Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૨૦
પંચસંગ્રહ-પાંચમું દ્વાર અર્થ-સાત, અસાતવેદનીય અને મનુષ્યાયુની ઉદીરણું પ્રમત્તસંયત પયત થાય છે. આ ત્રણ પ્રકૃતિ સિવાય અગિ ગુણસ્થાનકે જેને ઉદય છે તેની ઉદીરણ સગિગુણસ્થાનક પર્યત થાય છે. અને ઉદયપ્રાપ્ત શેષ પ્રકૃતિઓની ઉદીરણા પિતાના ઉદય પર્યત થાય છે.
ટીકાનુ–સાત, અસાતવેદનીય અને મનુષ્પાયુની ઉદીરણા પ્રમત્ત સંયત ગુણસ્થાનક પર્યત થાય છે, અપ્રમાદિ ગુણસ્થાનકે થતી નથી. કારણ કે એ ત્રણ પ્રકૃતિની ઉદીરણમાં પ્રમત્તદશાના પરિણામ હેતુ છે, છઠ્ઠા સુધી જ પ્રમત્ત દશા છે માટે ત્યાં સુધીજ ઉદીરણા થાય છે, આગળના ગુણસ્થાનકે અપ્રમત્તદશા હેવાથી થતી નથી.
સાત-અસાતવેદનીય અને મનુષ્ય આયુ વિના જે પ્રકૃતિઓને અગિ કેવળિગુણસ્થાનકે ઉદય છે તેની ઉદીરણા સગિકેવળિ ગુણસ્થાનક પર્યત થાય છે. એટલે કે સાત-અસાત વેદનીય અને મનુષ્ય આયુ વિના શેષ જે વસ, બાદર, પર્યાપ્ત, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, તીર્થંકર નામકર્મ, સૌભાગ્ય, આદેય, યશકીર્તિ અને ઉચ્ચત્ર એ દશ પ્રકૃતિઓને અગિ કેવળિ ગુણસ્થાનકે ઉદય છે, પરંતુ તેઓની ઉદીરણા સગિ કેવળિગુણસ્થાનકના ચરમસમય પર્યત થાય છે. અગિકેવળિ ભગવાન યોગના અભાવે કઈ પણ કર્મ પ્રકૃતિને ઉદીરતા નથી.
તથા પૂર્વોક્ત તેર પ્રકૃતિ સિવાય શેષ પ્રકૃતિઓની ઉદીરણ તે તે પ્રકૃતિએને જ્યાં ઉદય હોય ત્યાં સુધી થાય છે. એટલે કે જે ગુણસ્થાનક પર્યત તેને ઉદય હાય ઉદીરણા પણ ત્યાં સુધી થાય છે. માત્ર ચરમાવલિકામાં ઉદીરણે થતી નથી, એટલે કે કેઈપણ કમપ્રકૃતિની જોગવતા ભોગવતા સત્તામાં એક આવલિકાજ સ્થિતિ શેષ રહે ત્યારે ઉદીરણા થતી નથી.
હવે કયા ગુણસ્થાનક પર્યત કઈ કઈ પ્રકૃતિની ઉદીરણા પ્રવર્તે છે? તે કહે છે?
મિથ્યાત્વમેહનીય, આતપ, સૂક્ષમ, સાધારણ, અને અપર્યાપ્ત નામરૂપ પાંચ પ્રકતિઓની મિથ્યાષ્ટિ ગુણસથાનક પર્યત ઉદીરણા થાય છે. કારણ કે મિથ્યાત્વમોહનીયને ઉદય પહેલા ગુણસ્થાનકેજ છે અને આતપાદિ પ્રવૃતિઓના ઉદયવાળા જીવને પહેલું જ ગુણસ્થાનક હોય છે.
અનંતાનુબધિ ચતુષ્ક, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરેન્દ્રિય જાતિ સ્થાવર નામકર્મ એ નવપ્રકૃતિની ઉદીરણું સાસ્વાદન ગુણસ્થાનક પર્યત થાય છે. કારણ કે અનંતાનુબંધિને ઉદય બીજા ગુણસ્થાનક સુધી જ છે, અને શેષ એકેન્દ્રિય જાતિનામકર્માદિ પ્રકૃતિઓના ઉદયવાળા જેમાં કરણાપર્યાપ્તાવસ્થામાં જે બીજું ગુણસ્થાનક હોય છે. તે સિવાય હંમેશા પહેલું ગુણસ્થાનક હોય છે એટલે તે પ્રકૃતિને ઉદય બીજા ગુણસ્થાનક સુધી હોવાથી તેની ઉદીરણા પણ બીજા ગુણસ્થાનક સુધી જ થાય છે.