચ પ્રકૃતિઓની ઉદીરણ પ્રમત્તસયત સુધી જ હોય છે.
તથા સાત અસાત વેદનીય અને મનુષ્યાયુને અપ્રમત્તગુણસ્થાનથી આરંભી ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયપર્યત કેવળ ઉદય જ હોય છે ઉદીરણા હોતી નથી એ પહેલાં
સમ્યકત્વમોહનીય, અર્ધનારાશ, કિલિકા અને છેવા સંઘયણની ઉદીરણા અને મત્ત ગુણસ્થાનકપત થાય છે. આગળ ઉપર થતી નથી. કારણ કે આગળ ઉપર ચારિત્રમેહનીયના ઉપશમક કે ક્ષપક જ હોય છે તેઓને શાયિક કે ઔપથમિક સમ્યકત્વજ હોય છે, ક્ષાપથમિક સમ્યકત્વ હોતું નથી. સમ્યફત્વમોહનીયને ઉદય સાપશમિક સમ્યફવીનેજ ચોથાથી સાતમા સુધીમાં હોય છે માટે તેની ઉદીરણા પણ ત્યાં સુધી જ કહી છે. અને છેલ્લા ત્રણ સંઘયણ વડે કેઈપણ શ્રેણિ પ્રારંભી શકતા નથી સાતમા ગુણસ્થાનક સુધીજ જઈ શકે છે તેથી તેનો ઉદય સાતમા સુધી હોય છે એટલે ઉદીરણ પણ સાતમા સુધીજ થાય છે.
હાસ્યષકની ઉદીરણું અપૂર્વકરણ ગુણસ્થાનક સુધી હોય છે, આગળના ગુણસ્થાનકે અત્યંત વિશુદ્ધ પરિણામ હોવાથી ઉદય હોતો નથી માટે ઉદીરણા પણ હતી નથી.
દત્રિક, સંજ્વલન ક્રોધ, માન અને માયા એ છ પ્રકૃતિની ઉદીરણા અનિવૃત્તિકરણ પર્યત થાય છે. અહિં તેને સર્વથા ક્ષય અથવા ઉપશમ થતું હોવાથી ઉપરના ગુણસ્થાનકે તેની ઉદીરણા હેતી નથી. તથા સંજવલન લાભની સૂકમસં૫રાયપયત ઉદીરણા થાય છે. તેમાં ઉપશમશ્રેણિમાં સૂમસં૫રાયના ચરમસમયપત અને ક્ષપકશ્રેણિમાં ગરમાવલિકા છોડી બાકીના કાળમાં થાય છે.
ઋષભનારાંચ અને નારાચસંઘયણની ઉદીરણા ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધી થાય છે. કેમકે આ બે સંઘયણવાળા ઉપશમશ્રેણિ માંડી અહિં સુધીજ આવી શકે છે.
તથા ચક્ષુ અચક્ષુ-અવધિ અને કેવળદર્શનાવરણ એ દર્શનાવરણ ચતુષ્ક, જ્ઞાનાવરણ પંચક, અને અંતરાય પંચક એ ચૌદ પ્રકૃતિઓની ક્ષીણમેહપયત ઉદય અને ઉદીરણા પ્રવાસે છે. માત્ર ચરમાવલિકામાં ઉદીરણ હોતી નથી.
કસ્તવના પ્રણેતા તે ક્ષીણમાના દ્વિચરમસમયપત નિદ્રા અને પ્રચલાનો ઉદય માને છે. કસ્તવમાં કહ્યું છે કે-“નિદ્રા અને પ્રચલાને ક્ષીણુમેહના કિચરમસમયે ઉદયવિચ્છેદ થાય છે. તેથી તેમના મતે ક્ષીણમેહના ચિરમસમયપત નિદ્રાદ્ધિકને, ઉદય જાણો. ઉદીર ચરમાવલિકા છોડીને સમજવી.