Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૯૧
પંચસંગ્રહ-ચતુર્થદ્વાર-સારસંગ્રહ
-: અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક :
અહિં મિશ્ર ગુણસ્થાનકમાં કહ્યા તે જ જઘન્યથી નવ, ઉત્કૃષ્ટથી સેળ અને મધ્યમથી દશથી પંદર સુધીના બ હેતુઓ હોય છે.
નવ તથા સેળને એક એક-દશ તથા પંદર બંધહેતુના ત્રણ-ત્રણ અને શેષ અંધહેતુઓમા ચાર-ચાર વિકલ્પ હોય છે.
આ ગુણસ્થાનકે સામાન્યથી આહારદ્ધિક સિવાય તેર ગો હોય છે. તેથી અંક સ્થાપના આ રીતે થાય છે. ગ ગુગલ ઇન્દ્રિયને અસંયમ કષાય કાયવધ, સ્થાપન કરેલ અને પહેલાથી છેલ્લા સુધી પરસપર ગુણાકારથી નવ હેતની ભંગ સંયા આવે છે. પરંતુ ચતુર્થ ગુણથાક લઈને કેઈ પણ જીવ, કોઈ પણ ગતિમાં આવેદી તરીકે ઉત્પન્ન થતું નથી તેથી ચતુર્થ ગુણસ્થાનકે સ્ત્રીવેદીને કાશ્મણ, દેવામાં ઉત્પન્ન થતું નથી તેથી ક્રિયમિશ્ર અને મનુષ્યણી તથા તિર્યંચ સીમાં ઉત્પન્ન થતો નથી માટે ઔદારિકમિશ એમ આ ત્રણ યેગે ઘટતા નથી, વળી ચતુર્થ ગુણસ્થાનક લઈને કેઈ જીવ મનુષ્ય કે તિર્યંચમા પણ નપુંસકપણે ઉત્પન્ન થતો જ નથી તેથી નપંસદીને ઔદારિકમિશગ ઘટી શકતે નથી. એટલે પુરુષ વેદીને તેર ગનપુંસકરીને દારિકમિશ્રવિના બાર અને શ્રી વેદીને કાર્મણ, વૈક્રિયમિશ્ર તથા ઔદારિકમિશ્રવિના શેષ દશ ગ ઘટે છે. માટે ત્રણ વેદને તેર ગે ગુણી તેમાંથી ચાર ભાંગ બાદ કરતાં શેપ પાંત્રીસ, તેને બે યુગલે ગુણતાં સીરિ, તેને પાચ ઈન્દ્રિયોના અસંયમે ગુણતા ત્રણસો પચાસ, તેને ચાર કષાયે ગુણતાં ચૌદસે થાય, અહિં નવ અધહેતુમાં એક કાયવ છે અને છ કાયવધના એકસ યોગી ભાગા છ થાય છે તેથી ચૌદસોને છએ ગુણતા નવ અધહેતુના કુલ આઠ હજાર ચાર ભાંગા થાય છે. પરંતુ ત્યાં કાય સાથે ગુણાકાર કર્યા વિનાના ભાંગા ચૌદસે છે તે બરાબર યાદ રાખવા, અને જે જે બંધહેત કે જે જે વિકલ્પમાં છ કાયને વધુ હોય ત્યાં તેને પાણી એક જ ભાગે હવાથી ચૌદસે ભાગ જ સમજવા. જ્યાં એક અથવા પાંચ કાયને વધુ હોય ત્યાં તેના ભાંગા છ હવાથી ચૌદસે છએ ગુણતા આઠ હજાર ચાર ભાંગા થાય, ત્યાં બે અથવા ચાર કાયને વધુ હોય ત્યાં તેના પંદર-પંદર ભાંગા થતા હોવાથી ચૌદસને પંદરવડે ગુણતાં એકવીશ હજાર ભાંગા, અને જેમાં ત્રણ કાય વધુ હોય ત્યાં જ કાયના વિસગી ભાંગા વીસ હોવાથી ચૌદસને વીસે ગુણતાં અઠ્ઠાવીશ હજાર ભાંગા આવે. એમ આ ગુણસ્થાને સર્વત્ર સમજવું. વળી અહિં પણ બે વગેરે કાયની વધુ સંખ્યા, ભય અને જુગુપ્સા આ ત્રણને મધ્યમ હેતુઓમાં વારવાર ફેરફાર થાય છે.